| |
વાછરડી ઉછેર માટે સહાય | રાજયની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓનાં પશુપાલકો માટે પ્રોત્સાહક સહાયની યોજના અંતર્ગત રૂ. 3000 પ્રતિ વાછરડી પ્રમાણે પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડીની સહાય. |
દુધાળા પશુઓનાં ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય | તમામ પશુપાલકોને, ખેત મજુર, નાના-સિમાંત ખેડુત, જમીન વિહોણા અને માલધારીને નિયત કરેલ યુનીટ કોસ્ટ બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બેમાંથી ઓછું હશે તે રકમના વાર્ષિક વ્યાજનાં દર 12 ટકા સામે 1થી 4 ગાય ભેંસ એકમ માટે 100 ટકા વ્યાજ સહાય. |
અકસ્માતે પશુમૃત્યુ વળતર સહાય | પશુ રોગથી થયેલ પશુ મૃત્યુ માટે કુટુંબ દીઠ વધુમાં વધુ ગાય-ભેંસ વર્ગનાં પશુ માટે બે તથા ઘેટાં-બકરાનાં મૃત્યુમાં વર્ગવાર મહત્તમ 100 પશુ મૃત્યુ મર્યાદામાં જ્યારે પશુ-મરઘા, બતકમાં 25ના મૃત્યુની મર્યાદામાં નિયત ધારા ધોરણ મુજબ વળતર મળવા પાત્ર રહેશે. |
દુધ ઉત્પાદન હરીફાઈ અભિયાન યોજના | પ્રથમ ઈનામ રૂ. 25000 (ગીર, કાકરેજ ગાય માટે રૂા. 51000), દ્વિતીય ઈનામરૂા. 20000, તૃતીય ઈનામ રૂા. 15000, રનરઅપ ઈનામરૂા. 5000 માન્ય એન્ટ્રી દીઠ પ્રોત્સાહન ઈનામ રૂ. 1000 સહાય |
ડેરી વિકાસની યોજના | રાજ્યની મહિલા સંચાલિત ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને સહાયની પ્રોત્સાહક યોજના અંતર્ગત બલ્ક કુલર તથા ઓટોમેટીક મિલ્ક કલેકશન સિસ્ટમ માટે એકમ કિંમતનાં 80 ટકા સહાય. |
દુધ ઘર બાંધકામ સહાય | મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને એકમ કિંમતનાં 50 ટકા લેખે મહત્તમ 5 લાખ સહાય. રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને મહિલા પશુપાલક સભાસદો માટે સહાયની પ્રોત્સાહક યોજના અંતર્ગત મિલ્કીંગ મશીન માટે એકમ કિંમતનાં 75 ટકા મહત્તમ 33750 તથા વિદ્યુત સંચાલીત ચાફકટર એકમ કિંમતનાં 75 ટકા રૂા. 15000 જ્યારે પશુ વિમા સહાય માટે પશુદીઠ એકમ કિંમતનાં 75 ટકા રૂા. 1125 વધુમાં વધુ બે પશુ સહાય. |
સામાન્ય દુધ ઉત્પાદક સહકારી મંડળી માટે સહાય | બલ્ક મિલ્ક કુલર માટે જુદી જુદી ક્ષમતા પ્રમાણે 1000થી 5000 લીટર કેપેસીટી માટે એકમ કિંમતનાં 70 ટકા સુધી સહાય ઓટોમેટીક મિલ્ક કલેકશન સિસ્ટીમ માટે એકમ કિંમતનાં 20 ટકા સહાય. |
સામાન્ય જાતીના પશુપાલકોનાં ગાભણ પશુને ખાણદાણ સહાય | લાભાર્થી દિઠ 250 કિ.ગ્રા. ખાણદાણ માટે 100 ટકા સહાય મળે છે. રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય એકમ કિંમતના કે ખરેખર થયેલ ખર્ચનાં 50 ટકા મર્યાદામાં વધુમાં વધુ રૂા. પાંચ લાખ સહાય. |
ખસીકરણ યોજના |
→ રાજ્યમાં રખડ્તા પશુઓના લીધે ગ્રામ્ય કક્ષાએ ભેલાણ અને શહેરી વિસ્તારમાં વાહન અકસ્માતની સમસ્યાના નિવારણ માટે આખલાઓની સંખ્યા નિયંત્રિત કરવી.
→ ઉત્પાદકતા માટે ઓછી અનુવંશિકતા ધરાવતા નર પશુઓ થકી થતા બિનજરૂરી સંવર્ધનને અટકાવવું.
યોજનાનો લાભ કોને મળી શકે, કયા સ્વરૂપે મળશે અને સહાયનું ધોરણ
→ તમામ પશુપાલકો તથા સંસ્થાઓ (ગૌશાળા, પાંજરાપોળ) અને પશુપાલન સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ
→ રૂ. ૫૦૦/- પ્રતિ ખસીકરણ લેખે નાણાકીય સહાય સ્વરૂપેની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
|
રાજ્યનાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ માટેની યોજના |
→ રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે પશુપોષણ, પશુ સંવર્ધન, પશુ રહેઠાણ, પશુ આરોગ્ય જેવા પશુપાલનના મહત્વના પાસાઓને આવરી લઈ આધુનિક સંશોધનોનો ઉપયોગ કરીને પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકોને પ્રોત્સાહન આપવું અને તેમાંથી પ્રેરણા મેળવી અન્ય પશુપાલકો પણ આ રીતે પશુપાલન વ્યવસાય કરવા પ્રેરાય તેવો
→ અરજદારની પાત્રતા :
રાજયના વ્યકિગત પશુપાલકો દ્રારા પશુપાલન ક્ષેત્રમાં કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરી સંદર્ભે પશુપાલક દરખાસ્ત કરી શકે છે. અગાઉના ત્રણ વર્ષોમાં વિજેતા થયેલ પશુપાલક અરજી કરી શકેશે નહીં.
→ તાલુકા કક્ષા પુરસ્કાર : પ્રથમ ઈનામ રૂા. 20000, દ્વિતીય ઈનામ રૂ.10000
→ જીલ્લા કક્ષા પુરસ્કાર : પ્રથમ ઈનામ 25000, દ્વિતીય ઈનામ 20000
→ રાજ્ય કક્ષા પુરસ્કાર: પ્રથમ ઈનામ 100000, દ્વિતીય ઈનામ 51000, તૃતીય ઈનામ 31000
→ Website |
જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરા એકમ (10+1) માટે સહાય | એકમ કિંમતના 50 ટકા અથવા મહત્તમ રૂા. 45000 બેમાંથી જે ઓછું હોય તે. |
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 (બાર) દુધાળા પશુનાં ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
→ તમામ પશુપાલકો
→ 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીનાં લાભાર્થીઓને 7.5 ટકા વ્યાજે સહાય તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને 8.5 ટકા વ્યાજ સહાયગીર / કાંકરેજના યુનિટ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય
→ કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય
→ પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય
→ ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય દૂધાળા ૫શુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનીટ કોસ્ટ અથવા બેંક ઘ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ઉપર નિયત થયેલ વ્યાજ સહાય મળશે.
|
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને 12 ટકા વ્યાજ સહાય |
પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12 ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવા પાત્ર થશે. |
૫૦ દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના |
→ રાજ્યમાં સ્થાનિક ઓલાદના ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને ખાસ પ્રોત્સાહન આપી ગ્રામ્ય કક્ષાએ સરળતાથી રોજગારી ઉભી થઈ શકે તે હેતુથી વર્ષ ૨૦૨૧-૨૨ માં પશુપાલન થકી સ્વરોજગારી હેતુ ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ફાર્મની સ્થાપના પર સહાયની યોજના અમલમાં લાવવામાં આવી છે.
→ તમામ પશુપાલકો
→ ૫૦ દુધાળા પશુ ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પર ૭.૫ % વ્યાજ સહાય ૫ (પાંચ) વર્ષ સુધી મળવાપાત્ર થશે.
→ લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫.૦૦ લાખ બંનેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
→ લાભાર્થીને ઇલેક્ટ્રીક ચાફકટર પર યુનિટ કોસ્ટ (રૂ. ૪૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ.૩૦,૦૦૦/-, ફોગર યુનીટ માટે (યુનીટ કોસ્ટ રૂ. ૩૦,૦૦૦/-) ના ૭૫% લેખે મહત્તમ રૂ.૨૨,૫૦૦/- અને મીલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ. ૭૫,૦૦૦/-) ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર થશે.
→ પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ. ૨,૪૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૧,૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર થશે.
→ લાભાર્થી પોતાની માલિકીની જમીન અથવા વારસાઇ હક અથવા ભોગવટાની જમીન ધરાવતા હોવા જોઇએ. તદ્ઉપરાંત, લાભાર્થી જમીન ધરાવતા ન હોય તો ભાડાની જમીન પર ઓછામાં ઓછા ૭ (સાત) વર્ષના ભાડા કરાર પર પણ ડેરી ફાર્મની સ્થાપના કરી શકશે.
|
આદિજાતિ લોકોને ૨૫ આર.આઈ.આર/કડકનાથ અને ૧૦૦૦ બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના પર સહાય તથા સ્ટાઈપેન્ડ યોજના. |
→ ગુજરાત રાજ્યના આદિજાતિ લાભાર્થીને ૨૫ આર.આઈ.આર./કડાકાનાથ પક્ષી એકમ માટે સહાયની યોજના : કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૬૦૦૦/- ની સહાય વસ્તુ સ્વરૂપે (૨૫ આર.આઈ.આર. પક્ષી+ મરઘાં આહાર)
→ આદિજાતિ લાભાર્થી માટે મરઘાંપાલન તાલીમ સ્ટાઈપેન્ડ યોજના. : નાણા સ્વરૂપે- (RTGS NEFT)મહત્તમ રૂ. ૨૦૦૦/-
→ ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિના લાભાર્થીને ૧૦૦૦ બ્રોઈલર પક્ષી એકમ માટે સહાયની યોજના: કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૮,૧૫,૦૦૦/- નાણા સ્વરૂપે (DBT)
→ ૫ આર.આઈ.આર/કડકનાથ પક્ષી એકમ સહાય તથા સ્ટાઈપેન્ડ લાભાર્થીએ મરઘાંપાલન ની ૬ દિવસની તાલીમ મેળવેલ હોવી જોઇએ.
→ ગુજરાત રાજ્યના દિવ્યાંગ લાભાર્થીને ૪૦ આર.આઈ.આર. પક્ષી એકમ માટે સહાયની યોજના. : કુલ ખર્ચના ૯૦% અથવા મહત્તમ રૂ. ૧૦૮૦૦/- ની સહાય વસ્તુ સ્વરૂપે (૪૦ આર.આઈ.આર. પક્ષી+ મરઘાં આહાર)
→ Website
|
વિદ્યુત સંચાલિત ચાફ કટર | ખેડૂત પશુપાલકો માટે વિદ્યુત સંચાલિત ચાફ કટર માટે ખેડૂતોને કિંમતના 75 ટકા લેખે રૂ. 15000ની સહાય. |
કેટલ શેડ બાંધકામ |
→ કેટલશેડ બાંધકામ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય
→ અનુસુચિત જાતિના ખેડુતો
→ કુલ ખર્ચનાં ૭૫% અથવા મહત્તમ રૂ.૩૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે
→ Website |
પશુપાલન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ) | → કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે વ્યકિતગત ધોરણે.
મુખ્ય લાક્ષણિકતાઓઃ
→ અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
→ લોનની મહત્તમ મર્યાદા રૂ૧.૩૦ લાખ.
→ વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ.
→ વાર્ષિક આવક મર્યાદા રૂ .૩.૦૦ લાખ.
→ વ્યાજનો દર વાર્ષિક ૬ %.
→ લોનની રકમ ૯૫%.
→ લાભાર્થી ફાળોઃ ૫ %
→ વિભાગની લિન્ક
→ Online
|
Dairy Unit (Pashu Palan) |
→ યોજનાનો હેતુ
→ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પશુપાલન યોજના હેઠળ પશુપાલનના ધંધા/વ્યવસાય માટે સફાઇ કામદાર/આશ્રિતોને વ્યક્તિગત રૂા. ૧,૦૦,૦૦૦/- ની લોન/ ધિરાણ ૬ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
→ પાત્રતા
→ સફાઇ કામદાર/આશ્રિત.
→ ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ.
→ Online
|
0 Comments