→ જાણીતા ક્રાંતિકારી અને સ્વતંત્ર સેનાની તથા ભારતમાં સામ્યવાદ અને નવ માનવવાદ વિચારધારાના પિતા તરીકે જાણીતા એમ.એન. રોય
→ તેમને પ્રાથમિક અભ્યાસ અરબેલીયામાં કર્યો હતો.
આઝાદીની લડતમાં યોગદાન
→ તેમના આઝાદીના લડતમાં યોગદાનની શરૂઆત વર્ષ 1905માં બંગાળના ભાગલાના વિરોધથી થઈ. તેઓ શરૂઆતમાં ક્રાંતિકારી વિચારધારા ધરાવતા હતા. અને શસ્ત્રના બળે ભારતને આઝાદી આપવાનો મત ધરાવતા હતાં.
→ વર્ષ 1915માં પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન સામે ભારતમાં બળવો કરવા, શસ્ત્રો ખરીદવા તેઓ ભંડોળ ભેગું કરવા લાગ્યા. આ ઉપરાંત તેમણે જર્મની પાસે પણ મદદ માંગી હતી.
→ બ્રિટિશ સરકારે તેમની ધરપકડનો આદેશ આપ્યો. આથી એમ.એન.રોય ભારત છોડી અમેરિકા જતા રહ્યાં.
→ અમેરિકામાં પણ બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારીઓની ધરપકડ શરૂ થતા એમ. એન. રોય અમેરિકા છોડી મેક્સિકો જતા રહ્યાં.
→ ભારત પરત ફર્યા બાદ વર્ષ 1931માં તેમની મુંબઈ ખાતેથી ધરપકડ થઈ હતી.
→ તેમણે જેલવાસ દરમિયાન ઘણા પુસ્તકો લખ્યા હતા, જેમાં ફિલોસૉફિકલ કૉન્સિક્વન્સિઝ ઑફ મૉડર્ન સાયન્સ, લેટર્સ ફ્રોમ જેલ' અને પ્રિઝનર્સ ડાયરી (ભાગ 1 અને 2)નો સમાવેશ થાય છે.
→ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા. જોકે થોડા સમય બાદ એમના ગાંધીજી અને કોંગ્રેસ સાથે મતભેદો થતા તેઓ ફરી સામ્યવાદ તરફ પાછા વળ્યા.
→ વર્ષ 1917માં બોલ્શેવિક ક્રાંતિથી પ્રેરાઈને તેમણે અમેરિકન ડાબેરીઓ અને મેક્સિકન સંઘવાદીઓ સાથે મળીને મેક્સિકોમાં મેક્સિકન કોમ્યુનિસ્ટ પાર્ટી (પાર્ટીડો સોશિયાલિસ્ટો દ મેક્સિકો-PCM)ની સ્થાપના કરી હતી.
→ PCMએ રશિયાની બહાર સ્થાપિત વિશ્વનો પ્રથમ સામ્યવાદી પક્ષ હતો.
→ એમ. એન. રોય વૈશ્વિક સ્તરે સામ્યવાદનું વિસ્તરણ કરવા માટે જાણીતા થયા.
→ તેમનાથી પ્રભાવિત થઈ સોવિયેત સંઘના પ્રમુખ વ્લાદિમીર લેનિને એમ. એન. રોયને રશિયા આવવા અને કોમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલના અધિવેશનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.
→ એમ. એન. રોયે ભારતમાં વર્ષ 1925માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)ની સ્થાપના કરી હતી
→ તેમના દ્વારા વર્ષ 1934માં સૌપ્રથમવાર ઔપચારિક રૂપે બંધારણ સભાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.
→ વર્ષ 1945માં એમ. એન. રોય દ્વારા માર્ક્સવાદી વિચારધારાના આધાર પર જન યોજના (People's Plan) રચવામાં આવી હતી. આ યોજનમાં લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ માટે કૃષિ અને ઉધોગ બંનેના વિકાસ પર ભાર આપવાની વાત કરવામાં આવી છે.
0 Comments