→ માનવશરીરમાં રુધિરાભિસરણ તંત્રનું યોગ્ય રીતે વર્ણન આપનાર પ્રથમ તબીબ વિલિયમ હાર્વે
→ તેમણે વર્ષ 1602માં ઇટાલીની પદુઆ યુનિવર્સિટીમાંથી મેડિકલ ડોક્ટરની ડિગ્રી પામેળવી હતી. આ ઉપરાંત તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પણ મેડિસિનની ડિગ્રી એનાયત કરી હતી
રુધિરાભિસરણ તંત્રની શોધ
→ રૂધિરનું શરીરમાં પરિવહન થવાની ક્રિયાને રુધિરાભિસરણ કહે છે.
→ રુધિરના અભ્યાસને હિમેટોલોજી કહે છે.
→ તેમણે માનવશરીરમાં રુધિરાભિસરણ તંત્રની શોધને ઈ.સ. 1616માં જાહેર કરી અને ઈ.સ. 1628માં સસ્તન પ્રાણીઓનાં હૃદય અને લોહીના પરિવહન વિશેનું તેમના પુસ્તક Exercitatio Anatomica de Motu Cordis et Sanguinis in Animalibusમાં દર્શાવ્યું. જે de Motu Cordis નામે જાણીતું છે.
→ તે સમયના મોટાભાગના તબીબો અનુસાર આખા શરીરમાં ફેફસાં દ્વારા લોહીનું પરિભ્રમણ થાય છે. પરંતુ તેમણે આ ધારણાને ખોટી સાબિત કરી આપી.
→ તેમણે દર્શાવ્યું કે હદય લોહીને ફરતું રાખવા માટે પ્રણોદક(pump)નું કાર્ય કરે છે અને મનુષ્યમાં બંધ રુધિરાભિસરણ (closed system)માં કાર્ય કરે છે.
→ તેમણે હૃદયમાં એકસામટું કેટલું લોહી ભેગું થઇ શકે, દરેક પમ્પિંગ વખતે કેટલું લોહી ધકેલાઈ શકે અને દિવસમાં હૃદય કેટલી વખત લોહી ધકેલે છે તેની માહિતી મેળવી હતી.
→ ધમની શુદ્ધ લોહીનું હૃદયમાંથી શરીરના અંગો તરફ વહન કરે છે. જ્યારે શિરા અશુદ્ધ લોહીનું અંગોથી હૃદય તરફ વહન કરે છે. આમ લોહીનું પરિભ્રમણ અને ન: પરિભ્રમણ એક નિબદ્ધ (મુક્ત નહિ એવા)તંત્રમાં થાય છે.
→ આમ, તેમણે શિરા અને ધમનીમાં લોહીનું એકમાર્ગી વહન દર્શાવ્યું.
→ ઉપરાંત તેમણે તબીબી વિજ્ઞાનમાં પ્રાણી પ્રજનનનો પણ અભ્યાસ કર્યો જેના તમામ સંશોધનો અને સિદ્ધાંતો તેમના પુસ્તકમાં ઍનેટૉમિકલ એક્સાઇટેશન કન્સર્નિંગ ધ જનરેશન ઑવ્ લિવિંગ ક્રિચર્સમાં રજૂ કર્યા છે.
→ તેમના આ નિરીક્ષણ અને સિદ્ધાંતોએ આધુનિક પ્રાગર્ભવિધા (embryology)નો પાયો નાંખ્યો.
0 Comments