→ 13 જાન્યુઆરી, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' ની શરૂઆત કરી હતી.
→ આ યોજનાનું કેન્દ્રબિંદુ 'એક રાષ્ટ્ર-એક યોજના' સાથે જોડાયેલું છે.
→ આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે.
→ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ખરીફ પાક (ચોખા, મકાઈ, જુવાર, બાજરી, શેરડી વગેરે) માટે 2% અને રવી પાક (ઘઉં, જવ, ચણા, રાઈ વગેરે) માટે 1.5% તથા બાગાયતી પાકો માટે 5% પ્રીમિયમની જોગવાઈ કરવામાં આવેલ છે.
→ આ યોજના અંતર્ગત બટાટાના પાકને આવરી લેવામાં આવી છે.
→ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ તેલીબિયાં પાકો, ખાદ્ય પાકો, વાર્ષિક વાણિજિયક બાગાયતી પાકો આવરી લેવામાં આવે છે.
→ આ યોજનામાં કૃષિ પાકના દરેક જોખમ જેમ કે - પાકની વાવણી પૂર્વે, ઊભો પાક તથા પાકની કાપણી પછીના દરેક જોખમો સામેલ છે. જેમાં દુષ્કાળ, પૂર, રોગ, જીવાત, કુદરતી આગ, વીજળીથી થતું નુકસાન, તોફાન, ચક્રવાત, કરા, માવઠું, જમીનનું ધોવાણ, ભૂસ્ખલન વગેરે પરિબળો સામે ખેડૂતને રક્ષણ આપવામાં આવશે.
→ પાક નિષ્ફળ જાય તો પણ પ્રીમિયમ આસાનીથી ભરી શકે તે માટે પ્રીમિયમનો દર નીચો રખાયો છે.
→ કુદરતી આફત દરમિયાન સંરક્ષિત પાક માટે વીમાની રાશિના 25% સુધી અગ્રિમ ચૂકવણી કરવાની રહેશે.
→ આ યોજનામાં વીમા પર કોઈ ચૂકવણીની સીમા (Capping) નહી હોય જેથી ખેડૂતોને સંપૂર્ણ સંરક્ષણ મળી શકે.
→ PMFBYને રાષ્ટ્રીય કૃષિ વીમા સ્કીમ (NAIS)ની જગ્યાએ લાગુ કરવામાં આવી છે.
→ હાલમાં ભારતના કુલ પાક વિસ્તારનો 23% વિસ્તાર વીમા રક્ષણ હેઠળ રહેલો છે. જેમાં વધારો કરીને 50% વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક PMFBY માં રાખવામાં આવ્યો છે.
→ આ યોજના નિર્ધારિત ક્ષેત્ર (એકમ વીમાના ક્ષેત્રો)ના આધાર પર અમલ કરવામાં આવશે.
→ ગ્રામ/ ગ્રામ પંચાયત માટે નિર્ધારિત ક્ષેત્રો મોટા પાકોને તથા ગ્રામ પંચાયતથી ઉપરના સ્તર માટે નાના પાકને નિર્ધારિત ક્ષેત્ર ગણવામાં આવે છે.
→ આ યોજનામાં વીમા રક્ષણના મળતા નાણાં સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે ખાતુ આધાર લિંકથી જોડાયેલું હશે.
→ National Crop Insurance Portal નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ઉપર લાભાર્થી ખેડૂતો ઈન્ટરનેટથી નોંધણી કરાવી શકશે.
→ જો ખેડૂતને વીમા રક્ષણ અરજીના દાવાની ચૂકવણી કટ ઓફ ડેટ (નિર્ધારીત) તારીખથી 10 દિવસમાં નહિ ચૂકવાય તો ત્યાર પછીના સમયગાળા માટે 12% વ્યાજ સાથે ખેડૂતને ચૂકવણી કરવાની રહેશે. આવી જ રીતે રાજ્યએ પોતાના હિસ્સાનું રકમ ઉપર પણ 12% વ્યાજ ચૂકવવાનું રહેશે.
→ વિમાની નોંધણીના પાકનું નામ બદલવા માટેની સમય મર્યાદા વધારવામાં આવશે.
→ કાપણી પછીના 14 દિવસ સુધી નુકસાનના દાવાની નોંધણી કરી શકાશે.
→ વીમાના રજીસ્ટ્રેશન માટેના પ્રિમીયમની ચુકવણીમાં બિનપિયત વિસ્તારમાં 30% મુજબ અને પિયત વિસ્તારમાં 25% મુજબ સબસીડી આપવામાં આવશે. અગાઉ સરકારી સબસીડી પર આવી કોઈ ઉચ્ચ મર્યાદા ન હતી.
→ PMFBYમાં નોંધણી કરાવવી એ ખેડૂત માટે સ્વૈચ્છિક કરવામાં આવી છે. જે અગાઉ બધા ખેડૂતો માટે ફરજિયાત હતું.
→ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધારાના જોખમોને સમાવી લેવાની બાબતે છૂટછાટ આપવામાં આવી છે. જે અગાઉ ફરજિયાત હતી.
→ 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' માં સબસીડીની રકમ રાજ્ય અને કેન્દ્ર સમાન હિસ્સે ચૂકવશે.
→ જેમાં આધુનિક તકનીકોના ઉપયોગને લીધે ઝડપી ચૂકવણી/સમાધાન, કાપણી પછી થતાં નુકસાન તથા આફતો સામેનું રક્ષણ અને ખેડૂતને પૂરેપૂરું વળતર આપવાની બાબતોનો સમાવેશ થાય છે.
PMFBYની મર્યાદાઓ
→ રાજ્ય સરકાર દ્વારા ભરાતા પ્રીમિયમની રકમની ચુકવણીમાં વિલંબ અને નીચો પ્રીમિયમ દર, જંગલી પ્રાણીઓના હુમલા સામે રક્ષણ પાયલોટ આધાર આપવામાં આવે છે તથા વીમા કંપનીઓ દાવાની ચૂકવણીમાં વિલંબ કરે છે.
0 Comments