→ તેમણે વર્ષ 1938માં અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં અને ત્યારબાદ તેઓ નવજીવન સામયિકમાં જોડાયા હતા તેમજ નિવૃતિ બાદ તેઓ નવજીવન પ્રકાશિત લોકજીવનના સંપાદનના કાર્ય સાથે સંકળાયેલા હતા.
→ કુમારની બુધસભાએ તેમને કવિતા લખવા પ્રોત્સાહિત કર્યા તેમજ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિ વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત ધ્રુવાખ્યાન કૃતિ દ્વારા કરી હતી.
→ પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ તેમના મુખ્ય કવન વિષયો છે.
→ તેમણે પ્રૌઢશિક્ષણ માટે ઘટમાં ગંગા નામે વ્યક્તિ ચિત્રોની એક પુસ્તિકા લખી છે.
→ તેમણે ગાંધીજીને અનુલક્ષીને હરિનો હંસલો, ન્હાનાલાલની સમર્થ પ્રતિભાને બિરદાવતા વિરાંજલી, મેઘાણીના વ્યક્તિત્વને જીવંત કરતું સજીવન શબ્દો અને વિનોબા ભાવેની ઝાંખીને દર્શાવતું ધૂળિયો જોગી જેવા કાવ્યો ને સર્જન કર્યું છે.
→ એમના બાળકવયોના ત્રણ સંગ્રહ સોનચંપો (વર્ષ 1959), અલ્લક-દલ્લક (વર્ષ 1965) અને ઝરમરિયાં (વર્ષ 1973) પ્રગટ થયા છે.
→ તેમના અન્ય જાણીતા કાવ્યોમાં જૂનું ઘર ખાલી કરતાં અને અત્તરનો દીવોનો સમાવેશ થાય છે.
→ વર્ષ 1949માં તેમને કુમારચંદ્રક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
0 Comments