→ નાળી બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે. દ્વિદળી પ્રકારનું નીંદણ છે.
→ નોળી/નાળી એ જમીન ઉપર પથરાયેલી અથવા વેલ પ્રકારની અન્ય છોડ ઉપર ચઢતી/વીંટળાતી જોવા મળે છે.
→ તેની મૂળ રચના વિશિષ્ટ પ્રકારની હોય છે. જે ૫ મીટર સુધી પથરાયેલી અને ૬ મીટર ઉડે સુધી વિસ્તરેલી જોવા મળે છે.
→ તેનું મૂળ વતન યુરોપ ખંડ છે, પરંતુ તે દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળે છે.
→ બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે.
→ છોડનું પ્રસર્જન બી દ્વારા થાય છે. જમીનમાં ઊડે સુધી ગયેલા મૂળમાંથી નવો છોડ ઉગી નીકળે છે.
→ ટીમોન્સે (૧૯૪૯) ખેતરમાં લીધેલા અખતરાઓ પરથી સાબિત કર્યુ કે નાળીનું બી જમીનમાં ૨૦ થી પણ વધારે વર્ષ સુધી જીવંત રહી શકે છે.
→ જમીનમાં રહેલા તેના બી ખૂબ જ લાંબા સમય સુધી સ્ફૂરણશક્તિ ધરાવે છે.
→ એક ઋતુમાં મૂળના કટકા દ્વારા તે 3 મીટરના ઘેરાવામાં ફેલાઈ શકે છે.
→ નોળી અર્ધસૂકાં વિસ્તારમાં ખેડાણ, બગીચા તથા બિનખેડાણ વિસ્તારમાં થાય છે.
→ ઘઉં, કપાસ, તુવેર, દિવેલાં, બટાટા અને શેરડીના પાકમાં વધારે થાય છે.
→ વેલાવાળું નીંદણ હોવાથી પાકનાં છોડને બાંધતું હોઈ, પાકની કાપણીમાં નડતરરૂપ બને છે.
નિયંત્રણના ઉપાયો
→ નિંદણનાશક દવાથી અથવા હાથ નિંદામણ કે આંતરખેડથી નોળીનાં છોડનો નાશ થઈ શકે છે.
→ નોળી પણ કપાસની જેમ પહોળા પાન ધરાવતું નીંદણ હોઈ, કોઈપણ નીંદણ નાશક દવા ખાસ કરીને 2,4 ડી દવા છાંટી શકાતી નથી, જે નોળી માટે અકસીર છે. તેમ છતાં સંકલિત ઉપયોગથી નોળી કાબુમાં રાખી શકાય છે.
→ દર વર્ષે છોડ ઉપર બી આવતા પહેલા નાશ કરવાથી ક્રમશઃ તેનું પ્રમાણ ઘટાડી શકાય.
→ ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન ઉલટ સુલટ કરવી.
→ શિયાળામાં ધાન્ય પાકોમાં ફૂટ અવસ્થાએ કે પોંક અવસ્થાએ અને કાપણી બાદ ૨, ૪-ડી ૧.૦ થી ૧.૨૫ કિ.ગ્રા. સક્રિય તત્વનો પ્રતિ હેકટરે છંટકાવ કરવો
→ પડતર જમીનમાં દર 15-20 દિવસે ખેડ કરી નોળીનાં છોડના નાશ કરવો.
→ ઘાસચારના પાકોની ફેરબદલી કરવી.
→ ધાન્ય પાકોની નજીક કપાસ, ટામેટા કે રાઈ જેવા સંવેદનશીલ પાકો (30-35 દિવસે) વાવેલા હોય ત્યારે ૨,૪-ડી (સોડિયમ સોલ્ટ) 25 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મેળવી દવાનો છંટકાવ ખૂબ જ કાળજીપૂર્વક કરવો. પવન હોય ત્યારે છંટકાવ કરવો નહીં. નીંદણનાશકના ઝીણા બિંદુઓ પવન સાથે ઉડીને નજીકના પાકને નુકસાન કરવાની પૂરેપૂરી શક્યતા છે.
→ ખુલ્લા ખેતરમાં પાક ન હોય અને નાળીનો વિકાસ થયેલ હોય તો ગ્લાયફોસેટ ૪૧% SL સક્રિય તત્વ ધરાવતી નીંદણનાશકનો છંટકાવ કરવાથી અસરકારક રીતે નાળીનું નિયંત્રણ કરી શકાય છે.
→ આજુબાજુમાં કપાસનું વાવેતર કરેલ હોય કે હવે પછી કપાસનો પાક લેવાનો હોય તો 2,4-ડી દવા છાંટવી નહીં.
→ આ સિવાય મેટસલ્ફ્યુરોન, ગ્લાયફોસેટ, ડિકામ્બા, પીક્લોરામ,કારફેંટ્રોઝોન દવાઓ પણ થોડે ઘણે અંશે અસરકારક છે.
→ 2,4 -ડી ની સાથે ગ્લાયફોસેટ, ડિકામ્બા કે મેટાસલ્ફ્યુરોન દવા મિશ્ર કરીને છાંટવાથી સારું નિયંત્રણ થાય છે.
0 Comments