→ દર વર્ષે 7 ઓકટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ કપાસના ઉત્પાદન અને વ્યાપારમાં જોખમ સામે હિતધારકોને સહયોગ આપવાનો છે.
→ જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંયુક્ત રાષ્ટ્ર(UN), ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર(ITC), ફુડ એન્ડ એગ્રીક્લ્યર ઓર્ગેનાઇઝેશન(FAO), સંયુકત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલન (UNCTAD) અને ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી(ICAC)ના સહયોગથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) દ્વારા વર્ષ 2019માં સૌપ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→ WTOની સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવી હતી. તેનું વડુમથક સ્વિટઝરલેન્ડના જિનીવા ખાતે આવેલું છે.
→ આ દિવસ ઉજવવાની પહેલ કપાસ-4 દેશો(Cotton-4 Countries) દ્વારા કરવામાં કરતી આવી હતી. કપાસ-4 દેશો : બેનિન, બુર્કિના ફાસો, ચાડ, માલી
→ વિશ્વના 75 દેશોમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ચીન, ભારત, બ્રાઝિલ અને અમેરિકા કપાસનુ ઉત્પાદન કરતા ટોચના દેશો છે.
→ ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. ચીન બીજા નંબરનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે.
→ ગુજરાતના ભરૂચ જિલ્લાનો કાનમનો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.
→ કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.
→ ગુજરાતમાં કપાસ સંશોધન કેન્દ્ર હાંસોટ (ભરૂચ)ખાતે આવેલું છે અને કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર નાગપુર ખાતે આવેલું છે.
→ કપાસ એ રોકડિયો પાક છે.
→ કપાસમાંથી સુતરાઉ કાપડ બને છે.
→ કપાસ ટેક્ષટાઇલ ઉધોગોને કાચો માલ પૂરો પાડે છે.
→ ભારતમાં કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે.
→ કપાસનુ વૈજ્ઞાનિક નામ જી. આર્બોરિયમ
→ આ ઉપોષ્ણ કટિબંધીય પાક છે.
→ કપાસના પાકને કાળી જમીન અનુકૂળ આવે છે. જેને રેગુર તરીકે ઓળખવામાં આવે છે.
→ કપાસના પાક માટે 21 થી 25 ડિગ્રી તાપમાન અને 210 હિમરહિત દિવસો તેમજ 50-100 સે.મી. સુધીનો વરસાદ અનુકુળ છે.
→ સિલ્વર ફાઇબર ક્રાંતિ કપાસ સાથે સંકળાયેલ છે.
→ વર્ષ 2002માં ભારતમાં કપાસની વ્યવસાયિક ખેતી માટે B.T. (Bacillus Thuringiensis)કપાસનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
→ B.T. કપાસ એ કપાસની આનુવંશિક રીતે સુધારેલી એક જાત છે. જેને બોલવર્મ નામના રોગથી હાનિ પહોંચતી નથી.
→ ડો. સી. ટી. પટેલ દ્વારા કપાસની સંકર -4 જાતની શોધ કરવામાં આવી હતી.
→ વર્ષ 2020માં બીજા વિશ્વ કપાસ દિવસ નિમિત્તે કેન્દ્રીય કાપડ મંત્રીએ ભારતીય કપાસ માટે કસ્તૂરી નામની બ્રાન્ડ અને તેનો લોગો લોન્ચ કર્યો હતો
0 Comments