મુખ્યમંત્રી : શ્રી શંકરસિંહ વાઘેલા | Shankersinh Vaghela


શ્રી શંકરસિંહ વાઘેલા



→ જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૪૦


→ જન્મ સ્થળ : ગાંધીનગર


→ પત્ની : ગુલાબબા


→ રાજકીય પક્ષ :


  • ભારતીય જનતા પાર્ટી (૧૯૭૦―૧૯૯૬)
  • રાષ્ટ્રીય જનતા પાર્ટી (૧૯૯૬―૧૯૯૮)
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૯૮―૨૦૧૭)
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (૨૦૧૯―૨૦૨૦)




  • → તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા.

    → તેઓ જનસંઘ નામના પક્ષ સાથે પણ જોડાયેલા હતા અને તેના પાયાના કાર્યકર હતા.

    → ભાજપના અસંતુષ્ટ સભ્યોએ ઓક્ટોબર, 1996 માં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં "રાષ્ટ્રીય જનતા પાર્ટી" ની રચના કરી.

    → ઓક્ટોબર -1996માં તેમણે રાષ્ટ્રીય જનતાપાર્ટી નામે નવાપક્ષની રચના કરી અને 44 જેટલા ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયા.

    → આ વિવાદ હજૂરિયા - ખજૂરીયા તરીકે ઓળખાય છે.

    → ત્યાર બાદ કોંગ્રેસના 47 ધારાસભ્યોના ટેકાથી સરકાર રચવાની માંગણી કરી.

    → રાષ્ટ્રપતિ શાસનને પૂરું કરીને 23 ઓક્ટોબર, 1996 ના રોજ તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા.

    કાર્યકાળ : ૨૩ ઓક્ટોબર, 1996 થી 27 ઓક્ટોબર, 1997
    → આ પછી તેઓ રાધનપુરની બેઠક પરથી ચૂંટાઈને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા.

    → 2 ઓક્ટોબર, 1997 ના રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર એમ કુલ 5 નવા જિલ્લાઓની રચના કરી.

    → તેમણે ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની શરૂઆત કરી.

    → કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મતભેદ થતા 27 ઓક્ટોબર, 1997 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.