Ad Code

Maitrak Kaal | મૈત્રક કાળ


મૈત્રક કાળ



→ ગુપ્ત શાસક સ્કંદગુપ્તની મૃત્યુ ઈ.સ. 467માં થઈ તેના અવસાન પછી હુણોના આક્રમણને લીધે ટૂંક સમયમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ત્યારે બળવાન કેન્દ્રિય સત્તાના અભાવે સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજ્યમાંથી છૂટું પડી ગયું.

→ સૌરાષ્ટ્રને સ્વતંત્ર કરી ત્યાં પોતાનો શાસક વંશ સ્થાપનાર હતો, મૈત્રકકુળનો સેનાપતિ ભટ્ટાર્ક.

→ તેમણે ઈ.સ. 470માં ગુપ્ત સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા મેળવી , તેથી જ આ કલાને “મૈત્રકકાળ” કહેવામા આવે છે.

→ ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસન કરતો વંશ.

→ ગુજરાતનાં આધારભૂત ઇતિહાસની શરૂઆત.


મૈત્રકનો ઉદભવ



→ સ્થાપક : ભટ્ટાર્ક

→ પાટનગર : વલભી

→ તેના રાજાઓ વલભીપતિ તરીકે ઓળખાતા હતા.

→ ભટ્ટાર્ક એટલે ભટો (સૈનિકો)માં અર્ક (સૂર્ય).

→ પાશુપત સંપ્રદાયના સ્થાપક લકુલિશના એક પટ્ટશિષ્યનું નામ મિત્ર હતું. તેના અનુગામીઓ “મૈત્રય” કહેવાતા માટે એવું સંભાવ છે કે વલભીના મૈત્રકોએ મિત્રના વંશજો હોય.






→ મૈત્રક કાળ દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં અનેક રાજકુળોની સત્તા પ્રવર્તતી પરંતુ તેઓમાં કોઈ પણ એટલું પ્રબળ કે પ્રભવશાળી ન હતું કે આ કાળને એના નામથી ઓળખી શકાય.

→ મૈત્રક કાળ દરમિયાન ગુજરાતે ભલે સોલંકી કાળના જેવી અને જેટલી સિદ્ધિ હાંસલ ના કરી, પરંતુ અગાઉના કાળની અપેક્ષાએ સ્વશાસનનાં પગરણ કર્યા એ એની અપૂર્વ સિદ્ધિ ગણાય.

→ અગાઉના દીર્ધ કાળખંડ દરમિયાન ગુજરાતનાં પ્રદેશનું રાજકીય કેન્દ્ર હતું. – ગિરિનગર, જ્યારે મૈત્રકકાળમાં તેનું સ્થાન વલભીએ લીધું.










વલભી



→ વલભી એ સૌરાષ્ટ્રના સમુદ્રતટ પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ નગરી હતી. ત્યાંથી હાથબ તેમજ ખંભાતના અખાતને સામે કિનારે આવેલું ભરૂકચ્છ દરિયાઈ માર્ગે નજીક પડતું હતું.

→ સંસ્કૃતમાં એને “વલભી” અને પ્રાકૃતમાં એને “વલહી” કહેતા.

→ વલભી શબ્દનો અર્થ છાપરું એવો થાય છે.

→ બ્રિટિશ કાળમાં એ “વળા” તરીકે પણ ઓળખાતું.

→ જે તે સમયે સૌરાષ્ટ્રની પ્રાચીન નગરી એન પાટનગર બન્યું જેનો ઉલ્લેખ “પાણીની”એ પણ કર્યો છે.

→ ઈ.સ. 1945માં “વળા” ને બદલે તેનું પ્રાચીન નામ “વલ્લભીપુર” રાખી દેવામાં આવ્યું.

→ હાલ તે ભાવનગર જીલ્લામાં આવેલું છે અને તેની પાસે થઈને ઘેલો નદી વહે છે.

→ જૈન અનુશ્રુતિ અનુસાર વિક્રમ સંવતની બીજી સદીમાં વલભીમાં શ્વેતાંબર સંપ્રદાય ઉદભવ્યો હોવાનું જણાવે છે.







  1. મૈત્રક વંશનો સ્થાપક : સેનાપતિ ભટ્ટાર્ક
  2. ધરસેન – 1લો (ઈ.સ. 480 - ઈ.સ. 500)
  3. દ્રોણસિંહ (ઈ.સ. 500 - ઈ.સ. 520)
  4. ધ્રુવસેન -1લો (ઈ.સ. 520 - ઈ.સ. 550)
  5. ધરપટ્ટ (ઈ.સ. 550 - ઈ.સ. 555)
  6. ગૃહસેન (ઈ.સ. 555 - ઈ.સ. 570)
  7. ધરસેન -2જો (ઈ.સ. 570 - ઈ.સ. 595)
  8. શિલાદિત્ય -1લો (ઈ.સ. 595 - ઈ.સ. 615)
  9. ખરગ્રહ - 1લો (ઈ.સ. 615 - ઈ.સ. 620)
  10. ધરસેન -3જો (ઈ.સ. 620 - ઈ.સ. 625)
  11. ધ્રુવસેન -2જો (ઈ.સ. 626 - ઈ.સ. 643)
  12. ધરસેન -4થો ( ઈ.સ. 643 - ઈ.સ. 650)
  13. ધ્રુવસેન -3જો (ઈ.સ. 650 - ઈ.સ. 655)
  14. ખરગ્રહ -2જો (ઈ.સ. 655 - ઈ.સ. 658)
  15. શિલાદિત્ય -2જો (ઈ.સ. 658 - ઈ.સ. 660)
  16. શિલાદિત્ય -3જો (ઈ.સ. 660 - ઈ.સ. 685)
  17. શિલાદિત્ય – 4થો (ઈ.સ. 685 - ઈ.સ. 710)
  18. શિલાદિત્ય -5મો (ઈ.સ. 710 - ઈ.સ. 735)
  19. શિલાદિત્ય -6ઠ્ઠો (ઈ.સ. 735 - ઈ.સ. 760)
  20. શિલાદિત્ય – 7મો

વધુ માહિતી માટે તેની ઉપર ક્લિક કરો.










Post a Comment

0 Comments