સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી બાબુ જગજીવનરામ
સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી બાબુ જગજીવનરામ
→ જન્મ : 5 એપ્રિલ, 1908 (ભોજપુર, બિહાર)
→ અવસાન : 6 જુલાઇ, 1986 (દિલ્હી)
→ સમાધિ સ્થળ : સમતા સ્થળ
→ સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી અને દેશના ચોથા તથા અનુસૂચિત જાતિના પ્રથમ નાયબ વડાપ્રધાન
→ તેમને બાબુજી નામથી પણ ઓળખવામાં આવે છે.
→ તેમણે અસ્પૃશ્યતા નિવારણ, સવિનય કાનૂનભંગ અને અસહકારની લડતમાં ભાગ જ લીધો હતો.
→ વર્ષ 1942ના હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેઓ આઝાદી બાદ બાદ દેશના પ્રથમ શ્રમમંત્રી બન્યા હતાં.
→ વર્ષ 1971માં થયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે વિજય પ્રાપ્ત કર્યો તે સમયે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન હતા.
→ ભારતમાં જ્યારે પ્રથમ કૃષિ ક્રાંતિ (Agriculture Revolution) થઇ હતી ત્યારે તેઓ દેશના કૃષિ પ્રધાન હતાં.
→ વર્ષ 1979માં તેઓ મોરારજી દેસાઇ સરકારમાં ચૌધરી ચરણસિંહ સાથે નાયબ વડાપ્રધાન હતા.
→ વર્ષ 1936-86 સુધી તેમણે એકપણ વખત પરાજય પામ્યા વગર સાસારામ (બિહાર) મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
→ તેમના પુત્રી મીરાંકુમાર 14મી લોકસભામાં પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતાં
→ તેમનું જીવન ચરિત્ર ડૉ. યુ. સુબ્રમણયન દ્વારા બાબૂ જગજીવન નામે લખવામાં આવ્યું છે.
સમતા દિવસ
→ બાબુ જગજીવનરામ ભારતમાં સામાજિક સમાનતા લાવવા સતત પ્રયત્નશીલ હતાં. આથી તેમના જન્મદિવસ 5 એપ્રિલને સમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સામાજિક સમતા લાવવા માટે લોકજાગૃતિ લાવવાનો છે.
0 Comments