→ તેમણે ભાવનગરની શામ શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
→ તેઓએ મુંબઇ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે B.A. (1951) અને M.A. (1961)ની ડિગ્રી મેળવી હતી.
→ તેઓએ જનશક્તિ (1951-62), પ્રવાસી અને જન્મભૂમિ દૈનિકના તંત્રી તરીકે તેમજ સમર્પણ (1962-68) વર્તમાન પત્રના સંપાદક તરીકે સેવા આપી હતી.
→ તેમણે બહુ જ પ્રસિદ્ધ માધવ ક્યાંય નથી નવલકથા આપી છે. જેમાં માનવ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણકથા છે જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે.
→ તેમની કવિતાનો વિષય પ્રેમ અને મૃત્યુનો રહ્યો છે. તેમની સંગ-અસંગ નવલકથાનું નામાભિધાન હરકિશન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
→ ગાંધીની કાવડ સાંપ્રત સમયની બાબતોને પર્દાફાશ કરતી કટાક્ષ પ્રધાન નવલકથા છે. તેઓ ભારતીય વિધાભવનમાં કનૈયાલાલ મુનશીના પરિચયમાં આવ્યાં હતાં.
→ તેમને હયાતી ગઝલ સંગ્રહ માટે વર્ષ 1978માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ રણજિતરામ સુર્વણચંદ્રક (1982) અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા કબીર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
→ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2005થી મોરારી બાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવામાં આવે છે તેની સાથે સન્માનપત્ર અને રૂ. 51000 નો ચેક આપવામાં આવે છે.
0 Comments