Ad Code

ડૉ. આનંદીબાઇ જોષી| Dr. Anandibai Joshi

ડૉ. આનંદીબાઇ જોષી
ડૉ. આનંદીબાઇ જોષી

→ જન્મ : 31 માર્ચ, 1865 (પૂણે, મહારાષ્ટ્ર)

→ અવસાન : 26 ફેબ્રુઆરી, 1887 (પૂણે, મહારાષ્ટ્ર)

→ મૂળ નામ : યમુના

→ પતિ : ગોપાલરાવ


→ ભારતમાં મેડિકલ ક્ષેત્રે પ્રથમ પદવી પ્રાપ્ત કરનાર અને ભારતના પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશી


→ 9 વર્ષની બાળવયે તોફાની, પહેરવા ઓઢવાના શોખીન યમુનાના લગ્ન 25 વર્ષના વિધુર ગોપાલરાવ સાથે થયાં હતાં.

→ તેઓ માત્ર 14 વર્ષની વયે માતા બન્યા હતા, માતા બન્યાના 10માં દિવસે તેમનો પુત્ર મૃત્યુ પામ્યો અને તેમણે સમયે થતાં મોતને નિવારવા ડોક્ટર થવાનું નકકી કર્યું હતું.

→ એકેશ્વરવાદી પતિ ગોપાલરાવે રૂઢિચુસ્ત જમાનાની લેશમાત્ર ચિંતા કર્યા વગર તેઓને પૂરી મોકળાશ આપી દાંપત્ય ધર્મ નિભાવ્યો હતો.

→ પતિ ગોપાલરાવે તેઓને આનંદીબાઇ નામ આપ્યું હતુ. આ દંપતીએ ઐતિહાસિક ભૂમિકા અદા કરી હતી.

→ પતિ ગોપાલરાવે તેઓનું મિશનરી શાળામાં પ્રવેશ કરાવી આગળનો અભ્યાસ શરૂ કરાવ્યો અને ત્યાં જઈને મરાઠી, સંસ્કૃત અને અંગ્રજી બોલતા અને વાંચતાં શીખ્યા, ત્યારબાદ તેઓએ વર્ષ 1883માં અમેરિકાની પેન્સિલ્વેરિયાની વુમન મેડિક્લ કોલેજમાં પ્રવેશ લીધો, તે સમય દરમ્યાન તેઓએ અનેકવાર લિંગ અને જાતિ ભેદો સહન કર્યા હતાં.

→ તેઓએ માત્ર 19 વર્ષની ઉંમરે M.D. ની ડિગ્રી મેળવી ભારત પરત ફર્યા હતાં, અને ત્યારબાદ તેઓને કોલ્હાપુરની અર્બટ એડવર્ડ હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં ડોક્ટર તરીકેની નિમણક મળી હતી.

→ તેમના જીવન પર અમેરિકા લેખક ઐરોલીન વેલ્સે બાયોગ્રાફી લખી હતી. આ બાયોગ્રાફી ઉપર એક સીરિયલ બની હતી અને આ સીરિયલનું દૂરદર્શન પર આનંદી ગોપાલ નામથી પ્રસારણ કરવામાં આવ્યું હતું.

→ Institute for Research and Documentation in Social Sciences (IRDS) નામની સંસ્થા દ્વારા તેમના સન્માનમાં આનંદીબાઈ જોશી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments