Ad Code

Hilly Region of Kutch | કચ્છનો ડુંગરાળ પ્રદેશ


કચ્છનો ડુંગરાળ પ્રદેશ



→ કચ્છમાં મોટા પર્વતો કે ડુંગરો આવેલા નથી.


→ કચ્છમાં નાના-નાના ડુંગરોની હારમાળા આવેલી છે.


→ અહીં આવેલા ડુંગરોની હારમાળા ને "ધાર" તરીકે ઓળખવામાં આવે છે.


→ કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે જે કચ્છના ઉત્તરધારમાં આવેલો છે.


→ કચ્છના ડુંગરો ત્રણ ધારમાં વહેચાયેલા છે.

  1. ઉત્તરધાર

  2. મધ્યધાર

  3. દક્ષિણ ધાર




ઉત્તરધાર



→ ઉત્તરધાર કચ્છના મોટા રણમાં આવેલી છે.


→ લખપતથી છેક ફતેહગઢ સુધી છુટા – છવાયા ડુંગર આવેલા છે.


→ ઉત્તરની ડુંગર ધાર સળંગ નથી.


→ આ ડુંગરધાર ટાપુઓના ભાગમાં ઊંચી છે.


→ બે ટાપુઓ વચ્ચેનો ભાગ સમતલ છે.


→ ઉત્તરભાગમાં પચ્છમ, ખદિર, બેલા, ખાવડા વગેરે ટાપુઓ આવેલા છે.


→ પચ્છમ, ખદિર, બેલા એ કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલા છે.


ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે જેની ઊંચાઈ 437.08 મીટર છે.


→ કાળો ડુંગર એ ગુરુ દત્તાત્રેય ની તપસ્યાનું સ્થાનક છે.


→ ઉત્તરધારમાં આવેલા કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે.


→ ઉત્તરધારમાં ગારો, ખાડિયો વગેરે ડુંગર આવેલા છે.


ગુજરાતનું સૌથી પ્રાચીન હડપ્પા કાલીન નગર ઘોળાવીરા (કોટડા ગામ) ખદીરબેટ નજીક આવેલુ છે .










મધ્યધાર



→ મધ્યધાર વાગડ અંજાર થી લખપત સુધી ફેલાયેલી અથવા તળ કચ્છની ઉત્તર હદ પર ચાડવા ડુંગરધારથી શરૂ કરી, અંજારથી પશ્વિમમાં લખપત પાસે આવેલી ગર્દા ટેકરીઓ સુધી ફેલાયેલી છે.


→ આ ડુંગરધાર સળંગ નથી.


→ મધ્યધારમાં તળ ખડકો રેતીનો બનેલો છે તેની ઉપર બેસાલ્ટ ખડકોનો જાડો થર છે. મધ્યધારમાં બેટ એ ડુંગરો કરતાં ઊંચો છે.


મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર છે, જેની ઊંચાઈ 388 મીટર છે. આ ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલો છે.


→ ધીણોધર ડુંગર પરથી કર્કવૃત્ત પસાર થાય છે.


→ ધીણોધર ડુંગર જે ગોરખનાથની તપોભૂમિ તરીકે જાણીતો છે.


→ ધીણોધર ડુંગર કાનકટ્ટા સાધુઓના મઠ તરીકે જાણીતો છે. અહીં ધોરમનાથ નામના સાધુએ 12 વર્ષ તપસ્યા કરી હતી.


→ મધ્યધારમાં ઉમિયા, ઝુરા, વરાર, રતનલાલ, લીલિયો, ભૂજિયો, જોગીકાર ભીટ કીરો , હબલ (હબો), કાંસનો ડુંગર વગેરે ડુંગર આવેલા છે.


→ ભૂજિયા ડુંગર પર ભૂજિયો કિલ્લો આવેલો છે.


→ કંથકોટનો ઐતિહાસિક ડુંગર વાગડના મેદાનમાં આવેલો છે.


→ મહંમદ ગજની એ જ્યારે પાટણ અને સોમનાથ પર ચઢાઈ કરી ત્યારે રાજા ભીમદેવ પહેલાએ કંઠકોટના ડુંગરમાં બનેલા અભેદ કંઠકોટના કિલ્લામાં આશ્રય લીધો હતો.


→ વાગડના મેદાનમાં આવેલી ડુંગરમાળને કંથકોટ કહે છે.


→ કંઠકોટની ડુંગરમાળાનું સૌથી ઊંચું શિખર અધોઈની ટેકરી છે.


→ મધ્યધાર કચ્છના રણ અને કચ્છના અખાતની વચ્ચે જળવિભાજક તરીકે કામ કરે છે.


ભારતનો એકમાત્ર નિષ્ક્રિય જવાળામુખી ધીણોધર ડુંગર છે. 7.9 કરોડ વર્ષ પહેલા ક્રિટેશસ પિરિયડમાં રચાયો હતો.












દક્ષિણધાર



→ દક્ષિણધાર પાનધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી જે કચ્છની મધ્યભૂમિ વચ્ચેથી પસાર થાય છે.


→ કચ્છના દક્ષિણ – પશ્વિમ ભાગમાં ગેદીપાદરની ટેકરીઓ આવેલી છે.


→ દક્ષિણ ધાર માં આવેલો માતાનો મઢ જાડેજાઓનાં કુળદેવી માતા આશાપુરાનું સ્થાનક છે.


→ NASA અને દહેરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ માતાના મઢ વિસ્તારમાં મંગળ જેવા જ ખડકોની શોધ કરી છે. અહીં સફેદ, આછા પીળા અને લાલ રંગના ખડકો આવેલા છે.


→ દક્ષિણધારમાં આવેલો હબા ડુંગર કચ્છના સંત મેકરણદાદાની સમાધિનું સ્થળ છે.


દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો (નામ વગરનો) છે.


→ દક્ષિણધારમાં વાગડની ટેકરીઓ, અધોઈની ટેકરીઓ, ગેડીપાદરની ટેકરીઓ વગેરે આવેલી છે. તેના ખડકો પર પરવાળાના થર જોવા મળે છે.


→ માંડવા, ખાત્રોડ વગેરે ડુંગરો આવેલા છે.


→ આ ધારમાંથી મિનેમાઈટ – નેટ્રો એલ્યુનાઈટ ધરાવતા કેલ્શિયમના ભંડાર આવેલા છે.


→ બ્રહમાંડની ઉત્પત્તિ સમયે ગ્રહોની વચ્ચે થયેલા ઘર્ષણ ને કારણે વૉલકેનિક ગેસ, એસિડિક હાઈડ્રો થર્મલ અને વૉલકેનિક થર્મલ અને વૉલકેનિક એરાના મિશ્રણથી ખડકો બન્યા છે.





→કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનીજો મળી આવે છે.


→ ગુજરાતની સૌથી મોટી લિગ્નાઈટ કોલસાની ખાણ પાનધ્રો મુકામે આવેલી છે.


  1. ચૂનાના પથ્થર

  2. બેનટોનાઇટ

  3. કવાર્ટઝ

  4. લિગ્નાઈટ

  5. સિલિકાસેન્ડ

  6. બૉક્સાઈટ

  7. ચિરોડી






Post a Comment

0 Comments