→ મધના ઉત્પાદનમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને બિહાર મોખરે છે.
→ મધમાખી મહત્વ માત્ર મધ પ્રાપ્તિ પૂરતું જ સીમિત નથી. આ ઉપરાંત મધમાખી પરાગનયનની ક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેનાથી પાકનું ઉત્પાદન વધે છે.
→ મધમાખીના ગણગણાટ (ભાષા)ની શોધ કરવા બદલ પ્રો. કાર્ન વોન ફિશને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
→ મધમાખીના સમૂહને સામાન્ય રીતે કૃત્રિમ મધપૂડામાં ઉછેરવામાં આવે તેને મધમાખી ઉછેર કહેવાય છે.
→ મધમાખી ઉછેર કરનાર વ્યકિત મધમાખીઓને એક જગ્યાએ એકઠી કરી તેમાંથી મીણ તથા મધ પ્રાપ્ત કરવા ઉપરાંત પાકના પુષ્પોનું વધુ પ્રમાણમાં ફૂલીકરણ થવાથી તથા બીજા ઉછેરકને મધમાખી વેચીને આર્થિક લાભ મેળવી શકે છે.
→ જે જગ્યાએ મધમાખીઓને રાખવામાં આવે છે તેને મધુવાટિકા (Apiary) કહેવાય છે.
→ એપિકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા 'સ્વીટ રેવોલ્યુશન (Sweet Revolution)' ની શરૂઆત કરવામાં આવી છે.
→ એપીસ ફલોરા મધમાખીની સૌથી નાની એક જાત છે.
→ મધના ઔષધીય ઉપયોગ - રક્ત શુદ્ધી, કફ અને શરદી
→ ડંખ રહિત મધમાખીને ટ્રિગોના ઈરિડિયેનીસ કહે છે.
→ વનસ્પતિઓમાં મધઉછેર એ પરાગનયન માટે જવાબદાર છે. તેથી સુર્યમુખી જેવા કેટલાક પાકોની ઉપજ વધે છે.
→ મધમાખી ઉછેરને એપિકલ્ચર કહે છે.
મધમાખીનો સમૂહ
મધમાખીના સમૂહમાં ત્રણ પ્રકારની મધમાખી હોય છે.
→ રાણી મધમાખી (Queen bee) : એક મધપૂડાના ટોળામાં એક માત્ર પ્રજનન કરનાર માદા હોય છે.
→ શ્રમિક માદા મધમાખીઓ (Female Worker Bee) : એક મધપૂડામાં લગભગ 30,000 થી 50,000 જેટલી માદા શ્રમિક માખીઓ હોય છે.
→ નર મધમાખીઓ (Male Drone) : એક મધપૂડામાં નરની સંખ્યા વસંતઋતુમાં હજારોમાં હોય છે. જ્યારે શિયાળાની ઠંડીની ઋતુમાં મૃત્યુ થઈ જવાથી તેમની સંખ્યા ઘટી જાય છે.
રાષ્ટ્રીય મધ અભિયાન (National Honey Mission
→ KVIC એ રાષ્ટ્રીય મધ અભિયાનની શરૂઆત વર્ષ 2017માં કરી હતી.
→ તેનો મુખ્ય ઉદ્દેશ્ય મધમાખી ઉછેર કરનારાને તાલીમ આપવાન મધમાખીના બોકસનું વિતરણ કરવાનું ઉપરાંત ગ્રામીણ અમે શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આવક ઊભી કરવાનો છે.
મધમાખીનાં પ્રકાર
ઈટાલિયન મધમાખી
ડાળી મધમાખી
ભારતીય મધમાખી
ભમરિયું મધ
ભમરિયું મધ, મોટી મધમાખી (Rock Bee - Apis Dorsata)
→ ભારતમાં થતી મધમાખીઓમાં સૌથી મોટી અને તેને સ્થાનીક ભાષામાં સારંગમાખી તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ આ માખી પાણીના ટાંકા, શિમળા કે પીપળા જેવા વૃક્ષોની ડાળી પર ખુલ્લામાં મોટા કદનો પુડો બનાવે છે.
→ આ માખી ખૂબ જ આક્રમક સ્વભાવ ધરાવે છે.
→ આ પ્રકારની માખીના ડંખોથી વ્યતિને તાત્કાલિક સરવરા ન મળવાથી તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
→ આ માખીની મધ સંગ્રહ કરવાની ક્ષમતા ખુબ જ વધુ છે. આ માખીના પુડામાં 15 થી 20 કિ.ગ્રા. જેટલું મધ મળી શકે છે.
→ તેના મધમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
→ આ મધમાખી એશિયા, સુમાત્રા, જાવા, ફિલિપાઈન્સ અને બીજા એશિયાઈ ટાપુમાં વિસ્તરેલ છે.
ભારતીય મધમાખી/ સાતપૂડી માખી (Indian Bee - Apis Cerana Indica)
→ આ મધમાખી કદમા ડાળી મધમાખી કરતા મોટી અને જંગલી મધમાખી કરતા નાની હોય છે.
→ તે સ્વભાવે નમ્ર અને ભારતમાં ડુંગરાળ અને સપાટ પ્રદેશમાં ખાસ કરીને અંધકાર વાળી જગ્યા જેવી કે ઝાડની બખોલ, ગુફા, કુવાની દિવાલોમાં પુડા બનાવે છે.
→ તેની વસાહતના પુડા એક બીજાને સમાંતર 7 કે 8 જેટલા હોય છે. આ મધમાખીમાં 14 જેટલા સમાંતર પુડા પણ જોવા મળે છે.
→ આ મધમાખીની વસાહતની મધ સંગ્રહ કરવાની ક્ષમતા 2 થી 5 કિ.ગ્રા. લઈને 10 કિ.ગ્રા. જેટલી હોય છે.
→ અંધકારમાં રહેવાના સ્વભાવને કારણે આ મધમાખીને ફ્રેમ ધરાવતી પેટીમાં પાળી શકાય છે.
→ આ મધમાખીનું મધ પ્રમાણમાં જાડું હોય છે.
→ આ મધમાખી વેરોઆ માઈટ સામે પ્રતિકારકતા ધરાવે છે.
→ જયારે મીણના ફૂદા તેમજ થાઈ સેક બૃડ ડીસીઝ (વાઇરસથી થતાં રોગો) સામે પ્રતિકરકતા ઓછી છે.
→ આ માખી બી ઈટર, કાળો કોશી તેમજ અન્ય શિકારી પક્ષીથી બચી શકે છે.
→ આ માખીને પાળવા માટે આઈ.એસ. આઈ-એ અને આઈ.એસ.આઈ. - બી ટાઈપની સ્ટાન્ડર્ડ કદની પેટી વાપરવામાં આવે છે.
→ આ મધમાખી ફળ-પાકોમાં ફલિનીકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી ફળ-પાકમાં ઉત્પાદન સારું આવે છે.
ડાળી મધમાખી/ નાની માખી (Little Honeybee or Dwarf Honeybee - Apis folrea)
→ ડાળી મધમાખી મધમાખીઓની મુખ્ય જાતિઓમાં સૌથી નાના કદની છે.
→ જે સામાન્ય રીતે ઝાડની ડાળી પર ખુલ્લામાં પુડો બનાવે છે.
→ આ માખી પુડો છોડીને જતાં રહેવાનો સ્વભાવ ધરાવે છે.
→ આ મધમાખી પૃથ્વીથી 500 મીટર ઉંચાઈ સુધી મળે છે.
→ આ મધમાખી ઓછા પ્રમાણમાં મધ ભેગુ કરી શકે છે.
→ સ્વભાવમાં ભમરીયા મધ કરતા ખૂબ જ શાંત હોય છે.
→ તે ક્યારેક ડંખ મારતી હોવાથી તેને પાળવી અનુકુળ નથી.
→ આ માખીને પેટીમાં સફળતા પૂર્વક લંબો સમય પાળી શકાતી નથી.
→ આ મધમાખીની વસાહતની મધ સંગ્રહ કરવાની ક્ષમતા 200 ગ્રામથી 2 કિલો પ્રતિ વર્ષ સુધીની છે.
→ તેના મધમાં પાણીનું પ્રમાણ વાધરે જોવા મળે છે.
ઈટાલિયન મધમાખી
→ આ મધમાખી પણ તેની કુદરતી વસાહત અંધકારમાં બનાવે ચેયને તેના પુડા એક બીજાને સમાંતર 8 થી 10 ની સંખ્યામાં હોય છે.
→ આ માખી પ્રમાણમા શાંત સ્વભાવની હોય છે.
→ તેની મધ સંગ્રહ કરવાની ક્ષમતા 10 થી 25 કિ.ગ્રા. હોય છે.
→ સ્થળાંતરિત મધમાખી પાલન વડે 40 થી 100 કિ.ગ્રા કે તેથી વધુ મધ સંગ્રહ કરી શકાય છે.
→ આ મધમાખીના પરિપક્વ મધમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે.
→ મધમાખીની આ જાતિ સૌથી વધારે વિસ્તારમાં પ્રચરેલ અને પેટીઓમાં ઉછેર માટે સૌથી વધારે મહત્ત્વની છે.
→ મધમાખીની જાતીઓમાં સૌથી વધારે મધ આપતી જાતી છે.
→ ખુબ જ મધ એકઠું કરતી હોવાથી વ્યાપારી ોરણે તેનો ઉછેર પેટીઓમાં થાય છે.
→ આ મધમાખીને બી ઈટર, કાળો કોશી જેવા શિકારી પક્ષી તેમજ વેરોઆ માઈટ તેમની પ્રતિકારકતા ઓછી છે જ્યારે મીણના ફુદા સામે પ્રતિકારકતા ધરાવે છે.
→ આ માખીને પાળવા માટે આઈ.એસ. આઈ- સી ટાઈપની સ્ટાન્ડર્ડ કદની પેટી (લેંગસ્ટ્રોથ હાઈવ) વાપરવામાં આવે છે.
ગુસ્યુ મધ
→ આ માખી નાની ડંખ વગરની હોય છે જે દિવાલ ઉપર કે ઝાડની બકોલમાં નાના ગોળ મધપુડા બાંધે છે.
→ જેમાંથી ખૂબ જ ઓછું મધ મળે છે.
કુચી (કૂતે, કુચ્યું) માખી (Stingless Bee)
→ આ પ્રકારની માખી વડલો, પીપળો, પારસપીપળો જેવી વનસ્પતિઓના પોલાણમાં તેમજ દિવાલના પોલાણમાં અવ્યવસ્થિત રીતે પથરાયેલ પુડો બનાવે છે.
→ આ માખીની મધ સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે.
→ તે ન્ડજિત 50 ગ્રામ થી 250 ગ્રામ પ્રતિ વર્ષ સુધી મધ સંગ્રહ કરી શકે છે.
→ આ માખીનું કદ ખૂબ જ નાનું હોય છે.
→ આ માખીની વસાહતના પુડામાં મધ, પરાગ તેમજ બચ્ચાઑ માટે ખુલ્લા ષટ્કોણ આકારના કોષ હોતા નથી પરંતુ બંધ ઇંડાકાર કે ગોળાકાર પોત હોય છે.
મધમાખીઓના પરાગનયનમાં ફાળો
→ મધમાખી વનસ્પતિનાં ફુલોની મુલાકાત પરાગરજ અને મધુરરસ એકઠું કરવા કરે છે.
→ પરાગરજનું સ્ફુરણ વધારે છે.
→ ફળોમાં પોષક્તત્ત્વો અને સુગંધ વધારે છે તેમજ બીજની સંખ્યા વધે છે.
→ વાનસ્પતિક વૃદ્ધિ વધારે છે તેમજ પાકનો વિકાસ પણ વધારે છે.
→ ફળો વધારે બેસે અને ઉત્પાદન પણ વધે છે.
→ તેલીબિયાનાં પાકોમાં તેલનાં ટકા વધારે છે.
મધમાખી પાલનમાં રાખવી પડતી કાળજી
→ મધમાખીની પેટીનો ઉપયોગ કરતા પહેલા તેને ફોર્માલ્ડીહાઈડના દ્રાવણથી બરાબર સાફ કરવી.
→ પેટીના સ્ટેન્ડ નીચે કીડી મકોડા પેટીમાં ના ચડે તે માટે પાણી ભરેલી વાટકી મુકવી.
→ પેટી એક જગ્યાએ મુક્યા પછી તેની જગ્યા વારંવાર બદલવી ન જોઈએ અને જરૂર પડે તો રાત્રે અંધારુ થાય પછી પેટીમાં માખી આવી જાય પછી જગ્યા બદલવી.
→ પેટીની આજુબાજુ સ્વચ્છ પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવી.
→ મધ પેટીમાંથી રાણી કામદારો સાથે ચાલી ન જાય તે માટે રાણીની એક પાંખ કાપી નાંખવી જોઈએ.
→ પેટી ઉપર સીધો તાપ કે વરસાદ ન પડે તેવી જગ્યાએ રાખવી.
→ મધપેટીમાં પાન કથીરીનો ઉપદ્રવ જોવા મળે તો સલ્ફર પાઉડરનો છંટકાવ કરવો.
મધમાખી પાલનથી મળતી વિવિધ પેદાશો
મધ
→ મધનો ઉપયોગ ખાસ આર્યુવેદીક દવાઓમાં થાય છે..
→ મધનો ઉપયોગ કફ અને શરદીમાં જુના જમાનાથી થતો આવ્યો છે, તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકાય. .
→ મધનો ઉપયોગ દાઝેલા પર, વાગવાથી થતા ઘા વગેરેમાં પણ ઉપયોગ થાય છે. મધના ઉપયોગથી ઘા જલદી રૂઝાય જાય છે..
→ મધનો ઉપયોગ આંખ સાફ કરવા તેમજ ચામડીની મુલાયમતા જાળવવા પણ થાય છે..
→ મધ એન્ટીબાયોટીક, એન્ટીમાઈક્રોબીયલ તેમજ એન્ટી ફન્ગલ ગુણધર્મો ધરાવે છે. .
પરાગ
→ મધમાખી દ્વારા ભેગી થતી પરાગ (બી પોલન) એક સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતો પદાર્થ છે. તેનો ઉપયોગ વિવિધ રોગોમાં કરી શકાય છે. .
→ તેનો ઉપયોગ માણસો તેમજ પશુઓ માટે પ્રોટીન પુરક પદાર્થ તરીકે કરી શકાય છે. .
→ તેનો ઉપયોગ વનસ્પતિ-ઓની સારી જાતો વિકસાવવા માટે થતા બ્રિડીંગ પ્રોગ્રામમાં પણ થઈ શકે છે.
મીણ
→ મીણનો ઉપયોગ ફાર્માસ્યુટીકલ પેદાશો તેમજ સોંદર્ય પ્રસાધનની પેદાશોમાં થાય છે.
→ મીણનાં પતલા સ્તરનો ઉપયોગ એક બાઈન્ડર તરીકે તેમજ ગોળીઓ બનાવવા માટે થાય છે.
→ મીણનો ઉપયોગ ફેસીયલ ક્રીમ, લોસન, લીપસ્ટીક વગેરે બનાવવામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ બટ પોલિશ, કેન્ડલ, વાર્નીસ, વોટર પ્રુફીગ કરવા, ઈન્સ્યુલેટર તરીકે તેમજ દાંત માટેની છાપ બનાવવા વગેરેમાં થાય છે.
→ મીણનો ઉપયોગ ખાસ કરીને વેકસ ફાઉન્ડેશન શીટ બનાવવા માટે થાય છે, જેને મધમાખીની ફ્રેમમાં ગોઠવવામાં આવે છે. .
પ્રોપોલિસ
→ પ્રોપોલિસનો ઉપયોગ વાર્નિસ તેમજ લાકડાના પ્રિઝવેટીવ બનાવવા, દવાઓ, સોંદર્ય પ્રસાધન વગેરેમાં થાય છે. .
→ આ ઉપરાંત તેની એન્ટી માઈક્રોબીયલ એકટીવીટી ખૂબ સારી હોવાથી તેનો ઉપયોગ ઘા રૂઝાવવા માટે, દાંતના દુખાવામાં, ગળા, દાંત કે કાનના ઈન્ફેક્શનમાં થાય છે, તેનો ઉપયોગ આંતરડામાં થતી તકલીફો દુર કરવા માટે પણ કરવામાં આવે છે..
→ પ્રોપોલિસ ફકત યુરોપિયન મધમાખી જ ભેગુ કરે છે (મુખ્ય ચાર પ્રજાતિમાંથી) જયારે કુચી (સ્ટીંગલેસ) માખી પણ પ્રોપોલિસ ભેગુ કરે છે. .
રોયલ જેલી
→ રોયલ જેલીનો ઉપયોગ ઘણી દવાઓ તેમજ સૌદર્ય પ્રસાધનોની પેદાશોમાં થાય છે. .
→ રોયલ જેલી ખુબ જ પોષક તત્વોથી ભરપૂર હોઇ તેનો પૂરક ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. .
→ તે એક ટોનિક તરીકે લેવામાં આવે છે. .
→ તેનો વધતી જતી ઉંમરના લક્ષણોને રોકવા પણ ઉપયોગ થાય છે .
બી વેનમ (Bee Venom)
→ મધમાખીના ડંખના ઝેરનો ઉપયોગ હાઇપરટેન્સન, સંધિવા અને આંખના રોગીમાં થાય છે. .
→ તેનો હોમિયોપેથિક તેમજ એલોપેથિક દવાઓમાં થાય છે. .
મધમાખી પાલનમાં જરૂરી પ્રાથમિક સાધનો
→ મધપેટી, બી વેલ (મોના રક્ષણ માટે), સ્મોરક, સ્ટેન્ડ, હાથના મોજા, મધ કાઢવા માટેનું યંત્ર, મધને સ્ટોર કરવા માટે સ્ટીલ કે ફુડ, ગ્રેડ પ્લાસ્ટિકનું પાત્ર વગેરે .
0 Comments