→ જુદા જુદા વિસ્તારોમાંથી નદીના પ્રવાહો સાથે ઘસડાઈ આવેલા વિવિધ પ્રકારના ખનિજકણોની નિક્ષેપક્રિયાથી કાંપની જમીન (Alluvial Soils) પ્રકારની જમીન તૈયાર થાય છે.
→ આ જમીનું તળ ખુબ જ ઊંડું હોય છે.
→ નિતાર ઘણો સારો રહે છે અને ફળદ્રુપતાની દ્રષ્ટીએ એ સાધારણ હોય છે.
→ આ જમીનનો રંગ ઝાંખો ગૌર એટલે રતાશપડતો હોય છે.
→ દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારા ઉપર હજારો માઈલની સાંકડી પટ્ટી રૂપે આ જમીન આવેલી છે.
→ આ જમીન ગુજરાતમાં ખેડા,બનાસકાંઠા,સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલી છે.
→ આ જમીનો રંગ ફિક્કાશ પડતા ભૂખરાથી માંડી, પીળો ભૂખરો અને ઘટ્ટ પણ જોવા મળે છે.
→ આ જમીન ચીકણી નથી. ભેજ્સંગ્રહશક્તિ ખુબ જ ઓછી અને કલેનું પ્રમાણ 5 થી ૧૦% જેટલું હોય છે. આ જમીન અર્ધ\સુકા વિસ્તારમાં આવેલી હોય છે.
→ આ જમીનમાં જડી રેતીનું પ્રમાણ વધારે હોય છે.
→ સામાન્ય રીતે આવી જમીન નદીઓએ બનાવેલા મેદાન અને નદીઓના બેસિન વિસ્તારોમાં હોય છે. આ ઉપરાંત નદીઓના ડેલ્ટા વિસ્તારોમાં પણ મળી આવે છે. આ અક્ષેત્રિય અથવા સ્થળાંતરીત પ્રકારની જમીન છે.
→ સામાન્ય રીતે જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તેમજ જસત અને લોહની ઉણપ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જાળવવા અને ભેજ્સંગ્રહશક્તિ વધ્રારવા તથા બંધો જાળવી રાખવા સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ વધારે કરવો જોઈએ.
→ સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રનાં વિશાળ મેદાનો તેમજ ગુજરાતની નદીઓના વિસ્તારો કાંપની જમીનનાં ઉત્તમ ઉદાહરણો છે.
→ ભારતમાં બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, આંધ્રપ્રદેશ, તમિલનાડું અને ગુજરાતમાં આ પ્રકારની જમીન આવેલી છે.
→ ગુજરાતના 50% કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે.
→મુખ્યત્વે કાંપની જમીન એ નદીઓના પાણી સાથે આવતા કાદવ – કીચડ, રેતી, ખડકોના નિક્ષેપણથી બને છે.
સામાન્ય રીતે કાંપની જમીનના બે પેટ-પ્રકાર
નદીના કાંપની જમીન
→ આ પ્રકારની જમીનમાં ભાઠાની , ગોરાટ, ગોરડું અને બેસર જમીનનો સમાવેશ થાય છે.
કિનારાની અને મુખત્રિકોણ પ્રદેશ કાંપની જમીન
→ તળગુજરાતનાં મેદાની પ્રદેશમાં આ પ્રકારની જમીન વધુ જોવા મળે છે.
→ આ પ્રકારની જમીનમાં જૂના કાંપની જમીન અને નવા કાંપની જમીનનો સમાવેશ થાય છે.
→કાંપની જમીનમાં ફૉસ્ફરસ નું પ્રમાણ વધારે હોવાથી જમીન આલ્કલીવાળી બને છે તથા આ જમીનમાં ચુનાનું પ્રમાણ ઓછું હોય છે.
→ ઉદભવકાળની દ્રષ્ટિએ કાંપની જમીનના મુખ્ય બે પ્રકાર છે.
જૂનાં કાંપની જમીન અથવા ગોરાટ જમીન
ભાઠાની જમીન અથવા નવા કાંપની જમીન
→ આ પ્રકારની જમીનમાં ડાંગર, ઘઉં, શેરડી, શણ અને કેળાનો પાક વધુ લેવાય છે.
બેસરની જમીન
→ આ પ્રકારની જમીન છિદ્રાળુ, ઓછી ફળદ્રુપ અને રેતાળ હોય છે.
→ આણંદ અને ખેડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
→ આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન “બેસરની જમીન” તરીકે ઓળખાય છે.
→ આ પ્રકારની જમીનમાં ભેજનો સંગ્રહ ઓછો થાય છે.
→ આ પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઓછું હોય છે.
→ આ પ્રકારની જમીનમાં તમાકુનો પાક લેવાય છે.
→ ખેડા અને આણંદ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
જૂનાં કાંપની જમીન / બાંગર
→ ફોસ્ફરિક એસિડ, ચૂનો, સેન્દ્રિય તત્વ નું પ્રમાણ 4 થી 5% હોય છે.
→ આ જમીનનો રંગ ઘાટો ભૂખરો છે.
→ ભરૂચ, જંબુસર, ખેડા, મહી, સાબરમતી વચ્ચે વડોદરા, ડભોઇ, સુરતમાં જોવા મળે છે.
→ આ જમીનમાં નિયમિત રીતે ખાતરની જરૂર પડે છે.
→ આ જમીનમાં ચૂનાની નાની કાંકરીઓ જોવા મળે છે.
→ આ જમીનમાં ક્ષારના કારણે રેહ જોવા મળે છે.
→ રેહ : જળસ્તર ઊંચા આવવાથી જમીનમાં રહેલ ક્ષાર તથા ક્ષારોની સપાટી જમીન ઉપર આવી જાય છે.
ગોરાડુ જમીન
→ આ પ્રકારની જમીનનું પડ ઘણી ઊંડાઈ સુધી વિસ્તરેલું હોય છે.
→ તે સૂક્ષ્મદાણાદાર, બારીક તથા સહેજ પીળાશ પડતા રંગવાળી હોય છે.
→ તેનો પીળો રંગ તેમાં રહેલા લોહદ્રવ્યને કારણે હોય છે; સ્થાનભેદે તે રાખોડી કે કથ્થાઈ રંગવાળી પણ હોઈ શકે છે. તેમાં રેતીનું/માટીનું પ્રમાણ વધુ હોય ત્યારે તેને રેતાળ ગોરાડુ/માટીવાળી ગોરાડુ જમીન કહે છે.
→ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં પ્રદેશમાં આવેલ રેતાળ કાંપની જમીનને “ગોરાડુ જમીન” કહેવાય છે.
→ મહી, સરસ્વતી વચ્ચેના પ્રદેશોમાં ગોરડું જમીન વધુ જોવા મળે છે. જેમાં ખેડા , સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, આણંદ, વડોદરા, મહેસાણા, અરવલ્લીનો સમાવેશ થાય છે.
→ ગોરાડું જમીનમાં નાઇટ્રોજન, ચૂનો, ફૉસ્ફરસ- મધ્યમ, પોટાશ, માટી -10% થી ઓછી, રેતી – 80% કરતાં વધુ હોય છે.
→ મધ્ય ગુજરાતનાં પ્રદેશો ગુજરાતનાં બગીચા તરીકે ઓળખાય છે.
→ ઘઉં અને ડાંગર માટે કાંપની જમીન / ગોરાડુ જમીન વઘુ અનુકૂળ હોય છે.
→ પાક : ઘઉં, ડાંગર, તમાકુ, કેળાં, પપૈયાં
નવા કાંપની જમીન
→ આ જમીન નદીના પુરના વિસ્તારમાં જોવા મળે છે.
→ અહી પૂરના કારણે દર વર્ષે જમીનનું સ્તર બને છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
→ આ જમીન રવી પાક માટે ઉપયોગી છે.
→ આ જમીનમાં ચીકાશનું પ્રમાણ વધુ જોવા મળે છે.
→ નદીમાં આવેલા ટાપુમાં જોવા મળે છે.
→ રેતી – 45%, માટી - 17%, સેન્દ્રિય તત્વ – 5- 6% જેટલું પ્રમાણ આ પ્રકારની જમીનમાં હોય છે.
→ આ જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે.
ભાઠાની જમીન
→ આ જમીનને નવા કાંપની જમીન કહે છે.
→ તેમાં રેતીનું પ્રમાણ 45% અને માટીનું પ્રમાણ 17% હોય છે.
→ આ જમીન વધારે ફળદ્રુપ હોય છે.
→ આ જમીન સાબરકાંઠા, નર્મદા, તાપી વગેરે જીલ્લામાં જોવા મળે છે.
→ આ જમીનમાં તરબૂચ અને શાકભાજી જેવા પાક લેવાય છે.
→ આ જમીનમાં નાઇટ્રોજન અને ફોસફરસનું પ્રમાણ વધુ હોય છે.
0 Comments