→ કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે.
→ મુક્ત વ્યાપાર ક્ષેત્ર (Free Trade Zone-FTZ) ધરાવતું ગુજરાતનું આ બંદર ગાંધીધામ તાલુકામાં સ્થિત છે. મહારાજ ખેંગારજી ત્રીજાએ ઈ.સ. 1930-31માં જેટી બાંધી હતી અને 1931માં 90 મીટર લાંબો ધક્કો બાંધવામાં આવ્યો હતો.
→ આઝાદી બાદ કરાંચી બંદર પાકિસ્તાનમાં જતા તેના વિકલ્પરૂપે કસ્તુરભાઈ લાલભાઈ સમિતિની ભલામણથી કંડલા બંદર સ્થપાયું. જેનું ઉદઘાટન જવાહરલાલ નહેરુના વરદ હસ્તે થયું હતું.
→ ઈ.સ. 1955માં કંડલાને મહાબંદર જાહેર કરાયું હતું.
→ વર્ષ 1965માં કંડલા બંદર એશિયાનું સૌપ્રથમ સ્પેશિયલ ઇકોનોમીક ઝોન (SEZ) અને વર્ષ 1967માં એક્ષપોર્ટ પ્રોસેસીંગ ઝોન (EPZ) તરીકે જાહેર થયું.
→ ઈન્ડિયા પોર્ટ એકટ, 1908 અંતર્ગત વર્ષ 2017થી આ બંદરને 'પંડિત દિનદયાળ પોર્ટ' નામ આપવામાં આવ્યું છે.
→ ઉદ્યોગોનો વિકાસ તથા નિકાસ વધારવા માટે 1965માં ‘મુક્ત વ્યાપાર ઝોન’ની રચના કરવામાં આવી છે.
→ વર્ષ 2012 માં IMO એટલે કે International Maritime Organization દ્વારા Best Port Of The World ઍવોર્ડ – 2012 કંડલા પોર્ટને એનાયત કરવામાં આવેલ.
0 Comments
Any suggestions, Please comment Below 👇