Ad Code

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ

→ ભારતમાં દર વર્ષે 1 એપ્રિલના રોજ ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)નો સ્થાપના દિવસ ઉજવવવામાં આવે છે.

→ ભારતની મધ્યસ્થ બૅન્ક અને બૅન્કોની બેન્ક તરીકે ઓળખાતી ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)ની સ્થાપના ભારતીય રિઝર્વ બૅન્ક અધિનિયમ, 1934ની જોગવાઈ અનુસાર 1 એપ્રિલ, 1935ના રોજ કરવામાં આવી હતી.



RBIની સ્થાપનાનો ઇતિહાસ

→ ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના પુસ્તક The Problem of the Rupee-It's origin and it's solutionમાં આપેલા માર્ગદર્શન તથા નિર્દેશક સિદ્ધાંતોને આધારે વર્ષ 1926માં ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સથી સંબંધિત રોયલ કમિશને ભારત માટે એક કેન્દ્રિય બેન્ક બનાવવાની ભલામણ કરી હતી. આ કમિશનની ભલામણને આધારે RBIની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનને હિલ્ટન યંગ કમિશનના નામથી પણ ઓળખવામાં આવે છે.

→ શરૂઆતમાં RBI ખાનગી માલિકી હસ્તક હતી.

→ વર્ષ 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને બેન્કિંગ વિનિમય અધિનિયમ, 1949 ઘડવામાં આવ્યો હતો. ત્યાર પછીથી ભારત સરકાર તેની પૂર્ણ માલિકી ધરાવે છે.

→ RBI એ ભારતની તમામ બેન્કોનું સંચાાલન કરતી હોવાથી તેને બેન્કોની બેન્ક કહેવામાં આવે છે.

→ શરૂઆતમાં રિઝર્વ બેન્કનું કેન્દ્રિય કાર્યાલય કોલકતામાં સ્થાપવામાં આવ્યું હતું, જેને વર્ષ 1937માં સ્થાયી રૂપથી મુંબઈમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું.


RBI ના કાર્યો

→ ભારતીય રિઝર્વ બેન્ક ભારતમાં મૌદ્રિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બેન્ક નોટોના નિયમન કરવાનું તથા સંચિત નિધિને જાળવી રાખવાની કામગીરી કરે છે.

→ RBI નાણાકીય નીતિનું સંચાલન કરવાનું, ક્રેડિટ નિયંત્રણ, ભારતીય બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાને વિનિયમન કરવાનું, સરકારના બેન્કર, એજન્ટ અને સલાહકાર તરીકે, વિદેશી મુદ્રા ભંડારનું સંરક્ષણ કરવાનું અને વિદેશી વિનિમય ભંડારને નિયમન કરવાનું કાર્ય કરે છે.

→ RBI નાણાકીય નીતિ દ્વારા આર્થિક નીતિના લક્ષ્યો પ્રાપ્ત કરવાના હેતુથી નાણા પૂરવઠા પર નિયંત્રણ રાખે છે અને સમગ્ર અર્થતંત્ર માટે નીતિ ઘડે છે.

→ નાણાકીય નીતિનો ઉદ્દેશ્ય ભાવ સ્થિરતા, આર્થિક વૃદ્ધિ, પૂર્ણ રોજગારી, બચત અને નાણા સંગ્રહને વિનિર્મિત કરવાનો છે.

→ ઇ-કુબેર RBIનું કોર બેન્કિંગ સોલ્યુશન સોફટવેર છે. જેના દ્વારા RBI દરેક વાણિજ્યિક બેન્કોના ચાલુ ખાતાનો વહીવટ સંભાળે છે.


સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર

→ રિઝર્વ બેન્કના કાર્યોનું સંચાલન સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર થાય છે.

→ ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ, 1934 અનુસાર ભારત સરકાર દ્વારા બોર્ડને નિયુકત કરવામાં આવે છે.

→ આ બોર્ડમાં કુલ 21 સભ્યો હોય છે. જેમાં ઓફિસીયલ ડિરેકટરમાં 1 ગવર્નર અને 4 કે તેથી ઓછા ડેપ્યુટી ગવર્નરનો સમાવેશ થાય છે. જેમનો કાર્યકાળ 5 કે 5 વર્ષથી ઓછો હોય છે.

→ સરકાર દ્વારા 10 અલગ-અલગ ફિલ્ડના નોન-ઓફિસીયલ ડાયરેકટરમાં 1 ડિરેકટરની (સરકાર દ્વારા નિમણૂક અને 4 વર્ષનો કાર્યકાળ) અને 2 સરકારી અધિકારીઓની નિમણુક કરવામાં આવે છે.

→ અન્ય 4 ડાયરેકટરની નિમણુંક 4 લોકલ બોર્ડમાંથી કરવામાં આવે છે.


ચલણી નોટ

→ નોટના આગળના ભાગ પર જમણી બાજુએ ગેરન્ટી કલોઝ, ગવર્નરના હસ્તાક્ષર અને RBIનું પ્રતીક ચિહ્ન હોય છે. જ્યારે ડાબી બાજુએ મહાત્મા ગાંધીની તસ્વીર હોય છે.

→ RBI દ્વારા વર્ષ 1987માં ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસ્વીર છાપવાનું શરૂ કરવામાં આવ્યું.

→ ભારતમાં 1 રૂપિયાની નોટ નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે તથા તે નોટ ઉપર નાણા સચિવનાં હસ્તાક્ષર હોય છે.

→ ભારતમાં એક રૂપિયાથી ઉપરની નોટ તથા સિક્કા RBI દ્વારા બહાર પાડવામાં આવે ૫૭ છે તેના ઉપર ગવર્નરના હસ્તાક્ષર હોય છે.

→ વર્તમાનમાં 1 અને 2 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરી દેવાયુ છે.

→ ડો.મનમોહન સિંહ પ્રથમ એવા પ્રધાનમંત્રી હતા કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર પદે પણ રહી ચૂક્યા છે.


RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટ પરના ચિત્રો

મૂલ્ય ચિત્ર રાજ્ય
10 કોર્ણાકનું સૂર્યમંદિર ઓડિશા
20 ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર
50 હમ્પીનું રથ મંદિર કર્ણાટક
100 રાણકી વાવ ગુજરાત
200 સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશ
500 લાલ કિલ્લો દિલ્હી
2000 મંગળયાન ભારત


ભારતીય ચલણી નોટોનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે?

ક્રમ કંપની સ્થળ
1. કરન્સી નોટ પ્રેસ નાસિક (મહારાષ્ટ્ર)
2. બેન્ક નોટ પ્રેસ દેવાસ(મધ્યપ્રદેશ)
3. ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ લી. શહબાની (૫. બંગાળ),મૈસુર (કર્ણાટક)
4. સિકયુરીટી પેપર મીલ હોશંગાબાદ (મધ્યપ્રદેશ)

→ RBIના પ્રથમ ગવર્નર : ઓસબોર્ન સ્મિથ

→ RBIના પ્રથમ ભારતીય ગવર્નર : સી.ડી. દેશમુખ

→ RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર : આઈ. જી. પટેલ

Website
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments