→ ભારતમાં દર વર્ષે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઇ દિવસ (National Maritime Day) ઉજવવામાં આવે છે.
→ વિશ્વના વિવિધ ખંડોની વચ્ચે દરિયાઇ માર્ગે સલામત, સુવ્યવસ્થિત અને પર્યાવરણને અનુકૂળ વ્યાપાર કરવા માટે સમર્થન પૂરું પાડવાનો છે. તેમજ દરિયાઇ ઉધોગનાં ભારતનાં અર્થતંત્રમાં યોગદાનને બિરદાવવાનો છે.
→ 5 એપ્રિલ, 1919 રોજ આધુનિક ભારતીય મર્ચન્ટ શિપિંગની શરૂઆત થઇ હતી.
→ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું સૌપ્રથમ જહાજ એસ.એસ.લોયલ્ટી મુંબઇથી બ્રિટન જવા રવાના થયુ હતું. તેની યાદમાં વર્ષ 1964થી દર વર્ષે 5 એપ્રિલને રાષ્ટીય દરિયાઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ ભારતમાં રાષ્ટ્રીય દરિયાઇ દિવસના રોજ દરિયાઇ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકો માટે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ વરૂણ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વરૂણ દેવની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
→ આ દિવસની ઉજવણીના ભાગરૂપે પોર્ટ, શિપિંગ એન્ડ વોટર વેઝ મંત્રાલય દ્વારા રાષ્ટીય દરિયાઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
→ રાષ્ટ્રીય દરિયાઇ દિવસ 5 મહાસાગરો પ્રશાંત મહાસાગર, એટ્લાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર, દક્ષિણ મહાસાગરોના વેપારની સૂવિધાના માધ્યમથી દરિયાઇ અર્થવ્યવસ્થા કેવી રીતે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મદદરૂપ થાય છે તે દર્શાવે છે.
→ ભારત પાસે 7,517 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો છે. જેમાં ગુજરાત 1,600 કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે.
→ વિશ્વ દરિયાઈ દિવસ (World Maritime Day)ની ઉજવણી સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહના ગુરૂવારે કરવામાં આવે છે.
→ દરિયાઇ સુરક્ષા માટે અને વહાણોથી થતા પ્રદૂષણને રોકવા માટે સંયુકત રાષ્ટ્ર દ્વારા 17 માર્ચ, 1948ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (International Maritime Organization-IMO)ની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુમથક લંડન, યુનાઇટેડ કિંગ્ડમ (U.K.) ખાતે આવેલ છે.
→ ભારતીય દરિયાઇ વેપારનો વારસો લગભગ પાંચ હજાર વર્ષ જૂનો છે.
→ દેશનું સૌથી જૂનું બંદર લોથલ (ગુજરાત) ગણાય છે.
→ હિન્દુ શાસ્ત્રોમાં સમુદ્રને લવણ સાગર, સુરા સાગર, દધિ સાગર,ક્ષીર સાગર, ધૃત સાગર, ઈક્ષુરસ સાગર અને મીઠા જળનો સાગર એમ 7 ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
0 Comments