Ad Code

Simple Interest | સાદું વ્યાજ


વ્યાજ (Interest)


→ મુદ્દતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે.
→ સંકેતમાં : "I" વડે દર્શાવવામાં આવે છે.



સાદું વ્યાજ (Simple Interest)


→ કોઈ રકમ ઉપર વર્ષો સુધી એક સરખું જ વ્યાજ મળે તેને સાદું વ્યાજ કહે છે.
→ સાદું વ્યાજ શોધવાના સૂત્રમાં મુદત હંમેશા વર્ષમાં લેવામાં આવે.


  • સાદું વ્યાજ શોધવાનું સૂત્ર :
  • I = {PRN} / {100}

    જ્યાં ,
    P = મુદ્દલ
    R = વ્યાજનો દર
    N = મુદ્દત
    I = વ્યાજ



    મુદ્દલ (Principal)


    → વ્યાજે મૂકવામાં કે લેવામાં આવતી રકમને મુદ્દલ કહે છે.
    → સંકેતમાં : "P" વડે દર્શાવવામાં આવે છે.
    → સૂત્ર :
    P = {100*I} / {R * N}







    વ્યાજનો દર (Rate of Interest)


    → મુદ્દતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે.
    → સંકેતમાં :"R" વડે દર્શાવવામાં આવે છે.
    → વ્યાજનો દર હંમેશા % માં દર્શાવવામાં આવે છે. → સૂત્ર :
    R = {100 * I} / {P * N}



    મુદ્દત (Term/ Period)


    → જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવા કે લેવામાં આવે તે સમયગાળાને મુદ્દત કહે છે.
    → સંકેતમાં : "N" કે "T" વડે દર્શાવવામાં આવે છે.
    → મુદ્દત વર્ષ, મહિનામાં કે દિવસોમાં દર્શાવવામાં આવે છે.
    → જો મુદત માસમાં આપેલ હોય તો N = (આપેલ માસ )/ 12
    → જો મુદત દિવસમાં માં આપેલ હોય તો N = (આપેલ દિવસ)/365
    → સૂત્ર :
    N = {100 * I} / {R * P}



    વ્યાજમુદ્દલ (Amount)


    → મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજમુદ્દલ અથવા રાશ કહેવામા આવે છે.
    → સંકેતમાં : "A" વડે દર્શાવવામાં આવે છે.
    → સૂત્ર :
    `A = P + I`





    Also Read
    1. મધ્યક, મધ્યસ્થ અને બહુલક
    2. અવિભાજ્ય સંખ્યા
    3. સૂત્રો : ઘનફળ અને સપાટીનો વિસ્તાર
    4. સમય અને કામ
    5. સાદું વ્યાજ
    6. નફો અને ખોટ
    7. બીજગણિતના સૂત્રો
    8. એકની પાછળ શૂન્યનું મહત્વ

    Post a Comment

    0 Comments