→ જન્મ : 25 ફેબ્રુઆરી 1884,(વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશ) રઢુ, તા. માતર, જિ. ખેડા
→ અવસાન : 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ
→ ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક
→ આખું નામ : રવિશંકર શિવરામ વ્યાસ.
→ અભ્યાસ : પ્રાથમિક - છ ધોરણ
→ તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.
→ પિતા : શિવરામ
→ માતા : નાથીબા
→ જીવનસાથી : સૂરજબા
→ હુલામણું નામ : રવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી, મુઠ્ઠી ઊંચેરો માનવી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે
→ રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
→ મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા.
→ ૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી.
→ ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો.
→ 1947થી 1952 સુધી મહારાજે મહેસાણા જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
→ રાત-દિવસ ખૂબ પરિશ્રમ કરીને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં 48 કૂવા અને 51 બોરિંગ કરાવી એ પ્રદેશની પાણીની સમસ્યા કંઈક હળવી કરી. તેથી બનાસકાંઠાના લોકો મહારાજને ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે ઓળખવા લાગ્યા !
→ 1952માં મહારાજે ચીનનો પ્રવાસ કર્યો.
→ તા. 14-12-52ના રોજ મહારાજ વિનોબાજીને ઉત્તર પ્રદેશના ચાંડિલ ગામે મળ્યા.
→ ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.
→ 1955ના એપ્રિલની 13મીએ વીરમગામથી એમણે પદયાત્રા શરૂ કરી. જે પ્રવૃત્તિ હાથમાં લે એ અત્યંત વફાદારીથી પોતાનાં મન, બુદ્ધિ અને શરીર – ત્રણેયને પૂરાં કામે લગાડીને કરવાની મહારાજની રીત.
→ ચૈતન્ય મહાપ્રભુએ જનતાજનાર્દનના સેવકનાં ત્રણ લક્ષણ બતાવ્યાં છે : तृणादपि सुनीचने – તે પોતાને તણખલાથી પણ તુચ્છ સમજે, એટલે કે એ નમ્ર હોય. तरोखि सहिष्णुना – તે વૃક્ષ જેવો સહનશીલ હોય. અર્થાત્ પોતે કષ્ટ વેઠીને બીજાને સુખ આપે, अमानिना मानदेन – તે કોઈની પાસે માનની અપેક્ષા ન રાખે, પણ બીજાને માન આપે. આ ત્રણેય લક્ષણ મહારાજમાં ઉત્કૃષ્ટ સ્વરૂપે ચરિતાર્થ થયાં હતાં.
→ મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે ‘મૂઠી ઊંચેરા માનવી’ ગ્રંથ દ્વારા ગુજરાત ને દેશના લોકોએ મહારાજનો ખૂબ ખૂબ મહિમા ગાયો. વિનોબાજીએ એમને ‘તુકારામની કોટિના સંત ને કારુણ્યમૂર્તિ’ કહ્યા, તો સ્વામી આનંદે ‘પુણ્યના પર્વત સમા મૂઠી ઊંચેરા માનવી’; કાકાસાહેબે ‘અનાસક્ત પ્રેમમૂર્તિ’ કહ્યા તો કવિ ઉમાશંકરે ‘ઊર્ધ્વ માનુષ’; મુનિ સંતબાલજીએ તેમને ‘ગુજરાતના મહર્ષિ’ કહ્યા તો દાદા ધર્માધિકારીએ ‘અધ્યાત્મવીર’; વિમલાતાઈ ઠકારે ‘ગુજરાતનો નંદાદીપ’ કહ્યા, તો પાંડુરંગ આઠવલે શાસ્ત્રીએ ‘જટાજૂટ’; સરદાર વલ્લભભાઈએ તો બારડોલી સત્યાગ્રહ વખતે જ એમની ઓળખાણ ‘એક પવિત્ર ઋષિ’ તરીકે આપી હતી.
→ ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે ₹ ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.
→ મહારાજે એમના સમૃદ્ધ સ્વાનુભવના પરિપાક રૂપે સહજ-સરળ ભાષાશૈલીમાં કેટલાંક પુસ્તકો પણ આપ્યાં છે.
‘સત્યાગ્રહનો વિજય’ (1939), ‘શિક્ષણ અને સંસ્કૃતિ’ (1948), ‘પર્વમહિમા’ (1950), ‘લગ્નવિધિ’ (1953) ‘મારો ચીનનો પ્રવાસ’ (1954) અને ‘ગીતા બોધવાણી’ (1984). ‘મહારાજની વાતો’(1972)માં તેમની કેટલીક પ્રેરણાત્મક અનુભવવાણી ઝીલીને રજૂ કરવામાં આવી છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇