→ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ મુંદ્રા તાલુકાના ચોખંડામાં આવેલો છે. આ ઉપરાંત અર્જુનદેવ અને સારંગદેવનો શિલાલેખ પણ કચ્છમાં આવેલો છે.
→ મુંદ્રા 'કચ્છના પેરિસ' તરીકે ઓળખાતો હરિયાળો પ્રદેશ છે.
→ મુંદ્રામાં ખારેક અને ખલેલાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તથા ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે.
→ મુંદ્રા બંદરનો વિકાસ અદાણી પોર્ટ દ્વારા થયો છે.
→ જૈનોનું પવિત્ર તીર્થધામ-ભદ્રેશ્વરને પ્રાચીન સમયમા "ભદ્રાવતી' તરીકે ઓળખવામાં આવતું હતું.
→ ભદ્રેશ્વર ખાતે મહાભારત સમયના પાંડવ કુંડ તરીકે ઓળખાતી 5000 વર્ષ જૂની વાવ આવેલી છે.
→ ભદ્રેશ્વર મંદિરની સ્થાપના દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ કરી હતી. આ મંદિરનું પુનઃનિર્માણ ભદ્રાવતીના રાજા સિંઘસેને કરેલું ત્યારબાદ શેઠ જગડુશા દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
→ ભદ્રેશ્વર ખાતે વિસ્તૃત સ્થાપત્યવાળા 52 જૈન દેરાસરો આવેલા છે. જેનો જીર્ણોદ્વાર સંવત 1315માં કચ્છના દાનવીર શેઠ જગડુશા એ કરાવ્યો હતો.
→ આ તાલુકામાં ખાત્રોડની ટેકરીઓમાંથી નીકળતી ભૂખી નદી 40 કિમી. લાંબી છે. તેની ઉપર રોહા, જાંબુડી, ચાકર, બંધારા, પત્રી, લખપુર અને મુંદ્રા આવેલાં છે. મુંદ્રા નજીક કેવડી નદીનો ભૂખી સાથે સંગમ થાય છે. ભૂખી મુંદ્રા નજીક કચ્છના અખાતને મળે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇