ઇન્ટરનેશનલ ડે ફોર માઈન અવરનેસ એન્ડ આસિસ્ટન્સ ઇન માઇન એકશન
ઇન્ટરનેશનલ ડે ફોર માઈન અવરનેસ એન્ડ આસિસ્ટન્સ ઇન માઇન એકશન
→ દર વર્ષે 4 એપ્રિલે International Day for Mine Awareness and Assistance in Mine Action મનાવવામાં આવે છે.
→ થીમ 2025 : "Safe Futures Start Here."
→ 8 ડિસેમ્બર, 2005માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા 4 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ફોર માઇન અવરનેસ એન્ડ આસિસ્ટન્સ ઇન માઇન એક્શન તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ લેન્ડમાઇનની કામગીરી માટે મદદની વિનંતી કરવાનો તથા લેન્ડમાઇન વિશે જાગૃતિ લાવવાનો અને માનવીઓની સલામતી માટે લેન્ડમાઇનની નાબૂદી તરફ કામ કરવાનો છે.
→ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સંસ્થાઓ માઈનિંગ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. જેનાથી લેન્ડમાઇન અને વિસ્ફોટકથી પેદા થતા જોખમને ઘટાડી શકાય.
→ આ ઉપરાંત, ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન્સ માઈન એકશન સર્વિસ (UNMAS) સંસ્થાનો ઉદેશ્ય વિશ્વભરમાં લેન્ડમાઇનથી પ્રભાવિત લોકોની મદદ કરવાનો અને લેન્ડમાઇન વિશે જાગૃતિ લાવવાનો છે.
→ વર્ષ 1992માં ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ બેન લેન્ડમાઇન્સ (ICBL) ની સ્થાપના કરવામાં આવી હતી. તેને વર્ષ 1997માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
→ વર્ષ 2015માં, UN સચિવ દ્વારા અભિનેતા ડેનિયલ ક્રેગને માઇન અને વિસ્ફોટક જોખમો નાબૂદી માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ વૈશ્વિક વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
0 Comments