Ad Code

Advocate General of State | રાજયનો એડવોકેટ જનરલ


અનુચ્છેદ 165:
→ દરેક રાજયના રાજયપાલ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને રાજયનો એડવોકેટ જનરલ (રાજયનો મહાધિવકતા) તરીકે નિમણૂક કરશે.


નિમણૂક :
→ રાજ્યપાલ દ્વારા મંત્રીપરિષદની સલાહથી કરવામાં આવે છે.


યોગ્યતા :
→ ભારતનો નાગરિક હોવો જોઈએ
→ ઉચ્ચન્યાયાલયનો ન્યાયાધીશ બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ.
→ 10 વર્ષ સુધી ન્યાયિક અધિકારી અથવા ઉચ્ચન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ.

WebPage : General Knowledge
Facebook Page

કાર્યકાળ:
→ કોઈ નિશ્વિત કાર્યકાળ નથી.
→એડવોકેટ જનરલ રાજયપાલની મરજી હોય ત્યાં સુધી તે પોતાના હોદ્દા ઉપર રહે છે.
→ મોટાભાગે મંત્રીપરિષદ રાજીનામું આપે ત્યારે એડવોકેટ જનરલ પણ રાજીનામું આપી દે છે.


મહેનતાણું :
→ બંધારણમાં એડવોકેટ જનરલના પગાર-ભથ્થા અંગે કોઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી.
→એડવોકેટ જનરલનું મહેનતાણું રાજયપાલ દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવે છે.


કાર્ય અને શક્તિઓ :
→રાજયનો મુખ્ય કાયદા અધિકારી છે.
→ રાષ્ટ્રપતિ અને રાજયપાલ દ્વારા સોપવામાં આવેલા વિષયો પર રાજય સરકારને સલાહ આપે છે.
→રાજય સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું તથા પોતાની સરકાર તરફથી વખતોવખત સોપવામાં આવતી કાયદાકીય બાબતોમાં ફરજ બજવવાની હોય છે.

WebPage: General Knowledge
Facebook Page

વિશેષાધિકાર :

અનુચ્છેદ :177
→ રાજયની વિધાનસભા અને વિધાનપરિષદ બંનેમાં બોલવાનો અને તેમની કાર્યવાહીમાં બોલવાનો અધિકાર છે. પણ મતદાન કરવાનો અધિકાર નથી.
→ તેને રાજયના વિધાનસભ્યને પ્રાપ્ત બધા જ વિશેષાધિકારો પ્રાપ્ત છે.


Post a Comment

0 Comments