જિલ્લો : અમદાવાદ | Ahmedabad
જિલ્લામથક:
→ અમદાવાદ
અમદાવાદ શહેરની સ્થાપના:
→ 26 ફેબ્રુઆરી , 1411 ના રોજ સુલતાન અહમદશાહે કરી હતી.
જિલ્લાની રચના:
→ 1 લી મે ,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
સ્થાન અને સીમા
→ પૂર્વ : ખેડા અને આણંદ જિલ્લો
→ પશ્વિમ : સુરેન્દ્રનગર જિલ્લો
→ ઉત્તર : મહેસાણા અને ગાંધીનગર જિલ્લો
→ દક્ષિણ : ખંભાતનો અખાત, ભાવનગર અને બોટાદ જિલ્લો
ક્ષેત્રફળ:
→ ૭૧૭૦ ચો. કિમી.
તાલુકાઓ (10) :
- અમદાવાદ સિટી ( ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણીનગર, નારોલ)
- દસક્રોઈ
- દેત્રોજ:રામપુરા
- માંડલ
- વિરમગામ
- સાણંદ
- બાવળા
- ધોળકા
- ધંધુકા
- ધોલેરા
વિશેષતા
→ અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે.
→ અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું.
→ અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.
→ અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.
→ અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન આવેલું છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના અમદાવાદમાં ઈ.સ. 1961 માં રણછોડલાલ છોટાલાલ રેંટીયાવાળાએ કરી હતી.
→ અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ "સિવિલ હોસ્પિટલ" આવેલી છે.
→ યહુદીઓનું એકમાત્ર તીર્થધામ "સિનેગોગ" અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
→ ઈ.સ. 1948 માં અમદાવાદમાં "આકાશવાણી કેન્દ્રની" શરૂઆત કરી.
→ 4 ઓક્ટોબર, 1965 ના રોજ "વિવિધ ભારતી" ની શરૂઆત કરી.
→ અમદાવાદ શહેરના પ્રથમ મેયર "ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ" હતા.
→ ગુજરાતનું સૌપ્રથમ "થ્રીડી થીયેટર" અમદાવાદમાં "સાયન્સ સીટી" ખાતે શરૂ થયું હતું.
→ ઈ.સ. 1887 માં ગુજરાતની સૌપ્રથમ કોલેજ "ગુજરાત કોલેજ" અમદાવાદમાં શરુ કરવામાં આવી.
→ અમદાવાદ શહેર ને ૧૨ દરવાજા છે.
→ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ અમદાવાદમાં આવેલો "દરિયાખાનનો ઘુમ્મટ" છે.
વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર:
→ GJ-1 → GJ-27
નદીઓ:
→ સાબરમતી,ભોગાવો,ભાદર,મેશ્વો,ખારી,ચંદ્રભાગા નદી જે સાબરમતી આશ્રમ પાસે આવેલી છે.
નદીકિનારે વસેલાં શહેર:
→ કુહા: મેશ્વો નદી → ધંધુકા: ભાદર નદી → અમદાવાદ:સાબરમતી નદી
બંદરો:
→ ધોલેરા બંદર →વિઠ્ઠલ બંદર
હવાઈમથક:
→ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
સિંચાઈ યોજના :
→ સાબરમતી નદી પર અમદાવાદમાં વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવેલો છે
પાક:
→ ધોળકામાં જામફળની વાડીઓ આવેલી છે.
→ ભાલ પ્રદેશના ભાલીયા, ચાસિયા અને દાઉદખાની ઘઉં પ્રખ્યાત છે.
→ જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા વગેરે પાક લેવામાં આવે છે.
અભ્યારણ્ય અને સરોવર:
→ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જે સાણંદ તાલુકામાં આવેલું છે.{જે અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે જિલ્લાઓના ભૂમિ પર આવેલું છે.
ઉદ્યોગો:
→ સુતરાઉ કાપડનો ઉધોગ
→ વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઈપોનુંઉત્પાદન
→ સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો પ્લાન્ટ આવેલો છે.
વિધુતમથક:
→ સાબરમતી (અમદાવાદ)
રાષ્ટ્રીય ધોરી માર્ગ :
નેશનલ એક્સપ્રેસ નંબર 1 અમદાવાદ અને વડોદરા ને જોડે છે. અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 47, 48 અને 147 (નવા) અમદાવાદ જીલ્લામાંથી પસાર થાય છે.
વાવ :
→ અમદાવાદ: દાદા હરિની વાવ , અસારવા, અમદાવાદ
તળાવ :
→ અમદાવાદ: ચાંદલોડિયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા તળાવ, નરોડા તળાવ
→ ધોળકા: મલાવ તળાવ
→ વિરમગામ: મુનસર તળાવ અને ગંગાસર તળાવ
સરોવર :
સાણંદ: નળ સરોવર
મહેલ :
→ મોતી શાહી મહેલ
→ શાહીબાગ, અમદાવાદ
જોવાલાયક સ્થળો
→ કાંકરીયા તળાવ - મણીનગર – અમદાવાદ
→ કોચરબ આશ્રમ
→ ગણેશપુરા
→ ગાંધી આશ્રમ - સાબરમતી - અમદાવાદ
→ જામા મસ્જિદ
→ ઝુલતા મિનારા
→ દાદા હરીર વાવ(પગથિયા કૂવો) - અસારવા - અમદાવાદ
→ ધોળકા
→ નળસરોવર
→ બાદશાહ કોઈ હજીર
→ લાંભા
→ લોથલ
→ વિરમગામ
→ વૌઠા
→ સીદી સૈયદની જાળી
→ સ્વામિનારાયણ મંદિર - કાલુપુર – અમદાવાદ
→ હઠીસિંહ જૈન મંદિર - દિલ્હી દરવાજા.............વગેરે......
ઉત્સવો અને લોકમેળા
→ કાંકરિયા કાર્નિવલ (દર વર્ષે 15 થી 31 ડિસેમ્બર)
→ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (દર વર્ષે 13 થી 15 જાન્યુઆરી)
→ શાહઆલમ અને સરખેજનો મેળ
→ વૌઠાનો મેળો(ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. આ મેળામાં ગધેડાની લે-વેચ થાય છે.તેને ગર્દભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે.)
→ સ્થળ: વૌઠા ખાતે સાત નદીઓના સંગમ સ્થાન પર ધોળકા તાલુકામાં ભરાય છે.
→ સમય:કાર્તિક પૂર્ણિમા (કારતક અગીયારસીથી કારતક પૂનમ)
→ સાત નદીઓના નામ : સાબરમતી, હાથમતી, વાત્રક, ખરી, મેશ્વો, માઝમ અને શેઢી.