કચ્છ નું નદીતંત્ર - શુષ્ક નદીતંત્ર
→ કચ્છ માં નાની મોટી મળીને લગભગ ૯૭ જેટલી નદીઓ આવેલી છે.
→ અહીં એકપણ એવી નદી નથી કે જેની લંબાઈ ૮૦ કિલોમીટર થી વધારે હોય.
→ કચ્છ ની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે.
→ કચ્છની નદીઓનું વહેણ : કચ્છ ની નદીઓ મઘ્યની ડુંગરધારોમાંથી નીકળી ઉત્તર - દક્ષિણતરફ વહે છે.
→ કચ્છના નદિતંત્ર ને બે ભાગમાં વહેંચી શકાય છે:
૧. ઉત્તરવાહિની નદીઓ
૨. દક્ષિણ વાહિની નદીઓ
ઉત્તરવાહિની નદીઓ
→ આ મધ્ય ડુંગરમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.
→ જેમ કે કાળી ઘૂરૂડ, સુવી, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.
દક્ષિણવાહિની નદીઓ
→ આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબસાગર કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.
→ જેમકે નાગમતી,નૈયારા, કનકાવતી, રુક્માવતી, ભૂખી, મિતિ, સકરા, વગેરે.
કચ્છની નદીઓ પર આવેલા બંધ :
વધુ વાંચવા અહિયાં ક્લિક કરો
0 Comments