→ લીલી કુણી કાચી જુવારમાં 'હાઈડ્રો સાઈલાઈડ એસિડ (HCM)' નામનું ઝેર હોય છે જે ખાવાથી જાનવરને મિણો ચડે છે તેથી જુવારને ફુલ આવ્યા પછી કાપીને ખવડાવવી જોઈએ.
→ ડાંગરના પુરીયામાં ઓક્ઝેલેટ તત્વ હોય છે.
→ લીલાચારામાં 70% થી 80% પાણી હોય છે એટલે 100 કિ.ગ્રા. લીલા ચારામાં 20% થી 30% જેટલું સૂકું દ્રવ્ય (ડ્રાયમેટર) પશુને મળે છે તેથી 1 કિગ્રા સુકાચારાની અવેજીમાં 3 થી 5 કિ.ગ્રા. લીલોચારો આપવો જોઈએ.
→ દૂધમાં 87 % પાણી હોય છે.
→ ઓટ એ શિયાળુ ધાન્ય વર્ગનો પાક છે.
→ આયોડિનની ખામીથી વાછરાડા વાળ વિનાના જન્મે છે.
સાયલેજ (લીલા ચારાનું અથાણું)
→ સાયલેજ બનાવવાની શરૂઆત 19 મી સદીમાં મધ્યમાં થઈ.
→ પશુને અપાતા કુલ ચારામાંથી ત્રીજા ભાગનો ચારો લીલો હોવો જરૂરી છે. પરંતુ ચોમાસા પહેલા પિયતની વ્યવસ્થાના અભાવે તે મળવું મુશ્કેલ થઈ શકે છે.
→ લીલાચારાની જરૂરીયાત પુરી પાડવા વર્ષમાં જયારે લીલો ચારો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે ખાસ કરીને ચોમાસામાં સાયલેજ બનાવવામાં આવે છે.
→ સાયલેજનો ખાડો (સાયલો પીટ) 45 દિવસ બાદ ખોલવામાં આવતો હોય છે.
→ સાઈલો પીટ ભરતી વખતે લીલાચારા સાથે મોલાસીસ અને મીઠું ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત પાણીનું પ્રમાણ 65 ટકા હોવું જોઈએ.
→ સાયલેજ જે ખાડામાં કે ટાંકામાં બનાવવામાં આવે છે તેને સાયલો કહે છે જેના પ્રકાર નીચે મુજબ છે.
ટાવર સાયલો : જે જમીનની ઉપર કૉન્કેટ, ધાતુ કે ઈટોથી ચણીને બાંધવામાં આવે છે.
જમીનની સમાંતર સાયલો : જે જમીનમાં ખાડો ખોદીને બનાવવામાં આવે છે.
→ લીલા ઘાસચારામાં નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ પ્રાણવાયું રહિત સ્થિતિમાં આથવણની પ્રક્રિયા થાય છે.
→ લેકટીક એસિડ પુરતા પ્રમાણમાં ઉત્પન્ન થવાથી લીલા ચારાની જાળવણી શકય બને છે.
→ સાયલેજ બનાવવા માટેના મુખ્ય પાકો
ધાન્ય વર્ગ : મકાઈ, ઓટ, જુવાર, બાજરી વગેરે
કઠોળ વર્ગ : રજકો, બરસીમ, ચોળી વગેરે
→ સારુ સાયલેજ સારી વાસવાળું ભુખરા લીલા રંગનું કે ખાખી પીળાશ પડતુ હોય છે. જેની ખારાશ 4 થી 4.5 pH આંક જેટલી હોય છે.
→ લીલી મકાઈ સાયલેજ માટે શ્રેષ્ઠ છે.
→ ઉત્તમ સાયલેજ પશુઓને રીચિકર હોય છે.
→ સાયલેજ માં લેકટોઝ હોય છે.
→ તેમાં લેકટીક એસીડ 2.5% થી વધુ, એસિટીક એસિડ 0.5 થી 0.8% ની માત્રમાં, બ્યુટેરીક એસિડ 0.1% થી ઓછું અને અમોનિયમ નાઈટ્રોજન 10% થી ઓછું હોય છે.
ખાણદાણ
→ જે ખાદ્ય પદાર્થોમાં રેસાનું પ્રમાણ 18% થી ઓછું અને પોષક તત્વોનું પ્રમાણ ઊંચું હોય તેને ખાણદાણ કહેવામાં આવે છે.
→ વૈજ્ઞાનિક સંવર્ધન પદ્ધતિ અને ઉછેરથી દુધાળા પશુઓનું દુધ વધારવા માટે પશુઓને ખાણદાણ ખવડાવવાની જરૂર પડે છે.
→ ખાણદાણએ પશુઓને પોષક તત્વોની જરૂરીયાત પુરી કરવા માટે અપાતો પુરક આહાર છે.
→ તેમાં અનાજના દાણા તથા તેની આડ પેદાશો અને તેલિબીયાને સમાવેશ થાય છે.
શક્તિદાયક- મેંદાયુક્ત દાણ :
→ અનાજના દાણા અને તેની આડપેદાશો તેમજ તેલીબિયાનો સમાવેશ થાય છે.
→ મોલસિસ (ગોળની રસી) નો સમાવેશ
→ અનાજ : બાજરી, મકાઈ, જુવાર, જવ, ઓટ, ઘઉં, બાવટો વગેરે
0 Comments