→ કંથકોટ કિલ્લો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલો છે.
→ કંથકોટનો કિલ્લો ખડકાળ ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે જે 5 કિમીના પરિઘ વિસ્તારમાં ફેલાયેલો છે.
→ સિંઘપ્રાંત )હાલના પાકિસ્તાન) ના જાડેજ રાજઘરનાના રાજકુમારો જામ મોડજી અને જામ મનાઈજી એ આ ભૂમિ પર કિલ્લો બંધાવ્યો હતો.
→ લોકકથા મુજબ હાલનો કિલ્લો ઈ.સ. 843 ની સાલમાં બંધાવવાનો શરૂ થયો હતો.
→ કંથનાથજીએ આ કિલ્લાનું નામ "કંથકોટ" રાખવાનું સૂચવ્યું હતું. ત્યારથી આ ગામનું નામ પણ કંથકોટ પડ્યું
→ કિલ્લાની દીવાલનો એક ભાગ કંઠડનાથની ધૂણી પરથી પસાર થતા તેમના ક્રોધને કારણે કિલ્લાનો નાશ થયો હતો.
→ ૧૦મી સદીની મધ્યમાં, કંથદુર્ગના નામથી કિલ્લો પ્રચલિત હતો જ્યાં ચાલુક્ય-સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજાથી ભાગીને સંતાયો હતો.
→ 11મી સદીમાં કિલ્લામાં મહમદ ગઝનીથી બચવા ભીમ પહેલાએ અહીં આશરો લીધો હતો.
→ ઇ.સ. ૧૧૪૩માં કંથગામ અથવા કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદારની સાથે બળવો કર્યો હતો
→ ૧૩મી સદીમાં ઇ.સ. ૧૨૭૦ સુધી કંથકોટ વાઘેલા વંશનું પાટનગર હતું. વાઘેલા સરદારે કંથકોટની સાથે તેની પુત્રી મનાજ સામાના પુત્ર સાદને આપી, સાદના પુત્ર ફુલે કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું.
→ દરવાજા, સૂર્યમંદિર અને જૈનમંદિરના પ્રાચીન અવશેષો, ભગ્ન કિલ્લો આઠમી સદીની કાઠીની રાજધાનીથી માંડીને ચાવડાઓનો અમલ અને ત્યારપછી મુસ્લિમોનો સમય અને કચ્છના રાવના રાજ્યકાળ સુધીના સમયની સાક્ષી પૂરે છે.
→ ટેકરીની ઉપર ત્રણ મંદિરો આવેલા છે, જેમાંનું એક કંઠડનાથનું, બીજું જૂનું મંદિર મહાવીર સ્વામીનું અને ત્રીજું મંદિર સૂર્ય મંદિર છે.
→ નવમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતની સોલંકી શૈલી સૂચવતા સૂર્યમંદિર(16.4 × 11.26 મી.)ના અવશેષો છે, જેમાં 4.5 મી. ઊંચું ખંડિત શિખર, 3.65 મી. ચોરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણામાર્ગ, સભામંડપ તથા ગર્ભગૃહમાં 1.44 મી. ઊંચી સૂર્યની સુંદર ઊભી મૂર્તિ છે.
→ ૧૫મી સદીની શરૂઆતમાં ઇ.સ. ૧૪૧૦માં મુઝફ્ફર (૧૩૯૦-૧૪૧૧) વડે કિલ્લા પર આક્રમણ કરાયું હતું. ત્યાર પછી તેના પર જાડેજા વંશના દેદા રાજપૂતોનું શાસન આવ્યું.
→ જાડેજાઓના શાસન દરમિયાન કંથકોટ રાવ રાયધણ રત્નના બીજા પુત્ર દેદાજીને અપાયું.
→ ૧૬મી સદીમાં મુઘલ વઝીર અબુલ-ફઝલ ઇબ્ન મુબારકે તેને કચ્છના એક મુખ્ય કિલ્લા તરીકે વર્ણવ્યો હતો.
→ ઇ.સ. ૧૮૧૬માં બ્રિટિશ કર્નલ ઇસ્ટ દ્વારા કિલ્લેબંધનો નાશ કરાયો હતો અને ઇ.સ. ૧૮૧૯માં કચ્છ રાજ્યે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું હતું. તેમ છતાં, કંથકોટનો કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી જાડેજા શાસકો જોડે રહ્યો
→ ટેકરીની પશ્વિમ દિશામાં બે મોટા કુવા અને રેતીયા પથ્થરોની બનેલો એક ખંડેર વાવ આવેલી છે. આ કુવામાંથી એક ભમ્મરિયો કુવો ૧૨નો વ્યાસ ધરાવે છે. બીજો કુવો નવઘણ કુવા તરીકે જાણીતો છે, જે ૬૩ ફૂટ ઊંડો છે.
→ ૧૬મી સદીમાં મુઘલ વઝીર અબુલ-ફઝલ ઇબ્ન મુબારકે તેને કચ્છના એક મુખ્ય કિલ્લા તર
0 Comments