Razia Sultana | રજિયા સુલ્તાન


રજિયા સુલ્તાન (1236 - 1240)



→ દિલ્હી સલ્તનતના ઈતિહાસમાં રજિયા એકમાત્ર મહિલા શાસક બન્યા હતા.

→ તેઓ પ્રથમ તુર્ક મહિલા શાસક હતા.

→ મંત્રી : મુહજબ્બુદ્દીન

→ તેણે શાહ તુર્કાન પક્ષના અમીરોને ઉચ્ચપદથી હટાવી પોતાની તરફના અમીરોને ઉચ્ચાપદ આપ્યા આથી તેનો વિરૂધ્ધ અસંતોષની શરૂઆત થઈ.

→ અમીર - એ- આખુર (અશ્વશાળાનો વડો ) ના પદે આફ્રિકન (હબસી) જલાલુદ્દીન યાકૂતની નિમણૂક કરી.

→ રજિયાએ એતગીનને બદયુનો ઈક્તાદાર અને અલ્તુનિયાને સરહિંદ (ભંટિંડા) ના ઇક્તાદાર (સૂબો) નિમ્યા હતા.

→ આ બધા કારણોસર અંતે અલ્તુનિયાના વિદ્રોહથી સુલતાનનું પતન થયું.







→ ભંટિંડા ના ગવર્નર અલ્તુનિયાના નેતૃત્વ હેઠળ વિદ્રોહ શરૂ થયો. અને યુદ્ધમાં રજિયા કેદ થઈ અને યાકૂત મૃત્યુ પામ્યો.

→ રજિયાએ અલ્તુનિયા સાથે લગ્ન કર્યા.

→ સુલતાન તરીકે તેણે પરદા/ બુરખા પ્રથાનો ત્યાગ કર્યો, પુરુષોના કપડાં પહેર્યા અને હાથી પર સવારી કરી.

→ 13 ઓક્ટોબર, 1240ના રોજ કૈથલ (હરિયાણા) નજીક કેટલાક ડાકુઓએ {અન્ય અમીરો અને જાટ લોકોએ} રજિયા અને અલ્તુનિયાની હત્યા કરી દીધી.

→ ત્યારબાદ રજિયાનો ભાઈ બહેરામ શાહ શાસક બને છે.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments