Ad Code

Responsive Advertisement

સૂર્યનો ગઢ- મેહરાનગઢ કિલ્લો | Mehrangarh Fort


સૂર્યનો ગઢ- મેહરાનગઢ કિલ્લો


→ જોધપુર, રાજસ્થાન

→ મેહરાનગઢ (નામશાસ્ત્ર: 'મિહીર' (સંસ્કૃત) -સૂર્ય કે સૂર્ય દેવ; 'ગઢ' (સંસ્કૃત)-કિલ્લો; એટલે 'સૂર્ય-કિલ્લો'; રાજસ્થાનમાં બોલાતી સ્થાનીય ભાષામાં તેનું ઉચ્ચારણ મેહરાનગઢ થયું છે; સૂર્ય દેવ એ રાઠોડ વંશના મુખ્ય દેવતા છે.

→ “મેહરાનગઢ”, જેનો અર્થ થાય છે “સૂર્યનો કિલ્લો”, એ ભારતના સૌથી ભવ્ય અને અદભુત કિલ્લાઓમાંનો એક છે.

→ આ કિલ્લો 15મી સદીમાં નવા સ્થપાયેલા જોધપુર શહેરમાં રાવ જોધા દ્વારા બાંધવામાં આવ્યો હતો.

→ આ કિલ્લાને સાત દરવાજા છે, જેમાંના એકનું નામ જયપોળ ("વિજય દ્વાર") છે, આને મહારાજા માનસિંહે ૧૮૦૬માં જયપુર અને બિકાનેર સૈન્ય પરના વિજયની યાદગીરીમાં બનાવડાવ્યો.

→ મોગલોને હરાવવાની યાદમાં મહારાજા અજીત સિંહે ફતેહપોળ નામનો દ્વાર ૧૭૦૭માં બંધાવ્યો.

→ દેઢ કામ્ગ્રા પોળ, જેના પર આજેપણ તોપગોળાના હુમલાના ચિન્હો દેખાય છે.

→ લોહા પોળ, જે આ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે.

→ ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક રચનાઓથી વિપરીત, મેહરાનગઢ કિલ્લો હજુ પણ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા માલિકી અથવા સંચાલિત નથી, પરંતુ જોધપુર શાહી પરિવાર પાસે જ છે.






Post a Comment

0 Comments