→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ 'વિશ્વ બ્રેઇલ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ બ્રેઈલ લિપીના જનક શ્રી લુઈસ બ્રેઈલની યાદમાં તેમનો જન્મ દિવસ 'વિશ્વ બ્રેઇલ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ શ્રી લુઇસ બ્રેઈલનો જન્મ 1809 માં ફ્રાંસના કુપવ્રેમાં થયો હતો. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરે તેની બંને આંખો ગુમાવી દીધી હતી.
→ અંધજનો પણ આંગળીના સ્પર્શથી વાંચી શકે તે માટે શ્રી લુઇસ બ્રેઈલે આ બ્રેઈલ લિપીની શોધ કરી હતી.
→ UNએ આ દિવસની ઉજવણી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો ત્યારબાદ 4 જાન્યુઆરી, 2019ના રોજ આ દિવસની પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
→ બ્રેઈલ સિસ્ટમમાં અક્ષર અને સંખ્યાને રજૂ કરવા માટે મુખ્યત્વે 6 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
→ સંયુક્ત રાષ્ટ્ર(UN)ની સામાન્ય સભાએ નવેમ્બર, 2018માં બ્રેઈલ લિપિના શોધક લુઇ બ્રેઇલના જન્મદિવસ 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે જાહેર કર્યો હતો.
→ ઉદ્દેશ્ય : અંધ અને આંશિક દ્રષ્ટિવાળા લોકોના અધિકારનું રક્ષણ અને તેમના માટે સંચારના સાધન તરીકે બ્રેઇલ લિપિના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
→ આ દિવસ પ્રથમ વખત વર્ષ 2019માં ઉજવવામાં આવ્યો હતો.
→ 4 જાન્યુઆરી, 1809માં ફ્રાન્સમાં જન્મેલા લુઇ બ્રેઇલે વર્ષ 1824માં અંધજનો વાંચી શકે તેવી લિપિની શોધ કરી. આ લિપિ દ્રષ્ટિહિન લોકોને વાંચવાની સાથે લખવામાં પણ મદદ કરે છે.
→ તેમણે અંધજનો લખી શકે અને સામાન્ય લોકો વાંચી શકે તે હેતુથી ડેકાપોઈન્ટ નામની લિપિ વિકસાવી હતી.
→ આધુનિક બ્રેઈલ લિપિ 6 ટપકાંના સમૂહની પેટર્ન છે.
→ બ્રેઈલ લિપિ માટે ટાઇપરાઇટર પણ વિકસ્યા છે.
→ આજે કમ્પ્યૂટર યુગમાં ઘણા સોફ્ટવેર દ્વારા બ્રેઈલ લિપિ ટાઇપ કરી શકે છે. તેમજ પ્રિન્ટ પણ કરી શકાય છે.
→ ભારતે 1951માં વિવિધ ભાષાઓ માટે એકસમાન બ્રેઈલ કોડ અપનાવ્યા હતા.
→ ભારતે દહેરાદૂનમાં સેન્ટ્રલ બ્રેઈલ પ્લાન્ટ નામના પ્રથમ બ્રેઇલ પ્લાન્ટની સ્થાપના કરી હતી તથા વર્ષ 1954માં બ્રેઈલ ઉપકરણોના ઉત્પાદન માટે સેન્ટ્રલ બ્રેઈલ પ્રેસની સ્થાપના કરી હતી. આ સંસ્થા પ્રેસ બ્રેઇલ સ્લેટ અને અંકગણિત બ્રેઇલ સ્લેટ જેવા સરળ સાધનોનું ઉત્પાદન કરે છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2009માં લુઈ બ્રેઈલની 200મી જન્મજયંતી નિમિત્તે Rs. 2 અને Rs. 100 ના સ્મારક સિક્કા જાહેર કરવામાં આવ્યા હતા.
→ RBI દ્વારા MANI એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે અંધજન લોકોને ચલણી નોટ ઓળખવામાં મદદરૂપ થશે.
→ MANIનું પૂરું નામ Mobile Aided Note Identifier છે.
→ વર્ષ 1854માં વડોદરા ખાતે જન્મેલ નીલકંઠરાય છત્રપતિ કે જેમણે અંધાપો હોવા છતાં નિરાશ થયા વગર ઇંગ્લેન્ડથી અંધજન શિક્ષણ માટેનું સાહિત્ય મંગાવી અંગ્રેજી લિપિ પર સતત દોઢ વર્ષ પરિશ્રમ કરી ગુજરાતી તથા દેવનાગરી લિપિ આધારિત મરાઠી અને હિંદી ભાષાને અનુરૂપ બ્રેઇલ લિપિની શોધ કરી.
→ વર્ષ 1894માં ખાડિયા અમૃતલાલની પોળમાં ગુજરાતની પ્રથમ અંધ શાળા શરૂ કરી હતી.
→ વર્ષ 1951માં યુનેસ્કોની બેઠકમાં સમગ્ર વિશ્વના અંધજનો માટે સમન્વય સાધતી બ્રેઇલ લિપી માટેની આવશ્યકતા સ્વીકારવામાં આવી.
→ યુનેસ્કો દ્વારા ભારતીય ભાષાઓ અને વિશ્વની બ્રેઈલ લિપિઓ સાથે સુંદર સમન્વય ધરાવતી ડો. નીલકંઠરાયની ભારતીય લિપિને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું અને ત્યારથી આ લિપિ ડો. નીલકંઠરાય ભારતીય બ્રેઇલ તરીકે ઓળખાતી થઈ.
0 Comments