→ ઈ.સ. ૧૯૫૧ થી ૧૯૫૬ દરમિયાન સૌરાષ્ટ્ર રાજ્યમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમણે ફરજ બજાવી હતી.
→ ઈ.સ. ૧૯૫૭ થી લોકસભાના સભ્ય હતા.
→ ઈ.સ. ૧૯૭૧ થી રાજ્યકક્ષાના ઔદ્યોગિક વિકાસ પ્રધાન હતા.
→ તેમણે શાસન દરમિયાન ૧૫ ફેબ્રુઆરી, ૧૯૭૩ ના રોજ "ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક" પસાર થયું અને ખાનગી સંસ્થાઓના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. "માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી".
→ આદિવાસી જાતિઓના વિકાસ માટે “ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન” ની રચના કરવામાં આવી.
→ નાના ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ આપતો કાયદો બનાવ્યો.
→ તેમણે “રૂરલ હાઉસિંગ બોર્ડ” અને "ગૃહ નિર્માણ બોર્ડ" ની રચના કરી.
→ તેમણે "ટેસ્ટ કંટ્રોલ ઓર્ડર" બનાવ્યો,જેના દ્વારા 25 થી વધુ વ્યક્તિઓના જમણવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
→ તેમના વિરુદ્ધ રસિકલાલ પરીખના નેતૃત્વમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તેમણે રાજીનામું આપ્યું.
→ ૧૭ જુલાઈ, ૧૯૭૩ ના રોજ શ્રી ઘનશ્યામભાઈએ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું.