Ad Code

ધરો /ધ્રોકડ | Bermuda grass | Cynadon dactylon

ધરો /ધ્રોકડ
ધરો /ધ્રોકડ

→ અંગ્રેજી નામ : Bermuda grass

→ વૈજ્ઞાનિક નામ : Cynadon Dactylon

→ સમગ્ર દુનિયામાં ફેલાયેલું બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી પ્રકારનું નીંદણ છે.

→ તેને દરેક પ્રકારની જમીન તેમજ પાક પરિસ્થિતિ માફક આવે છે. કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે.

→ તેના બી ખૂબ જ સૂક્ષ્મ હોય છે. તેમ છતાં પ્રસર્જન માટે બીજ મહત્વનુ નથી.

→ તેનું પ્રસર્જન અને ફેલાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે.

→ બધી જ જગ્યાએ, બધી જ ઋતુઓમાં અને બધા જ પાકોમાં થાય છે.

→ ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે.


નિયંત્રણના ઉપાયો

→ ઉંડી ખેડ કરી ધરોના ટુકડા સૂર્યના તાપમાં બરાબર તપવા દેવા

→ ખ્લીલ થયેલ ગાંઠોને સુકાતાં 7 થી 14 દિવસ લાગે છે, ત્યાર બાદ બીજી ખેદ કરવી, ખેડ કરતાં પહેલા ડાલાપોન, ટીસીએ, ડાયુરોન, ગ્લાયફોસેટ, એમીટ્રોલ-ટી અનેયુરેસિલ જેવી નીંદણનાશક દવાઓથી નિયંત્રણમાં સુધારો થાય છે. આ દવાઓ ધરોની મૂળગાંઠો સુધી પરિવહન થઈ પહોચતી હોવાથી લાંબા સમય સુધી અને સંપૂર્ણપણે નિયંત્રણ થાય છે.

→ ડાયુરોન, ગ્લાયફોસેટ, પેરાક્વોટ જેવા નીંદણનાશકોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો

→ ઉનાળામાં ઉંડી ખેડ કરતા અગાઉ એક અઠવાડિયાના અંતરે પેરાક્વોટના ઓછી માત્રાનો બે વખત છંટકાવ કરવો

→ ધરોથી ઉપદ્રવિત જગ્યા ઉપર અથવા સમગ્ર વિસ્તારમાં ગ્લાયફોસેટ ૧ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો

→ ધરોની 3-4 પાન અવસ્થાએ ગ્લાયફોસેટ દવા 120 મીલી તથા 100 થી 150 ગ્રામ એમોનિયમ સલ્ફેટ કે યુરિયા 10 લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલા ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો.

→ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં પેરા ક્વોટ અને ડાયક્વોટ એકદમ યોગ્ય દવાઓ છે. આ દવાઓ બિનઅવશેષીત છે અને 15 -20 દિવસમાં ધરોને સૂકવી નાખે છે.

→ પાક પદ્ધતિમાં પહોળા અંતરે વવાતાં પાકોનો સમાવેશ કરી વારંવાર આંતરખેડ કરવી.

→ પાક પરિસ્થિતિમાં ધરોના ગુંઠા હોય ત્યાં પાક મુજબ ડાલાપોન, ગ્લાયફોસેટ, એમએસએમએ, ડીએસએમએ, સિથોક્સીડીમ વગેરે દવાઓની માવજત આપવી.

નોંધ : ગ્લાયકોસેટ તથા પેરાક્વોટ જેવી નીંદણનાશકોનો છંટકાવ ધરો સિવાય અન્ય છોડ કે પાક ઉપર પડે નહિ તે રીતે કરવો

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments