Ad Code

પંચવર્ષીય યોજનાઓ



→ શ્રી એમ વિશ્વસરૈયાએ ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર તેમના પુસ્તક 'Planned Economy for India' માં કર્યો.

→ પંડિત નેહરુના અધ્યક્ષપણા હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આયોજન સમિતિની રચના કરી (1938).

→ આઝાદી પહેલાં વચગાળાની સરકારના વડા નેહરુના નેતૃત્વ નીચે શ્રી કે. સી. નિયોગીના અધ્યવપણા હેઠળ એક સલાહકાર આયોજન બોર્ડની રચના કરવામાં આવી (1946).

→ ટૂંકાગાળામાં આ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં કાયમી ધોરલે એક 'આયોજન પંચ'ની રચના માટે ભલામણ કરી હતી. જોકે સ્વતંત્રતા બાદ ઊભા થયેલા પ્રશ્નો અને સમસ્યાઓને લીધે આ દિશામાં કોઈ કાર્ય થઈ શકયું નહીં, પરંતુ સરકારે આ પ્રશ્ન (જાન્યુઆરી, 1950) હાથ પર લીધો અને બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા 'આયોજન પંચ'નો પ્રારંભ કરવામાં આવ્યો (15 માર્ચ, 1950). આ સાથે ભારતમાં વ્યવસ્થિત અને આયોજનબદ્ધ આર્થિક વિકાસ માટેની યોજનાઓ રજૂ થઈ. (હવે તે નીતિ આયોગને નામે કાર્યરત છે.)

→ આયોજન પંચમાં સભ્ય સંખ્યા 6 થી 12ની નક્કી કરવામાં આવી. આ આયોજન પંચ નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના વિદ્વાનોનું બનેલું હોય છે. તેના અધ્યક્ષ હોદાની રૂએ વડાપ્રધાન હોય છે અને ઉપાધ્યક્ષ આયોજન ખાતાના પ્રધાન રહે તેમ ઠરાવાયું.

ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદેશી નીચે મુજબ છે :
ઝડપી આર્થિક વિકાસ : રાષ્ટ્રના ઉત્થાનમાં ઝડપી અને સતત વધારો કરી પ્રજાના જીવનધોરણમાં સુધારો લાવવો તથા ભૌતિક જીવનની ગુણવત્તા સુધારવી.

આર્થિક અસમાનતામાં ઘટાડો : ગરીબો અને અમીરો વચ્ચેની આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી : દેશના નાગરિકોની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી બેરોજગારી ઘટાડવી અને નવી તકો ઊભી કરી પૂર્ણ રોજગારીનું ધ્યેય હાંસલ કરવું.

સ્વાવલંબન : વસ્તુઓ, યંત્રો, સાધનો અને ટેકનિકલ જાણકારી જેવી બાબતોમાં સ્વાવલંબન પ્રાપ્ત કરવું, ખાસ બાબત તરીકે અન્ન ઉત્પાદનમાં પગભર થવું.

ભાવસ્થિરતા : ભાવો સ્થિર રહે અને વિકાસ થાય તેવી જરૂરી નાણાકીય અને રાજકોષીય નીતિઓ અમલી બનાવવી.

શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ : શિક્ષણનો વ્યાપ વધારી તેમજ સમાજ-સુધારણા દ્વારા રાષ્ટ્રની કાયાપલટ કરવી.


પંચવર્ષીય યોજનાઓ

→ ઉપર્યુક્ત ઉદેશો સિદ્ધ કરવા દેશના આર્થિક આયોજનના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરાઈ. મૂળે તો આ યોજનાઓનો સામ્યવાદી રશિયામાં સફળ પ્રયોગ થઈ ચૂક્યો હતો. આથી સામ્યવાદી રશિયાના પૌરણે ભારતનો પણ ઝડપથી આર્થિક વિકાસ થાય તે માટે પંચવર્ષીય યોજનાનો શરૂ કરવામાં આવી.


પ્રથમ પંચવર્ષીય યોજના

→ પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) સમયગાળા દરમિયાનના સમયગાળા માટે હતી.

→ પ્રથમ યોજના માટે એ ધ્યેયો નક્કી કરવામાં આવ્યા.

  1. અનાજની બાબતે ઉત્પાદન વધારી આત્મનિર્ભર થવું.
  2. રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો અને લોકોનું જીવનધોરણ સુધારવું.
→ આ યોજનાના ઘડતર માટે "હેરોલ્ડ ડોમર મૉડેલ" નો ઉપયોગ કરાયો.

→ આ યોજનાના અંતે ખેતી, સિંચાઈ, વીજળી અને વાહનવ્યવહાર ક્ષેત્રે સારી પ્રગતિ કરી શક્યા.

→ આપણી રાષ્ટ્રીય આવકમાં 18%નો વધારો થયો.


બીજી પંચવર્ષીય યોજના

→ બીજી પંચવર્ષીય યોજના (1956-1961) સમયગાળા દરમિયાન હતી.

→ ભારતીય સંસદે આર્થિક નીતિના ધ્યેયમાં 'સમાજવાદી સમાજરચના'નો આદર્શ જાહેર કર્યો.

→ બીજી યોજના થકી ભારતમાં ભાવિ ઔદ્યોગિક વિકાસનો પાયો નંખાયો.

→ યોજનાના અંતે લોખંડ-પોલાદ, સિમેન્ટ, રસાયણો, ભારે યંત્રસામગ્રી, વીજળીને લગતો સામાન વગેરેના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાયો.



ત્રીજી પંચવર્ષીય યોજના

→ ત્રીજી યોજના (1961-1966) સમયગાળા દરમિયાન હતી.

→ આ યોજનાનું મુખ્ય લક્ષ્યાંક આત્મનિર્ભર અને સ્વયંસ્પષ્ટ, (Take off stage) અર્થવ્યવસ્થાની સ્થાપનાનું હતું.

→ આ યોજનાની અસફલતાનું મુખ્ય કારણ ચીન સાથે યુદ્ધ (1962) તથા પાકિસ્તાન સાથે યુદ્ધ (1965) તથા દેશમાં પડેલા ભીષણ દુષ્કાળી ગણાવી શકાય.

→ ચોથી યોજનાને બદલે (1966 થી 1969 સુધી) ત્રણ વાર્ષિક યોજનાઓ બનાવાઈ. તેથી આ સમયગાળાને ‘યોજના અવકાશ' ('Plan Holiday) કહેવાયો.


ચૌથી પંચવર્ષીય યોજના

→ ચૌથી પંચવર્ષીય યોજના (1969-1974) સમયગાળા દરમિયાન હતી.

→ આ યોજનાનો મુખ્ય ઉદેશ સ્થિરતા સાથે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રાપ્તિનો હતો.

→ આ યોજના કરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ (1969) કરવામાં આવ્યું.


પાંચમી પંચવર્ષીય યોજના

→ પાંચમી પંચવર્ષીય યોજના (1974-1978) સમયગાળા માટે હતી.

→ આ પોજનાના પ્રથમ વર્ષને બાદ કરતાં ચાર વર્ષો સાનુકૂળ નીવડતાં પાંચમી યોજનાની કામગીરી સંતોષકારક રહી.

→ પાંચમી યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરાતાં છઠ્ઠી યોજના અમલમાં મુકાઈ (1978) જેનું નામ વાર્ષિક યોજનાઓ (Rolling plan) રાખવામાં આવ્યું.




છઠ્ઠી પંચવર્ષીય યોજના

→ જાન્યુઆરી 1980માં કેન્દ્રમાં સત્તાપરિવર્તન થતાં છઠ્ઠી પંચવર્ષીય યોજના (1980-1985) દરમિયાનની રહી હતી.

→ આ યોજનાનો મુખ્ય ભાર ગરીબી નાબુદી, રોજગારસર્જન, લોકોની ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ કરવી, ઉત્પાદનમાં ક્ષમતા વધારવી વગેરે હતી.

→ છઠ્ઠી યોજના પ્રમાણમાં સફળ રહી.


સાતમી પંચવર્ષીય યોજના

→ સાતમી પંચવર્ષીય યોજના (1985-1990) સમયગાળા દરમિયાનની હતી.

→ આ યોજનામાં ઉત્પાદનક્ષમતા વધારવી, રોજગારીનું સર્જન કરવું, ગરીબીનું પ્રમાણ ઘટાડવું, પર્યાવરવાનું સંરક્ષણ કરવું અને શક્ય તેટલાં ક્ષેત્રમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવી તે ધ્યેય રાખવામાં આવ્યાં.


આઠમી પંચવર્ષીય યોજના

→ આઠમી પંચવર્ષીય યોજના(1992-1997) રાજકીય અસ્થિરતાના કારણે બે વર્ષ મોડી શરૂ થઈ.

→ આ યોજનામાં પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ કરવું.

15-35ની વયજૂગના લોકો એટલે કે યુવાનોમાંથી નિરક્ષરતા નાબૂદ કરવી, પીવાના પાણી તેમજ ખેતીનો વિકાસ મુખ્ય હતો.


નવમી પંચવર્ષીય યોજના

→ નવમી પંચવર્ષીય યોજના (1997-2002) સમયગાળા દરમિયાનની હતી.

→ આ યોજનામાં અગાઉની યોજનાના ઉદેશો યથાવત રાખી દેશને મંદીના સંકટમાંથી બહાર લાવવો, રોજગારીનું સર્જન, ગરીબીનિવારણ માટે ખેતી અને ગ્રામવિકાસને અગ્રિમતા જેવા ઉદેશો પણ રખાયા આ યોજનામાં ગરીબોના કલ્યાણ પર ભારે મુકાયો.

→ સાક્ષરતાનું પ્રમાણ 65.38% સુધી જ વધી શક્યું, વસ્તીવૃદ્ધિદર અટકી શક્યો નહિ અને સૌદ્યોગિક વિકાસદર પણ ધીમો રહ્યો.

→ આ યોજના તેના લક્ષ્યાંકો પૂરેપૂરી પૂર્ણ કરી શકી નહિ.


દસમી પંચવર્ષીય યોજના

→ દસમી પંચવર્ષીય યોજના (2002-2007) સમયગાળા દરમિયાન હતી.

→ આ પોજના આવક-જાવકના મોડેલ પર આધારિત હતી.

→ આ યોજનામાં સૌપ્રથમ વખતે 'રાજ્ય દીઠ વિકાસદર' નક્કી કરવામાં આવ્યો.

→ આ યોજનામાં આર્થિક લક્ષ્યાંકો સાથે સામાજિક લક્ષ્યાંકો પર પણ નજર રાખવાની વ્યવસ્થા હતી.

→ ગરીબીની ટકાવારી 28 %થી ઘટાડી 21 % સુધી લાવવી.

→ દરેક ગામમાં પીવાનું પાણી પૂરું પાડવું, ખાતર પરની સબસિડીમાં ઘટાડો કરવો, પેટ્રોલિયમ પરની સબસિડી નાબુદ કરવી, ખાનગી રોકાણથી વિમાનીમથકો બાંધી ઉડયનક્ષેત્રનો વિકાસ કરવો, બાળમરણનો આંક ઘટાડવો, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું, ખાદ્ય કરતાં જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવું જેવા લક્ષ્યાંકો રાખવામાં આવ્યા.

→ આ યોજનામાં 8% વિકાસદરની પ્રાપ્તિ માટે 6 સૂત્રી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી.



અગિયારમી પંચવર્ષીય યોજના (2007-2012) સમયગાળા દરમિયાન હતી.

→ આ યોજનામાં ઘરઆંગણાના વિકાસની વૃદ્ધિ 7.8% રહી અને ખેતીમાં વિકાસદર 3.3% રહ્યો.

બારમી પંચવર્ષીય યોજના (2012-2017) સુધીની છે. જેમાં 8% ના વાર્ષિક વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments