→ કચ્છનો દરિયાકિનારો આશરે 406 km જેટલી લંબાઇ ધરાવે છે.
→ કચ્છની પશ્વિમ બાજુએ આરબ સાગર અને દક્ષિણે કચ્છનો અખાત આવેલો છે.
→ કચ્છનો દરિયાકિનારો મોટા ભાગે સીધો છે.
→ કચ્છના દરિયાકિનારાનો પ્રદેશ
"કંઠીના મેદાન" તરીકે ઓળખાય છે.
→ કચ્છના દરિયાકિનારે રેતીના ઢુવા જોવા મળે છે.
→ કચ્છના દરિયાકિનારાના મુખ્યત્વે ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે.
કોરીનાળથી પશ્વિમના ભાગ સુધી કોટેશ્વરથી જખૌ સુધી જખૌ થી માંડવી સુધી માંડવી થી કંડલા બંદર સુધી
કોરીનાળથી પશ્વિમના ભાગ સુધી
→ પશ્વિમમાં આવેલી સિંધુ નદીનું મુખ એટ્લે "કોરીનાળ".
→ સિંધુ નદી ગુજરાતની લુપ્ત નદી છે.
→ કોરીનાળથી પશ્વિમ દિશાનો વિસ્તાર કાદવકીચડ વાળો ભાગ છે. જે "સિરક્રિક" તરીકે ઓળખાય છે.
કોટેશ્વરથી જખૌ સુધી
→ આ વિસ્તારનો દરિયાકિનારો કાદવકીચડ વાળો છે.
→ આ વિસ્તારનો દરિયાકિનારો 10 થી 13 km જેટલો પહોળાઈ ધરાવે છે.
→ કોટેશ્વર ખાતે ભગવાન શિવનું શિવમંદિર આવેલૂ છે.
→ જખૌ એ જૈન પંચતીર્થમાનું (જખૌ, માંડવી, સુથરી, તેરા, કોઠારા) એક તીર્થ છે.
જખૌ થી માંડવી સુધી
→ આ વિસ્તારનો દરિયાકિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.
→ જખૌ ની ખાડીમાં નાના- નાના બેટ આવેલા છે.
→ આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ લગૂન સરોવરની રચના થાય છે.
→ લગૂન : દરિયાકિનારા પર રેતીના નિમ્ન તટ દ્વારા સમુદ્રથી અલગ થયેલા ખારા પાણીના ક્ષેત્રને લગૂન કહે છે.
→ આ વિસ્તારનો દરિયાકિનારો ખંડિય છાંજલીના ઊચકવવાના કારણે બન્યો છે.
→ સૂથરીથી માંડવી વચ્ચેનો કિનારોરેતાળ, સીધો અને ચુનાયુક્ત લાંબી ટેકરીઓનો બનેલો છે.
→ અહીં માંડવીમાં એશિયાનું સૂયાથી પહેલું વિન્ડ ફાર્મ આવેલુ છે.
→ માંડવી વિન્ડફાર્મ આધારિત બંદર છે.
માંડવી થી કંડલા બંદર સુધી
→ આ ભાગનો દરિયાકિનારો અખાતના પાણીથી આવતી ભરતી અને ઓટના કારણે કાદવકીચડ વાળો છે.
→ કંડલાનીઓ આસપાસના વિસ્તારમાં મેંગ્રોવના (ચેરના)જંગલો આવેલા છે.
→આ વિસ્તારમાં દરિયાકિનારાના ભાગમાં રેતીના ઢુવા જોવા મળે છે.
0 Comments