→ સંશોધન કેન્દ્ર : મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ (સૌરાષ્ટ્ર ઝોનમાં જુનાગઢ)
→ વાવેતર સમય: ચોમાસા માટે જુન - જુલાઈ, શિયાળા માટે ઓકટોબર અને ઉનાળા માટે જાન્યુઆરી-ફેબુઆરી
→ જમીનની અનુકૂળતા : સારી નિતારશક્તિવાળી, ગોરાડુથી મધ્યમ કાળી, ભાઠાની જમીન અનુકૂળ આવે છે.
→ આબોહવાકીય પરિસ્થિતી : વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને સૂકું જ્યારે ફૂલ-ફળ આવવાના સમયે ઠંડું અને સૂકું હવામાન માફક આવે છે.
→ વિશેષતા : મરચાં રક્તવૃદ્ધિ, કૃમિનાશક, દાહ કરનાર, કફ, આમ, શૂળનો નાશ કરે છે. ભોજનને રૂચિકર બનાવે છે.
→ વિટામિન એ, સી નું પ્રમાણ ઘણું છે.
→ મરચાનું સૌથી વધુ ઉત્પાદન ચીન દેશમાં થાય છે.
→ બીજ દર: 750 ગ્રામ હેક્ટર (58 હજાર છોડ)
→ વાવણી : ઘરુઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે.
→ ફેરરોપણી અંતર : 60x60 સે.મી.
→ ખાતર વ્યવસ્થાપન : નાઈટ્રોજન - ફોસ્ફરસ- પોટેશિયમ : 100-50-50 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરના દર મુજબ આપવું.
→ રાસાયણિક ખાતર :
૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના ૫૦ થી ૫૫ દિવસે આ૫વું.
→ દેશી ખાતર:
ર૦ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.:
મરચીની સુધારેલી જાતો
→ એસ-49 (મરચાં આછા પોપટી રંગના, લાંબા મધ્યમ જાડાઈ આ મરચાની ટોચ ગોળાકાર હોય છે.)
→ જવાલા (મરચાં મધ્યમ પાતળા અને કરચલીવાળા હોય, મરચાની તીખાસ વધારે હોય છે)
→ ગુજરાત મરચી -1 (આ જાત લાલ મરચું પાવડર બનાવવાં માટે સારી હોય છે.મરચાં લાંબા, જાડા ટોચથી અણીદાર હોય છે)
→ ગુજરાત મરચી - 2 (આ જાત કોકડવાના રોગ અને ઊધઈના ઉપદ્રવ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.)
→ જુનાગઢ ધોલેર (મરચાં જાડા, દળદાર અને ઓછા તીખાશ વાળા હોય છે.
→ આ ઉપરાંત રોયલ સ્પૂસ, કેલિફોર્નિયા વન્ડર, પીકડોર વગેરે ઓછી તીખાશવાળી જાતો છે.
0 Comments