FSSAI : Food Safety and Standards Authority of India
FSSAI : Food Safety and Standards Authority of India
→ FSSAI નું પુરૂ નામ : Food Safety and Standards Authority of India
→ કાર્ય : દેશમાં લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાધ પદાર્થોનું નિરીક્ષ્ણ અને નિયમન કરવાનું છે.
→ મુખ્યાલય : ન્યુ દિલ્હી
→ ક્ષેત્રિય કાર્યાલય ગુવાહાટી,મુંબઈ, કલકત્તા, કોચીન અને ચેન્નઈમાં આવેલી છે.
→ આ એક વૈધાનિક સંસ્થા છે.
→ FSSAIની સ્થપના Food Safety and Standards Act, 2006 અંતર્ગત કરવામાં આવી છે. જે ભારતમાં ખાદ્ય સુરક્ષા અને નિયમન સંબંધિત એકીકૃત કાયદો છે.
→ આ સંસ્થા કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
→ તેના અધ્યક્ષ ની નિમણૂક કેન્દ્ર સરકાર ધ્વારા કરવામાં આવે છે.
→ FSSAI ખાદ્ય સુરક્ષાના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે.
→ તેનો ઉદ્દેશ માનવ માટે પૌષ્ટિક ભોજનના ઉત્પાદનના વિતરણ, વેચાણ, આયાત, સંગ્રહની સુરક્ષા પૂરી પાડવી. જે પ્રત્યેક રાજ્ય, જિલ્લાઓ, ગ્રામપંચાયતોને ખાદ્ય પદાર્થના વેચાણ તથા ઉત્પાદનના નિશ્ચિત માપદંડો જાળવવા મદદરૂપ થાય છે તથા છૂટક અને જગ્યાબંધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા તથા ભેળસેળની ચકાસણી કરે છે.
0 Comments