→ ભચાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વના ભચાઉ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
→ ભચાઉ તાલુકાના વાગડ પ્રદેશમાં કંથકોટનો કિલ્લો આવેલો છે. જે 5 કિ.મી. ના પરિઘમાં ફેલાયેલો છે. આ કિલ્લો ઈ.સ. 843માં બંધાયો હોવાનું અનુમાન છે. આ કિલ્લાના દરવાજાને રાજ્યના પુરાતત્વ ખાતાના રક્ષિત સ્મારકોની યાદીમાં સમાવવામાં આવ્યો છે.
→ ઈ.સ.1026માં સોમનાથ પર ગઝનવીની લૂંટ સમયે સોલંકી વંશના ભીમદેવે આ કિલ્લામાં આશ્રય લીધો હતો.
0 Comments