→ જન્મ : 6 ઓક્ટોબર, 1893 (શાઓરાટોલી, બાંગ્લાદેશ- ઢાકા)
→ પિતા : જગન્નાથ સાહા
→ માતા: ભુવનેશ્વરી દેવી,
→ અવસાન : 16 ફેબ્રુઆરી, 1956 (દિલ્હી)
→ તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ગણિત વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. અહીં તેમને જગદીશચંદ્ર બોઝ તેમજ પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
→ તેમણે સાપેક્ષતા અને ક્વોન્ટમ સિદ્ધાંતોનો અભ્યાસ કરીને ભૌતિક્શાસ્ત્રમાં ગરમીના કારણે પરમાણુઓના આયનિત થવાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. જે વિશ્વના ખગોળશાસ્ત્રીઓને ગરમી અને દબાણ જેવી બાબતો અંગે જાણકારી માટે મહત્વનો પુરવાર થયો હતો.
→ તેમણે શોધેલો સાઇક્લોટ્રોનનો સિદ્ધાંત આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં ઘણો ઉપયોગી પુરવાર થયો છે.
→ તેમણે સ્ટેલર સ્પેક્ટ્રમ (સાહા સમીકરણ) અથવા તારાકીય વર્ણક્રમના સિદ્ધાંત દ્વારા તારાઓ અને પરમાણુઓનો પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. જે ભારતની વિશ્વને દેન છે.
→ તેમણે પથ્થરની વય નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી હતી.
→ તેમણે ભારતીય રાષ્ટ્રીય શક પંચાંગનું સંશોધન કર્યુ હતું, જે 22 માર્ચ, 1957થી લાગુ કરવામાં આવ્યું હતું.
→ મેઘનાદ સાહાએ કોલકત્તા ખાતે સાહા ભૌતિકી સંસ્થા અને ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી.
→ તેઓને ઇતિહાસ, પુરાતત્વ અને નદીઓના અભ્યાસમાં પણ ઊંડી રુચિ હતી. તેમના નદીઓ પરના ગહન અભ્યાસો પછી બંગાળમાં નદી સંશોધન સંસ્થાન (1942) રચાયું હતું.
→ વર્ષ 1905માં બંગાળ વિભાજનના વિરોધમાં સ્વદેશી ચળવળમાં ભાગ લેવા બદલ તેમને ઢાકાની કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
→ તેમણે વર્ષ 1923-38 સુધી અલાહાબાદ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી.
→ વર્ષ 1927માં તેમની પસંદગી લંડનની રોયલ સોસાયટી ઓફ સાયન્સના ફેલો તરીકે થઇ હતી.
→ તેઓ વર્ષ 1934માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યાં હતાં.
→ તેમણે સૌરમંડળ સંબંધિત સંશોધનો ફિલોસોફિકલ મેગેઝીનમાં પ્રકાશિત કર્યા હતા.
→ વર્ષ 1937 અને વર્ષ 1940માં નોબેલ વિજેતા આર્થર એચ. કોમ્પેટને મેઘનાદ સાહાનું નામ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કર્યુ હતું.
→ આ ઉપરાંત વર્ષ 1930, વર્ષ 1951 અને વર્ષ 1955 માં દેવેન્દ્ર મોહન બોઝ અને શિશિરકુમાર મિત્રા દ્વારા પણ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર માટે મેઘનાદ સાહાના નામની ભલામણ કરવામાં આવી હતી.
0 Comments