Ad Code

બરૂ | Johnson grass | Sorghum halepense

બરૂ
બરૂ

→ અંગ્રેજી નામ: Johnson grass

→ વૈજ્ઞાનિક નામ: Sorghum halepense

→ બરૂ એ 2 મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે અને પુષ્કળ પ્રમાણમાં બી ઉત્પન્ન કરે છે. તે બીજા છોડ સાથે હરિફાઈ કરવામાં પણ સર્વોપરી છે.

→ તેના જડિયા જમીનમાં 3 મી. ઉંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે 30-35 સે.મી. ઉંડાઇ ધરાવે છે.

→ શિયાળામાં બરૂના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફત ફેલાવે છે. ત્યારબાદ જૂના જડિયા સુષુપ્ત અવસ્થામાં જાય છે.

→ નવી ફૂટ ઉનાળામાં દેખાય છે અને 3-4 અઠવાડિયામાં તેમાં જડિયા બને છે.

→ જમીનમાં તેની મૂળ રચના ખૂબ જ પૂર્ણ રીતે વિકસિત થયેલી હોય છે.

→ બરૂ ખાસ કરીને મકાઈ, બાજરો, શેરડી, કપાસ જેવા પાકમાં ભારે કાળી તથા ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં જોવા મળે છે.

→ સ્ટેમ્પર (૧૯૫૭) ના અંદાજ પ્રમાણે એક હેકટર જમીનમાંથી આ મૂળ રચના ભેગી કરીને લંબાવવામાં આવે તો તેની લંબાઈ ૬૦૦ કિ.મી. જેટલી અને વજન ૩૩ મેટ્રીક ટન જેટલું થાય.

→ એક ઋતુ દરમ્યાન એક છોડ ૫૦૦૦ જેટલી ગાંઠો ઉત્પન્ન કરી શકે છે.


નિયંત્રણના ઉપાયો

→ નિયંત્રણ માટે ઉનાળામાં ખેડ કરવી.

→ બરૂનો છોડ જયારે ૩૦-૪૦ સે.મી. ઉંચાઈનો થાય ત્યારે ૭-૧૦ દિવસે ઉંડી ખેડ કરવી અને દર બે અઠવાડિયે કરબથી ખેડ કરવી

→ છોડને ફૂલ અને બીજ આવતા પહેલા નાશ કરવો જેથી તેના બીજ ખેતરમાં આવી શકે નહી

→ નવી ફુટ પર ડાલાપોન 5 - 7.5 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે 7-10 દિવસના અંતરે બે છંટકાવ કરવા.

→ એ વખત ડિસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું.

→ ટીસીએ 30 કિ.ગ્રા. હેક્ટર છાંટવાથી 99 % નિયંત્રણ થાય છે.

→ શેઢા-પાળા, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલા ડાલાપોન, ડાયુરોન, બ્રોમાસીલ કે સોડિયમ ક્લોરેટ, ગ્લાયફોસેટ, પેરાક્વોટનો છંટકાવ કરવો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments