→ તેમણે સુરતમાં સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી હતી.
→ તેઓ વર્ષ 1942માં સ્થાપવામાં આવેલ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય હતા.
→ તેમની જાણીતી રચના ભિખારણનું ગીત માનવ હૃદયની ઝંખના અને વરવી વાસ્તવિકતા દર્શાવે છે.
→ તેઓ ગુજરાત મિત્ર દૈનિકમાં કાવ્યકટાક્ષિકાનું લેખન કાર્ય કરતાં હતા.
→ તેમનો જાણીતો ગઝલ સંગ્રહ ગાતાં ઝરણાં વર્ષ 1953માં પ્રસિદ્ધ થયો હતો, જેમાં પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, સરળતા, વેધકતા અને પ્રવાહિતાનું નિરૂપણ થયેલું છે.
→ તેમણે જશ્ન એ શહાદત નામથી વર્ષ 1857ના સંગ્રામ વિશે હિન્દીમાં નૃત્યનાટિકા લખી હતી.
→ તેમનું નાટક પહેલો માળ વર્ષ 1959-60માં ભજવાયેલું પરંતુ તેમનું પ્રથમ ત્રિઅંકી નાટક અગ્રંથસ્થ રહેલું છે.
→ તેમણે વર્ષ 1981માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પ્રવાસ કર્યો હતો.
→ તેમની ગઝલને મોહમ્મદ રફી, પુરૂષોત્તમ ઉપાધ્યાય, મનહર ઉદાસ, પંડિત ઓમકારનાથે કંઠ આપ્યો છે.
→ તેમણે આજીવન જરીકામ અને દરજીકામ અપનાવ્યા હતાં, કાલુપુર ટાવર પાસે સુરતી બ્રધર્સ નામે દુકાન ચાલતી હતી. લોકો એવું કહેતા કે, મારો આ જભ્ભો મશહૂર શાયર ગની દહીંવાલાએ હાથે સિવ્યો છે.
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
ફકત આપણે તો જવું હતુ બસ એકમેકના મન સુધી.
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
કરાવે છે મકાનો ખાલી અહીં મંદિર બાંધવા માટે
અહીં માણસને મારી લોક ઇશ્વરને જીવાડે છે.
તમારાં આજ અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.
0 Comments