મકાઈ | Maize


મકાઈ

→ મકાઈનો પાક ગુજરાતમાં ચોથા ક્રમનો ધાન્ય પાક તરીકે આવે છે.

→ રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ 'ગોધરા' ખાતે 'મકાઈ સંશોધન કેન્દ્ર' આવેલું છે.

→ મકાઈને સામાન્ય રીતે મધ્યમસરનું હવામાન અનુકૂળ આવે છે.

→ મકાઈમાં પાનનો સૂકારો, નળછારો જેવા રોગો આવે છે.


મકાઈની સુધારેલી જાતોમાં

→ ભારતમાં વિકસાવાયેલી સુધારેલી મકાઈની સંકર અને સંયુક્ત (composite) જાતો : મકાઈની બાર સંકર જાતો ગંગા-1, ગંગા-101, રણજિત, ડેક્કન, ગંગા સફેદ-2, હાઈ-સ્ટાર્ચ, ગંગા-3, ગંગા-4, ગંગા-5, વીએલ-54, ડેક્કન-101 અને હીરા-123 શોધવામાં આવી છે. 6 સંયુક્ત જાતો – વિજય, કિસાન, જવાહર, સોના, વિક્રમ અને અંબર અને પોષણની ર્દષ્ટિએ ત્રણ ઉચ્ચ જાતો શક્તિ, રતન અને પ્રોટીના વિકસાવવામાં આવી છે.

→ આ ઉપરાંત મકાઈની મુખ્યત્વે પાંચ જાતોમાં મીઠી (સ્વીટ), ડોડા શેકવાની (મેઈઝ પૉપ), કઠણ (ફ્લિન્ટ), નરમ (ડેન્ટ) તેમજ આટા (ફ્લોર) જાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સુધારેલી જાતોમાં ગુજરાત મકાઈ-1, ગુજરાત મકાઈ-2, ગુજરાત મકાઈ-3 અને ગંગા સફેદ-2 છે.

→ નવજોત, , પ્રભાત નવજાત,અંબર, માધુરી વગેરેનો સમાવેશ થાય છે.



→ ભારતમાં મુખ્યત્વે તે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડુ રાજ્યમાં થાય છે.

→ ગુજરાતમાં મુખ્યત્વે સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

→ પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે મકાઈ થાય છે.

→ 5થી 8 pH ધરાવતી જમીનમાં તેને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.

→ 5.5થી ઓછા pHવાળી જમીનમાં તેનું ઉત્પાદન ઘટી જાય છે.

→ ચોમાસા માટે જૂન-જુલાઈ અને શિયાળુ પાક માટે ઑક્ટોબર-નવેમ્બરમાં તેની વાવણી કરવી હિતાવહ ગણાય છે.

→ ધાન્યના વાવેતર માટે હેક્ટરદીઠ 20થી 25 કિગ્રા. અને ચારા માટે 36–40 કિગ્રા./હે. બિયારણની જરૂર રહે છે. સારા ઉત્પાદન માટે બે હાર વચ્ચે 60 સેમી. અને બે છોડ વચ્ચે 20 સેમી.નું અંતર રાખવું જરૂરી હોય છે.

→ ઉત્પાદન : મકાઈ વાવ્યા પછી સામાન્ય રીતે 90થી 110 દિવસે પાકે છે. તેથી આ પાક 100થી 110 દિવસે કાપણી માટે તૈયાર થાય છે.

→ તેનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે 300થી 400 કિગ્રા. જેટલું થાય છે.



Post a Comment

0 Comments