Ad Code

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ (Gujarat Agro Industries Corporation -GAIC)

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ (Gujarat Agro Industries Corporation -GAIC)
ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ (Gujarat Agro Industries Corporation -GAIC)

→ સ્થાપના : વર્ષ 1969

→ વડુમથક : ગાંધીનગર

→ કંપની અધિનિયમ, 1956 હેઠળ 1969માં સ્થપાયેલ, GAIC ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સુવિધા આપનાર અને નોડલ એજન્સી તરીકે કામ કરે છે.


→ ઉદ્દેશ : આ નિગમનો મુખ્ય ઉદ્દેશ ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની વધુ તકો અને ગ્રાહકોને વધારે સારાં ઉત્પાદનો પુરા પાડવા કૃષિ પ્રક્રિયા સંબંધિત રોકાણો, ઉચ્ચ ટેકનોલોજી સાથેની ખેતી અને કૃષિ આંતરમાળખાકીય યોજનાઓની સવલતો પૂરી પાડવાનો છે.

→ રાજ્યના ખેડૂતોને વાજબી દરે કૃષિ ઈનપુટ્સ, સાધનો અને સેવાઓના સમયસર પુરવઠાની વ્યવસ્થા કરવી.

→ GAIC અન્ય કંપનીઓને તેમના ખેડૂત-સંબંધિત ઉત્પાદનોના માર્કેટિંગ માટે તેનું નેટવર્ક પણ પ્રદાન કરે છે.

→ GAIC પાક સંરક્ષણ માટેના સાધનોનું પણ વિતરણ કરે છે જેમ કે જંતુનાશકો છંટકાવ કરવા માટેના પંપ, બળદથી ચાલતા સાધનો, ટ્રેક્ટર, ખેત ઓજારો, ઓઈલ એન્જિન, ડીઝલ જનરેટર સેટ વગેરે કૃષિ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવે છે.

→ તેની પ્રવૃત્તિઓમાં જૈવિક ખાતરો વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને વ્યાજબી ભાવે વેચવાનો પણ સમાવેશ થાય છે.

→ કંપની અંતર્ગત એગ્રો સર્વિસ સેન્ટર કાર્યરત કરવા.

→ આ કંપની અંતર્ગત એગ્રી બિઝનેસ સેન્ટર કાર્યરત કરવા.

→ આ કંપની મારફત એગ્રોસેન, એગ્રોસાપયર, એગ્રોમોનાર્ક જેવી અનેક જંતુનાશક દવાનું બનાવટ એનને વેચાણ કરે છે.


નિગમના મૂળભૂત હેતુઓ

→ માંગ આધારિત કૃષિ ઉત્પાદનને વેગ આપવો તથા નવા વૈશ્વિક કૃષિલક્ષી વાતાવરણમાં કૃષિ ઉદ્યોગોનો વિકાસ કરવો.

→ સાતત્યપૂર્ણ રીતે પાક ઉત્પાદકતા વધારવી અને કૃષિ માટેના એક સંકલિત અભિગમ દ્વારા ગુજરાતની સ્પર્ધાત્મકતાને વેગ આપવો.

→ મૂલ્ય વૃદ્ધિને ઉત્તેજન આપીને ખેડૂતોને મળતા વળતરના ધોરણમાં વધારો કરવો.

→ કૃષિ ઉત્પાદનોમાં થતા બગાડને ઘટાડવો અને ખેડૂતોની એકંદર આવકમાં વધારો કરવો.

→ કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે જોડતી કડી બનીને વૈશ્વિક બજારમાં ગુજરાતનું એક નોંધપાત્ર સ્થાન પ્રસ્થાપિત કરવું.

→ Website: gaic.gujarat.gov.in

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments