→ વંકી કચ્છ તણી ધરણી ને વંકા ભાષાના ભણકાર, દો દિશ-વાહિની વંકી સરિતા, વંકા હાડ તણી ત્રણ ધાર.
–દુલેરાય કારાણી
→ કચ્છ શબ્દનો અર્થ દરિયાકાંઠાનો વિસ્તાર થાય છે.
→ કચ્છનો ઉલ્લેખ હિંદુ પૌરાણિક કથામાં જોવા મળે છે. ઉપરાંત સિકંદરના સમય દરમિયાન લખાયેલા ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ ક્ષેત્ર પર ગ્રીક-બેકિટ્રયન રાજા મિલિન્દનું રાજ હતું. ત્યારબાદ અનુક્રમે મૌર્ય, શકો, ક્ષત્રપ, ગુપ્તવંશ, મૈત્રકવંશ, ચાવડાઓ, સોલંકીઓ અને વાઘેલા વગેરેનું શાસન હતું. વાઘેલા વંશ પછી મુસ્લિમ શાસકો આવ્યાં ત્યારબાદ આઝાદી સુધી કચ્છ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું.
→ કચ્છ એ ગુજરાત તથા સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે.
→ આઝાદી બાદ ઈ.સ. 1948માં ભારતીય સંઘમાં કચ્છનું જોડાણ મહારાજા મદનસિંહ દ્વારા કરવામાં આવ્યું અને રાજ્યોનું વર્ગીકરણ ચાર પ્રકારનાં રાજ્યક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉના બ્રિટિશ ઈન્ડિયાના ચીફ કમિશનરના પ્રાંતો અને અમુક દેશી રજવાડાઓનો વર્ગ C ના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ સમાવેશ થતો હતો. જેમાં કચ્છનો સમાવેશ પણ C વર્ગના કેન્દ્રશાસિત પ્રદેશમાં થતો હતો.
→ ઈ.સ.1956માં કચ્છને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું અને ઈ.સ. 1960માં ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.
ઈતિહાસ
→ સાતમી શતાબ્દીમાં ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગએ કચ્છની મુલાકાત લીધી હતી ત્યારે તેણે કચ્છમાં 1000 બૌદ્ધ સાધુઓ તથા 10 સંઘો નિવાસ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
→ મહારાજા લખપતજીના શાસન (ઈ.સ. 1741-1760) દરમિયાન તેરા ખાતેના યુદ્ધમાં કચ્છના ઈતિહાસમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ થયો હતો.
→ હડપ્પા સંસ્કૃતિના અવશેષો ભચાઉ તાલુકાના ધોળાવીરા, ખીરસરા અને શિકારપુર, નખત્રાણા તાલુકાના દેસલપર, રાપર તાલુકાના સૂરકોટડા, ભૂજ તાલુકાના કૂરન (સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર) જેવા સ્થળોએથી પણ મળી આવ્યા છે.
→ કચ્છમાં 200 વર્ષ પહેલા (ઈ.સ. 1819માં) કચ્છના મોટા રણમાં આવેલા ભૂકંપના કારણે 90 કિ.મી. લાંબી, 16 કિ.મી. પહોળી અને 3-4 મીટર ઊંચી એક દિવાલ જેવો કુદરતી રીતે બંધ રચાયો હતો. જેને 'અલ્લાહ બંધ' તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતો સિંધુ નદીનો ફાંટો બંધ થઈ ગયો હતો. આ ભૂંકપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું સિંદરી બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું.
→ 1 એપ્રિલ, 1963ના રોજ જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે કચ્છ અને ડાંગ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું.
→ કચ્છમાં 15 એપ્રિલ, 1963ના રોજ પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું.
જિલ્લામથક
→ ભુજ
જિલ્લાની રચના
→ ૧ મે, ૧૯૬૦ ગુજરાત રાજ્યની સ્થપના સમયે કચ્છ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
→ ક્ષેત્રફળ: ૪૫૬૫૨ચો. કિમી.
સ્થાન અને સીમા
→ પૂર્વ : રાજસ્થાન રાજ્ય અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લો
→ પશ્ચિમ : અરબ સાગર
→ ઉત્તર : કચ્છ જિલ્લા ની ઉત્તરે ૫૧૨ કિલોમીટર લાંબી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ
→ દક્ષિણ : અરબ સાગર
→ કચ્છએ ગુજરાતનો એકમાત્ર અને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે.
→ પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની જળ અને સ્થળ એમ બંને સરહદ જોડાયેલી છે.
→ લિગ્નાઇટ, બેંન્ટોનાઇટ અને ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
→ ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે મળી આવે છે.
→ ચિરોડી, ફાયર કલે, મુલતાની માટી વગેરે ખનીજો મળી આવે છે.
ઉદ્યોગો
→ અંજારમાં છરી, ચપ્પાં, સુડી વગેરે બનાવવાનો ઉદ્યોગ છે.
→ કંડલા ખાતે ઇફકો ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ-IFFCO)નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. (બીજું કારખાનું ગાંધીનગરના કલોલ ખાતે અને ત્રીજું સુરતનાં હજીરા ખાતે આવેલું છે.)
→ કચ્છમાં રાખદાની, પાનદાની, ફૂલદાની વગેરે બનાવવાનો ઉધોગો વિકસ્યો છે.
→ પાન્ધ્રો અને કંડલામાં થર્મલ વિધુતમથક છે.
→ ભુજ સોના- ચાંદીના કલાત્મક આભૂષણો માટે જાણીતું છે.
→ ભુજ, માંડવી અને અંજારમાં ચુંદડી, સાફા, ચાદર, રૂમાલ વગેરે પર રંગતી કરવામાં આવે છે.
→ માંડવીના મોચી અને ખાવડાના મતવા કોમના લોકો મોચી ભરત કરે છે..
→ ભુજ, માંડવી અને અંજાર રંગાટી કામ માટેના જાણીતા શહેરો છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ
→ ૪૧, ૧૪૧ અને ૨૭ રાષ્ટ્રીય ધોરી માર્ગો આ જીલ્લામાંથી પસાર થાય છે.
હવાઈ મથક
→ રૂદ્રમાતા હવાઈ મથક (તા.ભૂજ)
રેલવે સ્ટેશન
→ ભૂજ, ગાંધીધામ, ભચાઉ, અંજાર વગેરે
વાવ
→ દુધિયા વાવ : ભદ્રેશ્વર, તા. મુંદ્રા
→ સેલોર વાવ : મુંદ્રા
તળાવ અને કુંડ
→ અલીયાસર તળાવ : તા. અબડાસા
→ કુલસર તળાવ જે ભદ્રેશ્વર, તા. મુંદ્રા માં આવેલું છે.
→ ગંગાજી અને જમનાજી કુંડ જે રામપર વેકરા, તા. માંડવીમાં આવેલા છે.
→ ચકાસર તળાવ જે શંખાસર, તા. અંજાર ખાતે આવેલું છે.
→ દેસલપર, રામપુર અને હમીરસર તળાવ જે ભુજમાં આવેલું છે.
→ નારાયણ સરોવર જે કાલીકુંડ ખાતે આવેલું છે.
→ પાંડવ કુંડ અને પાંડવ કુંડ વાવ જે ભદ્રેશ્વર, તા. મુંદ્રા માં આવેલો છે.
→ સીતારામ કુંડ : કોટેશ્વર, તા. લખપત
→ નારાયણ સરોવર : કાલિકુંડ, તા. લખપત
લોકમેળો
→ કારતક સુદ પુનમનો ગંગાજીનો મિલો જે રામપર વેકરા ખાતે ભરાય છે.
→ ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો.
→ જખનો મેળો જે કાકભીઠમાં નખત્રાણા પાસે
→ રવેચીનો મેળો જે રાપર ખાતે ભરાય છે.
ભૌગોલિક માહિતી
→ કચ્છ જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો તથા સૌથી વધુ મેન્ગ્રુવ (ચેરના વૃક્ષો)ના જંગલો ધરાવતો જિલ્લો છે.
→ કચ્છના અખાત અને અરબી સમુદ્રને દ્વારકાની ભૂશિર અલગ કરે છે.
→ કચ્છ જિલ્લો ભૂકંપના પાંચમા (V) ઝોનમાં આવે છે. જે સૌથી ભયજનક ઝોન ગણાય છે.
→ કચ્છી ભરતકામને વર્ષ 2008-09માં GI ટેગ આપવામાં આવ્યો હતો અને કચ્છી શાલને વર્ષ 2012માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
→ ગુજરાતનો સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે તથા શિયાળામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં જ નોંધાય છે.
→ કચ્છ ઘેટાં-બકરાની સૌથી વધુ પશુ સંપત્તિ ધરાવતો જિલ્લો છે.
→ કચ્છના બન્ની પ્રદેશમાં ઘરની દીવાલો પર જોવા મળતું આરસીકામ પ્રખ્યાત છે.
→ ખારાઈ ઊંટ કચ્છ વિસ્તારમાં જોવા મળે છે, તેમને સમુદ્રના તરવૈયાની ઉપમા આપેલી છે. આ ઊંટને દેશની 9મી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી છે. અબડાસા તાલુકાના ચેરિયાના બેટ વાળો કાંઠો આ ખારાઈ ઊંટના ઉછેર માટે અનૂકુળ સ્થાન ગણાય છે.
→ ઊંટનું આખે આખું ધણ છીંછરા દરિયામાં તરીને ખાડીઓના બેટ પર આવેલા મેન્ગ્રોવના જંગલ-ઝાડીમાં ચરવા જાય છે.
→ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરોએ કચ્છ જિલ્લામાં ખારાઈ ઊંટ, બન્ની ભેંસ, કચ્છી ગધેડા, નારી અને ડગરી ગાયો તેમજ કચ્છી ઘોડાને રાષ્ટ્રીય માન્યતા આપી છે.
જોવાલાયક સ્થળો
સ્થળનું નામ
વર્ણન
માતાનો મઢ
હિન્દુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
કોટેશ્વર
હિન્દુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
નારાયણ સરોવર
હિન્દુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર
હાજીપીર
મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
જેસલ-તોરલ સમાધી
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી
છતરડી
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)
લાખા ફૂલાણીની છતરડી
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી
સૂર્યમંદિર
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
પુંઅરો ગઢ
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ
લખપતનો કિલ્લો
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ
→ કચ્છની દક્ષિણે આવેલો દરિયા કિનારાનો મેદાની પ્રદેશ 'કંઠીનું મેદાન' તરીકે ઓળખાય છે.
→ કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેના બન્ની અને ખાવડા ડુંગરની આસપાસના પ્રદેશને 'વાગડનું મેદાન' કહે છે. જે ભચાઉ અને રાપર તાલુકાની આજુબાજુનો વિસ્તાર છે.
→ વાગડનું મેદાન કચ્છના નાના રણ અને મોટા રણને અલગ પાડે છે.
→ કચ્છને 'પશ્ચિમ ભારતના પ્રવેશદ્વાર' તરીકે ઓળખવામાં આવે છે.
→ કચ્છમાં ખદીર બેટ, ખાવડા બેટ અને પચ્છમ બેટ જેવાં બેટો આવેલા છે.
→ સૌથી વધુ ઘાસચારા અને પશુચારણ વિસ્તાર ખાવડા બેટ ગણાય છે.
→ કચ્છના જાણીતા ઊંચા ઘાસના પ્રદેશને બન્ની તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે છે જેને 'ભૂંગા' તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂંગાઓના સમૂહ 'વાંઢ' તરીકે ઓળખાય છે.
→ બન્ની વિસ્તારના જન સમુદાયનું ભરતગૂંથણ સુપ્રસિધ્ધ છે. ઉપરાંત ખાવડા વિસ્તારનું મોચીભરત પણ જાણીતું છે.
→ કચ્છ જિલ્લો અને પાકિસ્તાનના સિંધ વિસ્તાર વચ્ચેનો કાદવ-કીચડવાળો પ્રદેશ સિરક્રિકની ખાડી તરીકે ઓળખાય છે. આ સ્થળે સમગ્ર ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે.
→ સિરક્રિક પ્રદેશ બાણગંગા તરીકે ઓળખાતો હતો જેને અંગ્રેજ સેનાપતિ ચાર્લ્સ નેપિયરે ઈ.સ. 1842માં જીતીને ભારતમાં ઉમેર્યો હતો.
→ કચ્છનો ડુંગરાળ વિસ્તાર અગ્નિકૃત પ્રકારનાં ખડકો ધરાવે છે.
રણપ્રદેશો
→ કચ્છમાં મુખ્યત્વે બે રણ આવેલા છે. 1. મોટુ રણ 2. નાનું રણ
મોટું રણ
→ કચ્છના ઉત્તર-વાયવ્ય અને ઈશાન ભાગમાં આવેલું આ રણ ભારત-પાકિસ્તાનની આંત૨રાષ્ટ્રીય સીમા પર સ્થિત છે.
→ મોટા રણના ઉત્તર ભાગે આવેલ ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય ધામ સફેદ રણ કચ્છ જિલ્લાની આગવી ઓળખ છે. દર વર્ષે અહીં ડિસેમ્બર-જાન્યુઆરીમાં 'ધોરડો' વિસ્તારમાં રણોત્સવ ઉજવાય છે.
→ આ રણમાં પચ્છમ, ખદીર, બેલા જેવા ટાપુ પ્રદેશ આવેલા છે.
→ શિયાળામાં આ રણમાં પાણી સુકાતાં ક્ષારના પોપડા જામે છે ક્ષારથી છવાયેલા આ ભાગ ને 'ખારો' તરીકે ઓળખવામાં આવે છે.
→ જ્યારે માટી અને રેતીની અત્યંત નાની રજથી મિશ્રિત થયેલો કાળો અને ખૂબ જ કડવો ક્ષાર 'ખારાસરી' તરીકે ઓળખવામાં આવે છે. તથા રણનો ઊંચો ભાગ 'લાણાસરી' તરીકે ઓળખવામાં આવે છે.
નાનું રણ
→ કચ્છના પૂર્વમાં આવેલું આ રણ સફેદ મીઠાની રેતી માટે તથા વિશ્વનાં સૌથી મોટા મીઠાના રણ તરીકે જાણીતું છે.
→ આ નાના રણમાં વિશ્વનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય આવેલું છે.
→ 'મરૂભૂમિના મોતી' તરીકે ઓળખાતો વચ્છરાજ બેટ કચ્છના નાના રણમાં આવેલો છે.
→ વચ્છરાજ બેટ કચ્છ જિલ્લાના નાના રણમાં અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા (પાટડી) તાલુકામાં આવેલો છે.
→ કચ્છના નાના રણમાં સમાતી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓને કુંવારીકા(અંતસ્થઃ) નદીઓ કહેવાય છે.
→ કચ્છના નાના રણને આગળ વધતા અટકાવવા માટે ગાંડા બાવળો વાવવામાં આવ્યા છે. જેને દૂરથી જોતાં બંધ જેવું દેખાય છે.
જાતિ પ્રમાણ
→ સૌથી વધુ અનુસૂચિત જાતિ (SC)ની વસતી આ જિલ્લામાં આવેલી છે. (સૌથી ઓછી ડાંગ જિલ્લામાં)
→ કચ્છ સૌથી ઓછી વસતીગીચતા ધરાવતો જિલ્લો છે.
→ કચ્છ જિલ્લો સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવે છે. (સૌથી વધુ ગ્રામીણ લિંગ પ્રમાણ તાપી જિલ્લામાં)
Social Plugin