WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
ગરબા
→ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્રવધૂ ઉષાએ જે નૃત્યની લાસ્યશૈલી ને ખ્યાતનમ કરી તે “ગરબા” તરીકે ઓળખાય છે.
→ ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના ગર્ભદિત પરથી આવ્યો છે.
→ ગર્ભદિત એટલે ઘડાના ગર્ભમાં મૂકેલો દીપ.
→ ગરબો એ સ્ત્રીઓનુ નૃત્ય છે.
→ ગરબો આદ્યશક્તિની નિશાની છે.
→ વલ્લભ ભટ્ટ અને મેવાડા ભટ્ટ ગરબાના સર્જન માટે જાણીતા છે.
→ ગરબાની માટલીમાં છિદ્રો પાડી તેમાં દિપક ગોઠવાય છે, જેને ગરબો કહે છે.
→ ઘડામાં છિદ્રો પાડવામાં આવે છે તેને “ગરબો કોરાવવો” કહે છે.
→ નવરાત્રિ દરમિયાન અને ક્યારેક શુભ પ્રસંગોએ પણ ગરબા – મહોત્સવનું આયોજન થાય છે.
→ ગરબો કાફી, પીલુ,ધનાશ્રી, મ્હાડ, સારંગ જેવા રાગના મિશ્રણથી ગવાય છે.
→ ગરબા એક તાળી , ત્રણ તાળી અને તાળી ચપટીથી ગરબા ગુજરાતમાં પ્રચલિત છે.
→ ગરબામાં લય, તાલ, સ્વર અને ગીત મહત્વના છે.
રાસડા
→ રાસડા એ તાલરાસકનો પ્રકાર છે.
→ રાસડા ગરબા જેવો જ પ્રકાર છે.
→ રાસડા એ નારીપ્રધાન નૃત્ય છે.
→ રાસડામાં લોકસંગીતનું વિશિષ્ટ મહત્વ હોય છે.
→ રાસડામાં રાધા-ક્રુષ્ણના પ્રણય ગીતો ગવાય છે.
→ રાસડા એ ત્રણ તાળી રાસનો જ એક પ્રકાર છે.
→ કોળી અને ભરવાડ કોમની સ્ત્રીઓ અને પુરુષો સાથે રાસડા લે છે.
→ રાસડાના મુખ્ય વાદ્યોમાં શરણાઈ, કરતાલ, ઢોલ, મંજીરા, ઢોલક, પાવો,કરતાલ, મોરલી, ખંજરી અને ડફ મહત્ત્વના છે.
→ રાસડા એ લોકનારીના જીવનના આનંદ અને ઉલ્લાસને વ્યક્ત કરતું માધ્યમ છે.
મેર નૃત્ય
→ સૌરાષ્ટ્રના મેર લોકોનું આ લડાયક ખમીરવંતુ આગવું નૃત્ય છે.
→ આ નૃત્ય ઢોલ અને શરણાઈ સાથે થાય છે.
→ આ નૃત્યમાં મેર લોકો એકથી દોઢ મીટર જેટલા ઊંચા ઉછળીને નૃત્ય કરે છે.
→ વીરરસ અને રૌદ્રરસની અદભૂત છટા જોવા મળે છે.
→ મેર લોકોના દાંડિયા જાડા પરોણાના હોય છે અને તેનો સમૂહ ગીતો ગાતા નથી.
→ દાંડિયા રસા સમયે લેવાતી ફુદરડિયો એ મેર નૃત્યનું આકર્ષણ છે.
→ મેર લોકો દાંડિયા રાસની જેમ તાલીઓથી તાળી રસ લે છે.
→ મેર નૃત્યમાં મુખ્ય વાદ્યમાં મોરલી, પાવા, કરતાલ, મંજીરા, ઝાંઝ, ઘૂઘરા, ઢોલ, ઢોલક, રાવણહથ્થો, ડફ, ખંજરી.
શિકાર નૃત્ય
→ ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું આ નૃત્ય છે.
→ પ્રાચીન શિકાર પ્રથા પરથી આ નૃત્યની શરૂઆત થઈ.
→ આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે.
→ આ નૃત્ય સીદીઓનું ધમાલ નૃત્ય જેવુ છે.
→ શિકાર નૃત્યમાં મુખ્ય વાદ્ય માં ઢોલ, મંજીરા અને પુંગી છે.
માંડવા નૃત્ય
→ વડોદરા અને નર્મદા જિલ્લાના તડવી આદિવાસીઓનું આ નૃત્ય છે.
તડવીઓનું ઘેરીયા નૃત્ય
→ પંચમહાલ, ભરુચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત જીલ્લામાં વસતા તડવી સમાજનું લોકપ્રિય નૃત્ય છે.
ઘેરનૃત્ય/ ઘેરીયા નૃત્ય
→ આ નૃત્યને “ઘેરાયો” નૃત્ય પણ કહે છે.
→ દક્ષિણ ગુજરાતનાં દુબળા આદિવાસીઓનું આ ધાર્મિક નૃત્ય છે.
→ આ આદિવાસીઓ નવરાત્રિ દરમિયાન આ નૃત્ય કરે છે. કારણકે તેઓ માતા અંબાજી અને કાલિકા માતા અતૂટ વિશ્વાસ ધરાવે છે.
→ ઘેરનો અર્થ માતાની ફરતે ઘેરો કરતું નૃત્ય.
→ આ નૃત્ય સમયે પારણું કે માતાના ગરબા ગવાય છે.
→ આ નૃત્ય મુખ્યત્વે ધાર્મિક તહેવારો સાથે સંકળાયેલું છે.
→ પહેરવેશ : પુરુષો સ્ત્રીઓના પહેરવેશ ધારણ કરે છે અને કેડ પર પિત્તળની ઘૂઘરીઓ બાંધેલા ચામડાના પટ્ટો પહેરે છે.
ઠાગા નૃત્ય
→ ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજનું નૃત્ય છે.
→ પહેરવેશ : ઊંચી એડીના લટકીવાળા બુટ, ગળે હાંસડી, કાનમાં મરકી, પગમાં તોડો
અશ્વ નૃત્ય
→ ઉત્તર ગુજરાતનાં કોળી સમાજનું લોકનૃત્ય છે.
→ કારતક માસની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
→ શૌર્યરસનું વર્ણન આ નૃત્યમાં કરવામાં આવે છે.
રાસ
→ મહાભારતના રાસના બે પ્રકારમાં વર્ણવવામાં આવ્યા છે. હલ્લીસક રાસ અને દંડરાસક (દાંડિયા રાસ)
→ રાસ એ સૌરાષ્ટ્રનું સર્વોત્તમ લોકનૃત્ય છે.
→ રાસ એ ગોપ સંસ્કૃતિનું મુખ્ય અંગ છે.
→ હલ્લીસક અને લાસ્ય નૃત્યોમાંથી રાસનો ઉદભવ થયો છે.
→ રાસ મોટે ભાગે પુરુષો લેતા પરંતુ હવે સ્ત્રીઓ પણ લે છે.
→ રાસમાં નૃત્યનું તત્વ આગળ પડતું હોય છે.
→ વૈષ્ણવ ધર્મનો ફેલાવો થતાં રાસ વધુ પ્રચલિત બન્યો છે.
→ સૌરાષ્ટ્રના ભરવાડો “ડોકારાસ” અને “હુડારાસ” જેવા નૃત્યો કરે છે.
→ ડોકારાસમાં ગીત જરૂરી નથી.
→ હૂડરાસમાં “કાનગોપી” નાં ગીતો ગવાય છે.
→ રાસમાં ઉપયોગી થતાં વાદ્ય : શરણાઈ, મોટા મંજીરા, તબલાં અને ઢોલ
ડાંગી નૃત્ય/ ચાળો નૃત્ય
→ સાબરકાંઠા, પંચમહાલ અને ડાંગ વિસ્તારમાં વસતા આદિવાસીઓનું ડાંગી નૃત્ય જાણીતું છે.
→ આદિવાસીઓનું આ લોકનૃત્ય છે.
→ અન્ય નામ : માળીનો ચાડો, ઠાકરીયો ચાળો
→ ડાંગ જીલ્લામાં આ નૃત્ય “ચાળો” નૃત્ય તરીકે જાણીતું છે.
→ આ નૃત્યમાં 27 જાતના તાલ હોય છે.
→ આ નૃત્ય પ્રાણી – પંખીઓની નકલ સ્વરૂપે કરવામાં આવે છે.
→ આ નૃત્ય ઢોલક, મંજીરા, થાપી આબે પાવરી જેવા વાજિંત્રો સાથે કરાય છે.
→ આ નૃત્યમાં પાવરી, મંજીરા, ઢોલક, વાપી વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે.
તલવાર નૃત્ય
→ પંચમહાલ અને દાહોદ જીલ્લામાં આદિવાસીઓનું આ નૃત્ય વધુ પ્રચલિત છે.
→ તલવારથી યુદ્ધ કરતાં હોય તેવું દ્રશ્ય આ નૃત્યમાં જોવા મળે છે.
→ આ નૃત્યના કેન્દ્રમાં યુદ્વ છે.
→ આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે.
→ આ નૃત્ય સૌરાષ્ટ્રના શૂરાઓના તલવાર રાસને મળતું આવે છે.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
પઢાર નૃત્ય / મંજીરા નૃત્ય
→ ભાલ પ્રદેશમાં આવેલા નળકાંઠામાં વસતા પઢારોનું નૃત્ય છે.
→ પઢાર જાતિ સૌરાષ્ટ્રની માછીમાર જેવી કોળીની આદિજાતિ છે.
→ આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે.
→ આ નૃત્યમાં પઢારાઓ હાથમાં મંજીરા લઈને ગોળાકારમાં નૃત્ય કરે છે.
→ આ નૃત્યમાં પગ પહોળા રાખી હલેસા મારવાની ક્રિયા, અર્ધા બેસવાની કે અર્ધા સૂઈ જવાની વિવિધ ક્રિયાઓ કરવામાં આવે છે.
→ આ નૃત્યમાં દરિયાકિનારે રહેતા માછીમારોના જીવનને આબેહૂબ દર્શવવામાં આવે છે.
→ રાજસ્થાનમાં આ નૃત્ય “તેરહાલ” તરીકે ઓળખવામાં આવે છે.
→ આ નૃત્યમાં એકતારો, બગલિયું, મંજીરા અને તબલા વગાડવામાં આવે છે.
ગરબી
→ ગરબી એટલે લાકડાની માંડવી છે.
→ ગરબી એ પુરુષોનું નૃત્ય છે.
→ ગરબીમાં લાકડાની માંડવી બાંધવામાં આવે છે અને તેની ફરતે આ નૃત્ય કરવામાં આવે છે.
→ ગરબી ક્રુષ્ણ ભક્તિ સાથે જોયેલી છે.
→ દયારામ ગરબીની રચના માટે જાણીતા છે.
→ ગરબીમાં દાંડિયા, ઢોલ, નરઘાં અને મંજીરાનો ઉપયોગ થાય છે.
હાલી નૃત્ય
→ સુરત – તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું આ લોકનૃત્ય છે.
→ આ નૃત્યમાં જુદી જુદી વાર્તાના પ્રસંગો હોય છે.
→ એક સ્ત્રી અને એક પુરુષની એમ બે ટુકડીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
→ પુરુષ – સ્ત્રી ગોળ ફરતે કમર પર હાથ રાખીને સમૂહમાં આ નૃત્ય કરે છે.
→ આ નૃત્ય ઢોલ અને તાળીના સંગીત સાથે કરવામાં આવે છે.
→ આ નૃત્યમાં ગીત ગવડાવનારને “કવિયો” કહે છે.
→ આ નૃત્યમાં પુરુષો માથે સફેદ ફેંટો બાંધે છે અને કછોટાવાળું ધોતિયું પહેરશે અને સત્રો કછોટા બાંધેલી રંગબેરંગી સાડી પહેરે છે.
મેરાયો નૃત્ય
→ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનાં ઠાકોર સમાજનું આ લોક નૃત્ય છે.
→ મેરાયો બનાવવા માટે સરખડ અથવા ઝૂઝાળી નામના ઊંચા ઘાસનો ઉપયોગ કરી તોરણ જેવા ઝૂમખાં બનાવવામાં આવે છે.
→ આ નૃત્યમાં દ્વંદ્વ યુદ્ધ થાય છે અને છેલ્લે “હુડીલા” ગાવામાં આવે છે.
→ “હુડીલા” એ બનાસકાંઠાનું શૌર્યગીત છે.
→ બનાસકાંઠા જિલ્લાના બે લોકનૃત્યો પ્રચલિત છે: કાનુડો અને સાંઢળી
ધમાલ નૃત્ય / મશીરાં નૃત્ય
→ અન્ય નામ : મશીરાં નૃત્ય
→ આ સીદી પ્રજા મૂળ આફ્રિકાના વતની છે, જે 16 મી સદી દરમિયાન પોર્ટુગીઝની સાથે આફ્રિકાથી આવીને ગુજરાતમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ વિસ્તારના જંબૂર ગામમાં વસી હતી.
→ આફ્રિકામાં વસતા આદિવાસીઓ શિકાર કરવા જાય ત્યારે શિકાર મળ્યા બાદ આનંદમાં આવી જઈને જે પકરનું નૃત્ય કરે છે તેને ધમાલ નૃત્ય કહે છે.
→ આ નૃત્ય પ્રસંગે સીદીઓ નાળિયેરની આખી કાચલીમાં કોડિયું નાખીને બનાવેલાં મશીરાં પર લીલું લૂંગડું વીંટીને તાલબદ્ધ રીતે મશીરાં વગાડીને ગોળ ગોળ ફરતા જાય છે.
→ હાથમાં રાખેલા મોરપીંછનો ઝુંડ હલાવતાં ને ઢોલકી વગાડતાં વગાડતાં હાઉ હાઉ .... હો હો ... અવાજ અને ચિચિયારીઓ કરે છે.
→ સીદીઓની ધમાલ ખૂબ પદ્ધતિસરની અને તાલબદ્ધ હોય છે.
→ સામાન્ય રીતે સીદીઓ પીરના વાર તહેવારે ગુરુવારના દિવસે, દર માસની અગિયારસ અને સુદ બીજના દિવસે ધમાલ નૃત્ય કરે છે.
→ આ પ્રસંગે વગાડવામાં આવતો ઢોલ મુસીરના નામે ઓળખાય છે.
→ જ્યારે નાની ઢોલકીને ધમાલ અને સ્ત્રીઓના વાંજિત્રોને માયમીસરા અથવા સોલાનીના નામે ઓળખવામાં આવે છે.
→ જંબૂર અને ભરૂચ જિલ્લાના સીદીઓ આ નૃત્ય માટે જાણીતા છે.
તૂર નૃત્ય
→ દક્ષિણ ગુજરાતનાં હળપતિઓનું આ નૃત્ય છે.
→ હોળી કે લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે.
→ ઊંટના ચામડાથી મઢીને માટીનું તૂર વાદ્ય બનાવવામાં આવે છે જેનો આકાર નળાકાર હોય છે.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇