→ સમગ્ર વિશ્વમાં 27 ફેબ્રુઆરીના રોજ ‘World NGO Day'ની ઉજવણી કરવામાં આવે છે.
→ World NGO Dayની ઉજવણીનો વિચાર 2009માં કાયદાના એક વિદ્યાર્થી માર્કિસ લિયર્સ સ્કાડમૈનિસે કર્યો હતો.
→ વર્ષ 2010માં આ દિવસની ઉજવણી કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
→ ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા 27 ફેબ્રુઆરી 2014ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘World NGO Day'ની ઉજવણી કરવા માટે માન્યતા આપી હતી. અને ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના તમામ ક્ષેત્રની NGOની સિદ્ધિઓ અને સફળતાને પ્રકાશિત કરવાનો છે તથા લોકોને સમાજમાં NGOની ભૂમિકા વિશે સમજાવવાનો છે.
→ NGO પુરૂ નામ : Non-Govermental Organization
→ Theme 2024 : "Building a Sustainable Future: The Role of NGOs in Achieving the Sustainable Development Goals (SDGs)”.
શું એનજીઓ છે?
→ NGO એ બિન-લાભકારી સંસ્થાઓ છે જે સરકારોથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અવિરતપણે કામ કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
માનવ અધિકાર
→ તમામ વ્યક્તિઓના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવું અને તેનું રક્ષણ કરવું.
0 Comments