Ad Code

ગાભમારાની ઈયળ

ગાભમારાની ઈયળ
ગાભમારાની ઈયળ

ડાંગરમાં પાંચ જાતની ગાભમારાની ઇયળ હોય છે. જેમાંથી ગુજરાતમાં પીળી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે.

→ માદા ફૂદી પાનની ટોચ ઉપર સમૂહમાં ઈડા મૂકે છે.

→ ઈડામાંથી નીકળતી નાની ઇયળો તાંતણા વડે લટકી પાણીની સપાટીથી ડાંગરના છોડમાં દાખલ થઈ 2 થી 3 દિવસ સુધી કુમળો ભાગ ખાઈ થડની ગાંઠની નજીકના ભાગ ઉપર કાણું પાડી દાખલ થઈ અંદર રહેલો ગર્ભ ખાય છે.

→ નાની ઈયળો પીળાશ પડતા સફેદ રંગની અને પુખ્ત ઇયળ પીળા રંગની, બદામી માથાવાળી આશરે 20 થી 22 મિ.મી લંબાઈની હોય છે.

→ શરૂઆતના વાવેતરમાં જીવાતથી નુકસાન થાય તો પીળા સુકાવાને 'ડેડ હાર્ટ' કહે છે. કંટી આવવાની પાછલી અવસ્થાએ જીવાતનો ઉપદ્રવ હોય તો કંટી સફેદ નીકળે છે. દાણા ભરાતા નથી જો દાણા ભરાય તો ઓછા ભરાય છે જે 'વ્હાઈટ હેડ ઈયળ હેડ' તરીકે ઓળખાઈ છે.



ઓળખ

→ આ જીવાતની ઈયળ રાતાશ પડતી અને કાળા ટપકાંવાળી હોય છે.

→ પૂર્ણ વિકસીત ઈયળ રાતાશ પડતી સુવાળી, કાળા માથાવાળી અને શરીર ઉપર કાળા ટપક વાળી હોય છે. દરેક કાળા ટપકે એક એક વાળ હોય છે.


નુકસાન


→ આ જીવાત પાનનાં મૂળમાં થડ આગળ મલાઈ જેવા રંગનાં ઈંડા મુકે છે.

→ ઈંડામાંથી નીકળતી નાની ઈયળ છોડનાં થડમાં પીરાઈ કોરીને દાખલ થાય છે અને અંદર ભાગમાં ગર્ભ ખાઈ નુકસાન કરે છે.


નુકસાનગ્રસ્ત પાક

ઘઉં, મકાઈ, ડાંગર, બાજરી , સોયાબીન, જુવાર


નિયંત્રણ

ડાંગરની જાતો જેવી કે નર્મદા, જી.આર.-102, આઈ.આર-22, આઈ.આર-66, સી.આર.-138, ગુર્જરી, જી.આર.-12માં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. જેમાં ગુર્જરી જાત સુગંધિત જાત નથી.

ડાંગરની વહેલી રોપણી (જુલાઈના પ્રથમ પખવાડિયામાં) કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન કરી શકાય છે.

→ દક્ષિણ ગુજરાતમાં આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડીયામાંથી જ શરૂ થઈ જતો હોવાથી કાર્બોફયુરાન 3% અથવા કારટેપ 4% દાણાદાર દવા 1 કિ.ગ્રા./100 ચો.મી. (ગુંઠા) વિસ્તારમાં ધરુ નાખ્યાં બાદ 15માં દિવસે રેતી સાથે મિશ્રિત કરી આપવામાં આવે છે.

→ પ્રકાશ પિંજર ગોઠવી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઇયળના ફૂદાં આકર્ષી તેમનું નિયંત્રણ કરી શકાય છે. પુખ્ત કીટકો ઘટતાં તેનું ઈડા મૂકવાનું પ્રમાણ ઘટે છે. જેથી નુકસાન કરતી ઈયળોનું પ્રમાણ પણ ઘટે છે.

→ કાર્બોસલ્ફાન 5 જી. (20 કિલો/હેકટર) અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ 4 જી. (25 કિલો/હેકટર) અથવા કાર્બોફયુરાન 3 જી. (33 કિલો/હેકટર) બે વખત (પ્રથમ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અને બીજી માવજત ત્યારબાદ 15-20 દિવસે) આપવાથી ઇયળ ઉપરાંત થડ ઉપર નુકસાન કરતાં ચૂસિયાં અને પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ કાબૂમાં રહે છે.

ફોસ્ફામીડોન 3 મિ.લિ., મોનોક્રોટોફોસ 12 મિ.લિ., કિવનાલફોસ 20 મિ.લિ. પૈકી ગમે તે એક દવા 10 લિટર પાણીમાં છંટકાવ કરતાં નિયંત્રણ કરે શકાય છે.

→ જીવાતના નિયંત્રણ માટે ફેરોમોન લ્યુર સાથેની ફેરોમોન ટ્રેપ પણ ઉપયોગમાં લેવાય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments