→ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે નિર્વાસિત સિંધી લોકો માટે આ શહેર વસાવવામાં આવ્યું હતું.
→ ભારતનું અગત્યનું અને ગુજરાતનું સૌથી મોટું કંડલા બંદર ગાંધીધામ તાલુકામાં આવેલું છે. જે અરબ સાગરના તટ પર અને કચ્છના અખાતમાં આવેલું છે.
→ ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ આવેલું છે.
→ મહાત્મા ગાંધીજીના અવસાન બાદ રાજઘાટ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં અને અસ્થિઓની પધરામણી અહીં કરવામાં આવી હતી.
→ નોંધ : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું બાકરોલ ખાતે આવેલું મહાદેવ ગામ 'મીની રાજઘાટ' તરીકે ઓળખાય છે. અહીં શીતળાઈ ડુંગર પાસે ઝૂમર અને મેશ્વો નદીના સંગમ સ્થળે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરીને ગાંધી સ્મારક બનાવવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં મહાત્માં ગાંધીજીના બે સમાધિ સ્થળ આવેલા છે.
0 Comments