ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગ
- હાથફેરો કરવો → ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
- ખાતર પાડવું → ચોરી કરવી
- સોપો પડી જવો → શાંતિ છવાઈ જવી
- છોભીલું પડવું → શરમ, સંકોચ થવો
- હવાઈ કિલ્લા બાંધવા → મોટી-મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
- જાગ્યા ત્યાંથી સવાર → નવેસરથી પ્રારંભ
- ગઈ ગુજરી ભૂલી જવી → ભૂતકાળ ભૂલી જવો
- લોહી ઊકળી ઊઠવું → ગુસ્સે થવું
- પગ મણમણના થઈ જવા → મન ખિન્ન થઈ જવું
- ભાંજગડ ચાલવી → મનોમંથન અનુભવવું
- થોથવાઈ જવું → ભાવાવેશમાં બોલી ન શકવું
- ગળગળા થઈ જવું → રડમસ થઈ જવું
- પી જવું ન → ગાંઠવું, સહન કરી જવું
- મોહી જવું → આસક્ત થવું
- તુંબડીમાં કાંકરા હોવા → કશી જ સમજ ન પડવી
- માલ ન હોવો → વજૂદ વિનાનું હોવું
- છેડો વાળવો → મૃત્યુ પછી રડવું
- બે પાંદડે થવું → ધનવાન થવું
- ઠરીઠામ થઈ જવું → ગોઠવાઈ જવું
- લોહી ઉકાળા કરવા → જીવ બાળવો
- પોરસાવવું → વખાણ કરવાં, પ્રોત્સાહિત કરવા
- નાક કપાવું → આબરૂ જવી
- આંખ લાલ થવી → ગુસ્સો ચડવો
- પેંગડામાં પગ ઘાલવો → બરાબરી કરવી
- બત્તી ન ફાટવી → જીભ ન ઉપડવી
- નામ કાઢવું → આબરૂ મેળવવી
- પેટનું પાણી ન હાલવું → નચિંત રહેવું
- કેફના કસુંબાને ઘોળવા → આનંદમાં રહેવું, તલ્લીન રહેવું
- ગાંડાં કાઢવાં → ગાંડાંની માફક વર્તવું
- ધતિંગ કરવાં → ઢોંગ કે બનાવટ કરવાં
- તાગડધિન્ના કરવા → મોજમજા ઉડાવવી
- હસતે મોઢે → સહર્ષ સ્વીકાર
- ઠેકાણે પડવું → ધંધે વળગવું
- ભૂત ભરાવું → ધૂંધવાઈને બેસવું / વાકું પડવું
- જીવ બળવો → કોઈનું દુઃખ જોઈને દયા આવવી
- મોઢું તોડી લેવું → ધમકાવીને ચૂપ કરી દેવું
- ટેકો કરવો → મદદરૂપ થવું
0 Comments