Ad Code

Waqf | વકફ


Waqf

→ વકફ કોઈ પણ ચલ કે અચલ સંપત્તિ હોઈ શકે છે, જેને ઈસ્લામમાં માનતા કોઈ પણ વ્યક્તિ ધાર્મિક કાર્યો માટે દાનમાં આપી શકે છે.

→ દાન થયેલી આ સંપત્તિના કોઈ માલિક નથી હોતા. દાનમાં મળેલી સંપત્તિના માલિક અલ્લાહને માનવામાં આવે છે. પરંતુ, તેને સંચાલિત કરવા માટે કેટલીક સંસ્થા બનાવવામાં આવી છે.

→ વક્ક કઈ રીતે કરી શકાય? વકફ કરવા માટે અલગ અલગ રીત હોઈ શકે છે. જેવી કે, જો કોઈ વ્યક્તિ પાસે એકથી વધારે મકાન હોય અને તે તેમાંથી એકને વકફ કરવા માગે તો તે પોતાની વિસયતમાં એક મકાનને વકફ માટે દાન કરવા વિશે લખી શકે છે. એ સ્થિતિમાં સંબંધિત વ્યક્તિના મૃત્યુ પછી તેમનો પરિવાર એ મકાનનો ઉપયોગ નહીં કરી શકે. તેનો વકફની સંપત્તિનું સંચાલન કરનારી સંસ્થા પછી સામાજિક કાર્યમાં ઉપયોગ કરશે.

→ આ જ રીતે શેરથી માંડી ઘર, પુસ્તકથી લઈને રોકડ સુધીની વસ્તુઓ વકફ કરી શકાય છે.

→ કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ, જે ૧૮ વર્ષથી મોટી ઉંમરની હોય તે,પોતાના નામની કોઈ પણ સંપત્તિને વક્ફ કરી શકે છે. વકફ કરવામાં આવેલી સંપત્તિ પર તેના પરિવાર કે બીજા કોઈ વ્યક્તિ દાવો નથી કરી શકતા.


શું બધા ઇસ્લામિક દેશોમાં વક્ફ સંપત્તિઓ છે?

→ ના, બધા ઇસ્લામિક દેશોમાં વક્ક સંપત્તિઓ નથી.

→ તુર્કિયે, લિબિયા, ઇજિપ્ત, સુદાન, લેબનન, સિરિયા, જોર્ડન, ટ્યુનિશિયા અને ઇરાક જેવા ઇસ્લામિક દેશોમાં વક્ફ નથી.

→ જોકે, ભારતમાં, વકફ બોર્ડ સૌથી મોટું શહેરી જમીનમાલિક જ નહીં, જોકે, તેની પાસે કાયદેસર તેની સુરક્ષા કરનારો એક અધિનિયમ પણ છે.


ભારતમાં વકફ ની શરૂઆત ક્યાંથી થઈ?

→ ભારતમાં વક્ફનો ઇતિહાસ દિલ્હી સલ્તનતના શરૂઆતની સમય સાથે જોડાયેલો છે. ત્યારે સુલ્તાન મુઇઝુદ્દીન સેમ ગૌરે મુલ્તાનની જામા મસ્જિદ માટે બે ગામ સમર્પિત કર્યા અને તેનો વહીવટ શેખુલ ઇસ્લામને સોંપી દીધો. જેમ જેમ દિલ્હી સલ્તનત અને પછી ઇસ્લામી રાજવંશ ભારતમાં વધ્યા-વિકસ્યા, ભારતમાં વક્ સંપત્તિઓની સંખ્યા વધતી ગઈ.

→ ૧૯મી સદીના અંતમાં ભારતમાં વકફને ખતમ કરવાની બાબત ત્યારે ઊભી કરવામાં આવી જ્યારે બ્રિટિશ રાજના સમયમાં વક્ફ સંપત્તિ બાબતનો એક વિવાદ લંડનની પ્રિવી કાઉન્સિલમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી કરનારા ચાર બ્રિટિશ જજોએ વકફને સૌથી ખરાબ અને ઘાતક વ્યવસ્થા ગણાવી અને વકફ્ને અમાન્ય જાહેર કરી દીધું. જોકે, ચારેય જજોના ચુકાદાને ભારતમાં સ્વીકારવામાં ન આવ્યો.

→ ૧૯૧૩ની મુસલમાન વક્ફ માન્યતા અધિનિયમે ભારતમાં વકફ સંસ્થાને બચાવી લીધી. ત્યારથી વક્ફ પર અંકુશ રાખવાનો કશો પ્રયાસ કરવામાં નથી આવ્યો.


વકફની સંપત્તિનું સંચાલન કરનારને શું કહેવાય છે?

→ વકફની સંપત્તિનું સંચાલન કરવા માટે વક્ફ બોર્ડ હોય છે.

→ તે સ્થાનિક અને રાજ્ય સ્તરે બનેલાં હોય છે.

→ ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં અલગ અલગ શિયા અને સુન્ની વકફ બોર્ડ પણ છે.

→ રાજ્ય સ્તરે બનેલાં વફ્ફ બોર્ડ આ વકફ સંપત્તિનું ધ્યાન રાખે છે.

→ સંપત્તિઓની જાળવણી, તેમાંથી મળતી આવક, વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે.

→ કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ રાજ્યોનાં વકફ બોર્ડને દિશાનિર્દેશ આપવાનું કાર્ય કરે છે.

→ દેશભરમાં બનેલાં કબ્રસ્તાન વક્ફ જમીનનો ભાગ હોય છે. દેશમાં બધાં કબ્રસ્તાનની દેખરેખ વક્ફ જ કરે છે.

→ આખા દેશમાં લગભગ ૩૦ સ્થાપિત સંગઠન છે, જે તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ સંપત્તિઓનું વ્યવસ્થાપન કરે છે. આ સંગઠનોને જ વકફ બોર્ડના નામે ઓળખવામાં આવે છે.

→ ભારતમાં ૩૦ વકફ બોર્ડ છે, જેમાંથી મોટા ભાગનાંનાં મુખ્ય કાર્યાલય રાજ્યોના પાટનગરમાં છે.

→ બધાં વકફ બોર્ડ વકફ અધિનિયમ ૧૯૯૫ હેઠળ કામ કરે છે.

→ ભારતીય વકફ પરિસંપત્તિ વ્યવસ્થાપન પદ્ધતિ અનુસાર, વકફ બોર્ડ મુસલમાનોના ધાર્મિક, સામાજિક અને આર્થિક જીવન સાથે જોડાયેલાં છે. તેઓ કેવળ મસ્જિદો, દરગાહો, કબ્રસ્તાનોને જ મદદ કરે છે એવું નથી, બલકે તેમાંથી ઘણી સ્કૂલ, કોલજ, હોસ્પિટલ, ડિસ્પેન્સરી અને ધરમશાળાઓને પણ સહાય કરે છે, જે સામાજિક કલ્યાણ માટે બનેલી છે.


વકફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?

→ ભારતીય વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ (વામસી) અનુસાર દેશમાં કુલ ૩,૫૬,૦૪૭વફ સંપત્તિ છે

→ . તેમાં અચલ સંપત્તિઓની કુલ સંખ્યા ૮,૭૨,૩૨૪ અને ચલ સંપત્તિઓની કુલ સંખ્યા ૧૬,૭૧૩ છે.

→ ડિજિટલ રેકોર્ડ્સની સંખ્યા ૩,૨૯,૯૯૫ છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments