મૂળ કિંમત / ખરીદ કિંમત ( Original Price or Purchase Price):
→ વસ્તુ ખરીદતા આપવી પડતી રકમને ખરીદકિંમત કે મૂળ કિંમત કહેવામા આવે છે.
→ ટૂંકમાં તેને, મૂકિં કે ખકિં કહે છે.
પડતર કિંમત (Cost Price) :
→ કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે તો તે વસ્તુની પડતર કિંમત મળે છે.
→ જો કોઈ ખર્ચ થયો ન હોય, તો વસ્તુની મૂળ કિંમત એ જ તેની પડતર કિંમત થાય.
→ ટૂંકમાં તેને, પકિં કહે છે.
→ સૂત્ર : પડતર કિંમત = મૂળકિંમત + ખરાજાત (ખર્ચ)
→ ખરાજાત : વસ્તુની મૂળકિંમત કરતાં તેની પાછળ થયેલ ખર્ચને ખરાજાત કહેવામાં આવે છે.
વેચાણ કિંમત (Selling Price) :
→ કોઈ પણ વસ્તુ ને વેચતા મળતી રકમને તે વસ્તુ ની વેચાણ કિંમત કહેવામા આવે છે.
→ ટૂકમાં તેને, વેકિં કહે છે.
નફો (Profit) :
→ મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો તેને નફો ગણાય.
→ સૂત્ર :
→ નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત
→ નફો = વેચાણ કિંમત - પડતર કિંમત
ખોટ (Loss) :
→ મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો તેને ખોટ કહેવાય.
→સૂત્ર :
→ ખોટ = મૂળકિંમત- વેચાણ કિંમત
→ ખોટ = પડતર કિંમત - વેચાણ કિંમત
છાપેલી કિંમત :
→ કોઈ પણ વસ્તુ પર જે કિંમત છાપેલી હોય તેને છાપેલી કિંમત કહે છે.
નફો અથવા ખોટ હંમેશા પડતર કિંમતને આધારિત હોય છે.
પડતર કિંમત કરતાં જે વધારે મળે તે નફો તથા પડતર કિંમત કરતાં જે ઓછું મળે તેને ખોટ કહેવાય.
અગત્યના સૂત્રો :
→ વેચાણ કિંમત શોધવા માટેના સૂત્રો
→ વેચાણ કિંમત = મૂળ કિંમત + નફો
→ વેચાણ કિંમત = પડતર કિંમત + નફો
→ વેચાણ કિંમત = મૂળ કિંમત - ખોટ
→ વેચાણ કિંમત = પડતર કિંમત - ખોટ
મૂળ કિંમત શોધવા માટેના સૂત્રો
મૂળ કિંમત = વેચાણ કિંમત - નફો મૂળ કિંમત = વેચાણ કિંમત + ખોટ
0 Comments